બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A total of 5 people died in 5 separate accidents in the state today

કાળમુખો સોમવાર / ગુજરાતમાં આજે એકસાથે 5 અકસ્માત, પિતા-પુત્રી સહિત કુલ 5 લોકોના મોત, 7 ઇજાગ્રસ્ત

Malay

Last Updated: 01:02 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident In Gujarat: રાજ્યમાં આજે એકસાથે 5 અલગ-અલગ અકસ્માતોમાં કુલ 5 લોકોને કાળ ભરખી ગયો છે. જ્યારે આ અકસ્માતોમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

  • ભાવનગરના સોનગઢ પાસે હિટ એન્ડ રન
  • વિરમગામ-બહુચરાજી હાઈવે પર હિટ એન્ડ રન
  • ખંભાળિયા ગેટ પાસે હિટ એન્ડ રન
  • સુરતમાં ટ્રકચાલકે બાઈક સવાર દંપતીને મારી ટક્કર

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં આજ રોજ સોમવારે વધુ 5 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. ગુજરાત આજે અલગ અલગ 5 રોડ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં વિરમગામ-બહુચરાજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ગાંધીનગરના કોબા સર્કલ નજીક ફોર વ્હીલર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજા થઈ છે. જામનગરમાં કારચાલકે સાઈકલ સવાર વ્યક્તિને અડફેટે લીધા સાઈકલ સવારનું મૃત્યુ નીપજ્યું છે. સુરતમાં ટ્રકચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા મહિલાનું મૃત્યુ નીપજ્યું છે તો પતિને હાથમાં ઈજા થઈ છે. ભાવનગરમાં ડમ્પર ચાલકે બાઈક સવાર પિતા-પુત્રીને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. 

મહેસાણા હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મૃત્યું
આ અકસ્માતોની વિગતવાર વાત કરીએ તો મહેસાણાના વિરમગામ-બહુચરાજી હાઈવે હાંસલપુર રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાંસલપુર રોડ પર નશાની હાલતમાં કાર ચલાવતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જે બાદ કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું  મૃત્યુ થયું છે. જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. કાર ચાલક નાશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે. હાલ બહુચરાજી પોલીસે આરોપીની ધરપકડ કરી છે

ગાંધીનગરના કોબા સર્કલ નજીક અકસ્માત
ગાંધીનગરના કોબા સર્કલ નજીક અકસ્માત સર્જાતા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કોબા સર્કલ નજીક ફોર વ્હીલર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત બાદ સ્થાનિકોએ હાઈવે પર  ચક્કાજામ કર્યો છે. અકસ્માતની ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. 

જામનગર અકસ્માતની ઘટનામાં સાઈકલ સવારનું મૃત્યુ
જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કારચાલકે સાઈકલ સવાર વ્યક્તિને અડફેટે લેતા સાઈકલ સવારનું મૃત્યુ નીપજ્યું છે. અકસ્માત બાદ કારચાલક કાર છોડીને ફરાર થઈ ગયો છે. કાર પદ્મશ્રી ડૉક્ટર આચાર્યના પુત્રની હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી છે.

સુરતમાં ટ્રક અને બાઈકનો અકસ્માત
સુરતના સચિન વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રકચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા બાઈક પર સવાર મહિલાનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે બાઈકચાલક રાકેશ મીશ્રાના હાથ પર પહોંચી ઈજા છે. સચિન પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી છે.

ભાવનગરના સોનગઢ પાસે હિટ એન્ડ રન
ભાવનગરના સોનગઢ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર પિતા-પુત્રીના મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર, સોનગઢ પાસે ડમ્પર ચાલકે બાઈક સવાર નોંઘનવાદર ગામના પિતા-પુત્રીને મારી ટક્કર હતી. અકસ્માતની ઘટનામાં પિતા-પુત્રીના મૃત્યુ નીપજ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ