બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / A shocking revelation was made in a research about porn

ચોંકાવનારું રિસર્ચ / પોર્ન જોવાની ટેવને તમારી આદત ના બનાવતા, નહીં તો તમારી સેક્સ લાઇફ....., કન્ટેન્ટ જોવામાં મહિલાઓ અગ્રેસર!

Malay

Last Updated: 05:03 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિસર્ચમાં દાવો કરાયો છે કે પોર્નને સતત જોવાથી તેની લત લાગી શકે છે. પોર્ન એડિક્શન ઊંઘ, મેન્ટલ હેલ્થ અને સેક્સ લાઇફને પણ પ્રભાવિત કરી શકે છે.

 

  • પોર્નને લઈને એક રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
  • પોર્ન વધુ જોનારી વ્યક્તિમાં વધવા લાગે છે હિંસક પ્રવૃત્તિઃ રિસર્ચ
  • પોર્ન બિલકુલ નશાની લત સમાન: એક્સપર્ટ

દેશમાં અનેક લોકોને પોર્ન ફિલ્મો જોવાની લત હોય છે. મોટી ઉંમરના લોકો પણ તેના દીવાના હોય છે. તાજેતરમાં દેશમાં ઉત્તર-પૂર્વીય રાજ્યના એક ધારાસભ્ય વિધાનસભાની અંદર પોર્ન વીડિયો જોતાં ઝડપાઇ ગયા હતા. આવું પહેલી વાર થયું નથી. 2021માં પણ વિધાનસભામાં બે MLA આઇપેડમાં અશ્લીલ ફિલ્મ જોતાં પકડાયા હતા. આવા ઘણા કેસ મીડિયામાં ચમકતા રહે છે.

Boy makes fake bomb call at railway station to stop train for his PUBG playmate
ફાઈલ ફોટો

પોર્ન જોવાનાં અનેક રોચક પાસાં લાગતાં હોઇ શકે, પરંતુ તેનો આપણા જીવન પર ખરાબ પ્રભાવ પડે છે. પોર્ન જોવાના સારા ખરાબ પ્રભાવ વિશે જાણવા જેવું છે. આમ તો આજની ડેટમાં પોર્ન સામે લોકો નાકનું ટીચકું ચઢાવતા નથી. તમારા મોબાઇલમાં પોર્ન હોય તે પણ કોઇ ગુનો નથી. મહિલાઓ અને પુરુષો ચોરી-ચોરી તેને જોવાનું પસંદ કરે છે, પરંતુ મનોવિજ્ઞાની અને હેલ્થ નિષ્ણાતો તેને જોઇ આનંદની અનુભૂતિ હોવા છતાં તેના પર અંકુશ રાખવાની ભલામણ કરે છે. પોર્નને લઇ આપણા સમાજમાં એ પ્રકારના ટેબુ રહ્યા નથી, જે થોડાં વર્ષો પહેલાં હતા. ઓટીટી પ્લેટફોર્મે હવે તેને વધુ સુલભ પણ બનાવી દીધું છે. પહેલાંની જેમ હવે પોર્નને લઇ સમાજમાં કોઇ પણ પ્રકારનું સોશિયલ સ્ટિંગમાં રહ્યું નથી. 

સતત જોવાથી લાગી શકે છે લત
તેમ છતાં પણ તેની સાથે જોડાયેલા એક રિસર્ચમાં દાવો કરાયો છે કે તેને સતત જોવાથી તમને તેની લત લાગી શકે છે. પોર્ન એડિક્શન તમારી ઊંઘ, મેન્ટલ હેલ્થ અને સેક્સ લાઇફને પણ પ્રભાવિત કરી શકે છે. સાઇકો એનાલિસિસના જાણકારો માને છે કે જ્યારે કોઇ મહિલા કે પુરુષ એક્સાઇટ થવા ઇચ્છે છે તો પોર્ન જોવાનું તેને મદદ કરી શકે છે. 

ક્યારેક એડિક્શનમાં બદલાઈ જાય છે મજા
મનોવૈજ્ઞાનિક કહે છે કે પોર્ન જોવું ખોટું નથી. તે તમને સુકુન આપે છે, માત્ર છોકરાઓ નહીં, પરંતુ છોકરીઓ પણ નિયમિત પોર્ન જુએ છે. વર્ષ 2018ના અભ્યાસ મુજબ લગભગ 11.5 ટકા પુરુષો અને 60.2 ટકા મહિલાઓ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ જુએ છે. આ મજા ક્યારે એડિક્શનમાં બદલાઇ જાય છે તે સમજાતું નથી. પોર્ન વોચિંગ ત્યારે સમસ્યા બને છે, જ્યારે પોર્ન એડિક્ટ પોતાના રૂટિન કામથી ભાગવા લાગે છે. જ્યારે તમે પોર્ન જોવા માટે અથવા તો તમારા કામમાંથી રજા લો છો અથવા તો તમારા પરિવાર સાથે વીતાવવાના સમયમાં કાપ મૂકવા ઇચ્છો છો તો આ એડિક્શન ધીમે ધીમે તમને બીજાથી દૂર લઇ જાય છે. તમે આઇસોલેશનમાં જવા લાગો છો.

પોર્ન સાઇટ પર પોતાનો જ VIDEO જોઈને ચોંકી ઉઠ્યો યુવક, જાણો બેંગલોરની  ચોંકાવનારી ઘટનામાં શું થયું | Young man shocked to see his own video on  porn site, find out what happened

મગજને કરે છે ખરાબ અસર
પોર્ન એડિક્શન માનસિક આરોગ્ય માટે પણ ખતરનાક છે. જ્યારે પણ તમે પોર્ન જુઓ છો ત્યારે તમારા મગજ પર તેની ખરાબ અસર પડે છે. તે તમારા વિચારવા અને સમજવાની ક્ષમતાને નબળી પાડે છે. અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે પોર્ન વધુ જોનારી વ્યક્તિમાં હિંસક પ્રવૃત્તિ વધવા લાગે છે. ખાસ કરીને જો તમારો પાર્ટનર વધુ પોર્ન જોઇ રહ્યો છે તો પણ તેની અસર તમારી અંતરંગતા પર પડે છે. આવું એટલે થાય છે, કેમ કે પોર્ન ખોટી અવધારણા ઊભી કરે છે કે છોકરાઓ કે છોકરીઓ દરેક સમયે શારી‌રિક સંબંધ માટે ઉત્સુક હોય છે. સાઇકો એક્સપર્ટ આ એડિક્શનની અસર દિલોદિમાગ પર કેવી થાય છે તેના અંગે જણાવે છે. તેઓ કહે છે કે પોર્ન બિલકુલ નશાની લત સમાન છે. તેની થોડી માત્રા તમને આનંદ આપી શકે છે પણ તેનો અતિરેક તમારો આનંદ છીનવી પણ શકે છે. પોર્ન જોવા માટે તમે સતત એકાંત શોધો છો, તે તમને સેલ્ફ આઇસોલેટ કરવા મજબૂર કરે છે. 

મૂડને પણ પ્રભાવિત કરી શકે છે પોર્ન 
મનોવૈજ્ઞાનિકોએ એમ પણ જાણ્યું છે કે પોર્ન તમારા મૂડને પણ પ્રભાવિત કરી શકે છે. પોર્ન જોનારી મહિલાઓ અને પુરુષો એક કાલ્પનિક દુનિયામાં રહે છે. તેઓ તેમના પાર્ટનરમાં પણ પોર્ન ફિલ્મ જેવી બાબતો ઇચ્છે છે. જે શક્ય હોતું નથી. આ કારણે તેઓ શારીરિક અને માનસિક રીતે નિરાશ થાય છે. પોર્ન જોવાની તમારી આદત તમારા પાર્ટનરને નુકસાન પહોંચાડી શકે છે.
જ્યારે તમે કોઇ વ્યક્તિને જુઓ છો અને તેના પ્રત્યે આકર્ષિત થાઓ છો પછી તેને પૂર્ણ રીતે પામવાની ઇચ્છા ધરાવો છો. તેને પ્રેમ ભાવનાથી જોવા લાગો છો, તેનો સંપૂર્ણ સ્વીકાર કરો છો, પરંતુ પોર્ન જોવાની આદત તમને કોઇ વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થતાં પણ રોકે છે. તમને તે વ્યક્તિમાં કમીઓ દેખાવા લાગે છે. કેટલાંક સંશોધનોનું તો એ પણ માનવું છે કે પોર્નની જેમ રિયલ લાઇફમાં લોકો પરફેક્ટ હોતા નથી. ન તો શારીરિક રીતે, ન તો માનસિક રીતે. આ દુષ્પ્રભાવોને જાણવા છતાં પણ સામાન્ય લોકો તો ઠીક, પરંતુ આપણા જનપ્રતિનિધિઓ આસ્થાનાં સ્થળો પર પણ આ બીમારીથી બચી શકતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ