બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / A shocking revelation has been made in the Ahmedabad BMW accident case

ઘટસ્ફોટ / વાહન ચેકિંગ દરમિયાન જ નબીરાએ BMW ઠોકી, અમદાવાદના રસ્તા પર ત્રણ કિમી સુધી કરાયો પીછો...: પોલીસે જણાવી સમગ્ર ઘટના

Malay

Last Updated: 03:07 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: સફેદ કપડાં પહેરીને ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં કમલેશ બીએમડબ્લ્યુ લઇને નીકળ્યો હતો. કમલેશ એટલો નશામાં હતો કે તેને ખુદનું પણ ભાન હતું નહીં.

  • અમદાવાદ BMW કાર અકસ્માત કેસ 
  • દારૂના નશામાં ચૂર નબીરાએ કર્યો હતો અકસ્માત 
  • BMW કારનો પોલીસે 3 KM સુધી કર્યો હતો પીછો: PI 

અમદાવાદના રસ્તા છે કે નબીરાઓના બાપનો બગીચો છે તે નક્કી કરવું છેલ્લા એક અઠવાડિયાથી અઘરું સાબિત થઇ રહ્યું છે. બાપના પૈસા પર જલસા કરનારા નબીરા અમદાવાદના રસ્તાને પોતાની જાગીર સમજી બેઠા છે. ગત બુધવારે મોડીરાતે તથ્ય પટેલે ઇસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જીને મોતનું તાંડવ રચ્યું હતું, ત્યાર બાદ મણીનગર વિસ્તારમાં કેદાર નામના યુવકે દારૂના નશામાં કારનો અકસ્માત સર્જ્યો હતો ત્યારે હવે ગઈકાલે મોડીરાતે શહેરના પોશ વિસ્તારમાં દારૂડિયાએ પૂરઝડપે પોતાની બીએમડબ્લ્યુ કાર હંકારીને અકસ્માત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડી રાતે પોલીસે બીએમડબ્લ્યુ કારચાલકને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો છે. કાર ચાલક કમલેશ બિશ્નોઈ સામે વસ્ત્રીપુર અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

દારૂના નશામાં ચૂર નબીરાએ કર્યો હતો અકસ્માત 
અકસ્માત મુદ્દે સેટેલાઈટ પોલીસ સ્ટેશન PI કેયુર વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, વાહન ચેકિંગ દરમિયાન એક કારનો અકસ્માત થયો હતો. અકસ્માત કરેલી કારનો પોલીસે 3 કિલોમીટર સુધી પીછો કર્યો હતો. વસ્ત્રાપુર અને સેટેલાઈટ પોલીસે કારની શોધ કરી હતી. આ દરમિયાન કાર માણેકબાગ પાસેથી મળી આવી હતી. જેનો કાર ચાલક કમલેશ બિશ્નોઈ દારૂના નશામાં ધૂત હતો. જેને ઝડપી સેટેલાઈટ પોલીસ સ્ટેશન લાવી કમલેશ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. કમલેશ બિશ્નોઈએ રાજસ્થાનથી દારુ લાવી પીધો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ પોલીસે કમલેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 

પોલીસને જોઈને ભાગવાની કરી કોશિશ
ગઈકાલે રાત્રે વસ્ત્રાપુર પોલીસ ચેકિંગ કરતી હતી ત્યારે 40 વર્ષિય કમલેશ બિશ્નોઇ (રહે. શીરોમણિ બંગલો, સીટીએમ) નામનો નબીરો પોતાની બીએમડબ્લ્યુ કાર લઇને પસાર થયો હતો. પોલીસને જોઇને કમલેશ બિશ્નોઇએ પૂરઝડપે પોતાની કારને હંકારીને ભાગવાની કોશિશ કરી હતી. કમલેશ જે રીતે પોતાની કાર ચલાવતો હતો તે જોતાં પોલીસને ચોક્કસ થઇ ગયું હતું કે તે દારૂ પીધેલી હાલતમાં છે. 

રેલિંગ પાસે અથડાવી હતી કાર
અમદાવાદમાં ફરી વિસ્મય અને તથ્યકાંડ ન થાય તે માટે પોલીસે તેનો પીછો કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે પોતાની જીપ બીએમડબ્લ્યુ પાછળ ભગાવી હતી. કમલેશે બીએમડબ્લ્યુ કારને એટલી સ્પીડમાં હંકારી હતી કે તેણે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. કમલેશ આમ તેમ કાર ચલાવતો હતો અને અંતે રેલિંગ પાસે કારને અથડાવી હતી. આ ઘટના જોઇને સ્થાનિકોનું ટોળું દોડી આવ્યું હતું અને તેને મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે વસ્ત્રાપુર પોલીસ પણ આવી જતાં તેની ધરપકડ કરી હતી.
 

વસ્ત્રાપુર અને સેટેલાઈટ પોલીસે નોંધ્યો ગુનો
કમલેશ બિશ્નોઇ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે જ્યારે સેટેલાઇટ પોલીસે પણ ગુનો દાખલ કર્યો છે. કમલેશ પટેલે એટલો ચિક્કાર દારૂ પીધો હતો કે તેને ઊભા રહેવાનો પણ હોશ હતો નહીં. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કમલેશ બિશ્નોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જો પોલીસે સમયસૂચકતા વાપરીને બિશ્નોઇનો પીછો કર્યો ના હોત તો કદાચ વધુ એક વખત અકસ્માતની મોટી ઘટના બની હોત. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ