બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / શોપિંગ / A shocking report came out about underwear, people stopped buying it, know why?

મોટો ઘટસ્ફોટ / અન્ડરવેરને લઈને સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, લોકોએ ખરીદવાનું કરી દીધું બંધ, જાણો કેમ ?

Pravin Joshi

Last Updated: 05:57 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ અન્ડરવેરને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. રિપોર્ટ અનુસાર લોકોએ અન્ડરવેર ખરીદવાનું બંધ કરી દીધું છે. ચાલો જાણીએ કે અંડરવેર ન પહેરવાના શું નુકસાન થઈ શકે છે.

  • અન્ડરવેરને લઈને એક રિપોર્ટ સામે આવ્યો 
  • લોકોએ અન્ડરવેર ખરીદવાનું બંધ કરી દીધું 
  • અન્ડરવેરના વેચાણમાં મોટા પાયે ઘટાડો થયો 


અન્ડરવેરની ગણતરી આવશ્યક કપડાં તરીકે થાય છે. અન્ડરવેર પહેરવું એ દિનચર્યા અથવા આદતને અનુસરવા જેવું છે. અન્ય કપડાંની જેમ અન્ડરવેર પણ આપણી જીવનશૈલીનો આવશ્યક ભાગ છે. અન્ડરવેર પહેરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે આ વાત થોડી વિચિત્ર લાગશે પરંતુ આ સત્ય છે. નોંધનીય છે કે તાજેતરમાં જ અન્ડરવેરને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર લોકો અંડરવેર નથી ખરીદી રહ્યા. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેના કારણે અન્ડરવેરના વેચાણમાં ઘટાડો થયો છે.

Lifestyle colour of your undergarments can completely change your mood

લોકો અન્ડરવેર કેમ નથી ખરીદતા?

રિપોર્ટ અનુસાર તેનું કારણ મોંઘવારી વધી રહી છે. દેશમાં વધતી મોંઘવારીને કારણે લોકોએ પોતાના બજેટમાંથી અંડરવેર જેવી મહત્વની વસ્તુઓ બાજુ પર મુકી દીધી છે. આંકડા અનુસાર ડિસેમ્બર 2022 ના છેલ્લા ક્વાર્ટરમાં અંડરવેરના ઉપયોગમાં 55 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. લોકો અંડરવિયર ન ખરીદવાનું એક સંભવિત કારણ એ પણ હોઈ શકે છે કે તેમાંના મોટાભાગના લોકો ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લઈ રહ્યા છે, જેના દ્વારા તેઓને ડિસ્કાઉન્ટ પણ મળે છે. તમને જણાવી દઈએ કે ઓનલાઈન સ્ટોર પર લોકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી.

Topic | VTV Gujarati

સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે

અન્ડરવેર ન ખરીદવાથી લોકો તેમના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ઘણા સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે અન્ડરવેર અનેક પ્રકારની સમસ્યાઓથી રક્ષણ આપે છે. 

ઈન્ફેક્શનનો ખતરો 

અન્ડરવેર ન પહેરવાથી પણ ઈન્ફેક્શનનો ખતરો રહે છે. ક્રોચ રોટ એ એક પ્રકારનો ત્વચા ચેપ છે જે ભીના કપડા પહેરવાથી થાય છે. ઘણી વખત જ્યારે આપણું પેન્ટ પરસેવાને કારણે ભીનું થઈ જાય છે ત્યારે અંડરવેર ભેજને પેન્ટની અંદર જતા અટકાવે છે.

લિકેજ

અન્ડરવેર પહેરવાથી અનિચ્છનીય લીકેજથી રક્ષણ મળે છે. જો કે, જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે અનિચ્છનીય લીકેજ સામાન્ય છે અને જો તમે અન્ડરવેર પહેર્યા હોય તો તમને કોઈ સમસ્યા નથી. આ ઉપરાંત તે વધારાનો પરસેવો શોષી લેવામાં અને તમને દિવસભર તાજો રાખવામાં મદદ કરે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ