બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A reddish color like the color of a tomato

રાજકોટ / ટામેટામાં લાલચોળ તેજી: માર્કેટ યાર્ડમાં એક મણનો ભાવ 2500, આખરે શું છે રેટ વધવા પાછળના 5 મુખ્ય કારણો

Dinesh

Last Updated: 04:53 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટામેટાના કલર જેવો એનો ભાવ અત્યારે લાલચોળ છે, રાજકોટ યાર્ડમાં ટામેટા મણનો ભાવ 2500 બોલાયો છે, ભાવ વધવાના મુખ્ય પાંચ કારણો જાણવા મળ્યા છે

  • ટામેટાના કલર જેવો લાલધૂમ ભાવ 
  • ટામેટાં મણનો ભાવ 2500 બોલાયો
  • ભાવ વધવાના મુખ્ય પાંચ કારણો

રાજકોટ યાર્ડમાં ટામેટાની હરાજીમાં મણનો ભાવ 2500 સુધીની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો તેમજ રીટેઈલમાં પ્રતિ કિલો રૂ.150થી 200 સુધી બોલાયો હતો. ટામેટાનો જથ્થાબંધનો વેપાર કરતા મયુર સોનવાણીએ વીટીવી સાથે વાતચીત કરતા ટામેટાના ભાવ વધવાના પાંચ કારણો જણાવ્યા હતાં જેમાં 1. ગત વર્ષે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા આ વખતે 50થી 60 ટકા જ વાવેતર થયું હતું.  2. ઓછું ઉત્પાદન અને વધુ માંગ. 3. મહારાષ્ટ્ર અને સાઉથ સાઇડમાં વધુ વરસાદ થયો છે ત્યાંથી વધુ આવક થાય છે પરંતુ ત્યાં પણ વરસાદના કારણે પાકને નુકસાન થયો છે 4. ભારત ભરમાં વરસાદના કારણે ઓછું ઉત્પાદન 5. ટામેટાનો સંગ્રહ શક્ય નથી માટે કોઈ સંગ્રહ કર્યો નથી તેથી હાલ માર્કેટમાં ટામેટા નહી હોય એટલે ભાવ ઉંચા છે. આ સિવાય મયુરભાઈ જણાવ્યું હતું કે, આગામી 15 દિવસમાં આ ભાવ સ્ટેબલ થશે હાલ 120થી 150 રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે પરંતુ આગામી સમયમાં બહારથી ટામેટાની આવક થશે અને ભાવ નીચા આવશે.

હરાજીમાં 2500નો ભાવ બોલાયો
માર્કેટ યાર્ડનાં શાકભાજી વિભાગમાં આજે ટમેટાની 855 કવીન્ટલની આવક થઈ હતી. હરાજીમાં 2500નો ભાવ બોલાયો હતો. કહેવા પ્રમાણે ઉત્પાદક મથકોના ટ્રેન્ડ તથા આવકો પર જ ભાવનો મદાર રહ્યો છે. બેંગ્લોર સિવાય મહારાષ્ટ્રથી આવક થાય તો ભાવ દબાણમાં આવે છે અન્યથા વધી જાય છે. બે દિવસથી ભારે વરસાદને કારણે આવકો પ્રભાવીત થઈ છે. બેંગ્લોર-મહારાષ્ટ્રથી આવક સમયસર પહોંચતી ન હોવાથી અસર છે. વેપારીઓ પણ ભાવ કયાં જઈને અટકશે તેની ગડમથલમાં છે.

ટામેટાના ભાવ નહીં પરવડે, બટાકા- ડુંગળી સહિત શાકભાજીનાં ભાવ આસમાને, જાણી લો  નવા ભાવ | what is the rate of tomato in delhi mumbai noida gurugram tomato  prices touch rs 100 in

કોથમીરનો 1800થી 2500નો ભાવ 
ટામેટા સિવાય આદુનો ભાવ હરાજીમાં 2500થી 3400, મરચાનો 1100થી 1800, કોથમીરનો 1800થી 2500 રહ્યો હતો. ટામેટા તથા કોથમીરનાં ભાવ લગોલગ હોવાનું ચિત્ર હતુ. ટામેટા કે અન્ય શાકભાજીમાં હજુ એકાદ પખવાડીયામાં રાહત મળે તેમ નથી. વેપારીઓએ કહ્યુ કે, રીંગણા, ભીંડો, ગુવાર, કારેલા, તૂરીયા જેવા શાકભાજીની થોડી ઘણી લોકલ આવકો થવા લાગી છે. પરંતુ સાર્વત્રિક ભારે વરસાદથી તેમાં પણ કાપ આવી જાય છે. ચાલુ મહિનામાં ભાવ હજુ ઉંચા જ રહી શકે છે. સૌરાષ્ટ્રમાં બિપોરજોય વાવાઝોડાના કારણે ટામેટાના પાકને માઠી અસર થઈ છે. ત્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં મહદઅંશે અન્ય રાજ્યોમાંથી જ ટામેટા આવે છે. પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ખુબ જ ઓછી આવક હોવાથી આજે રાજકોટ માર્કેટયાર્ડમાં જ 20 કિલો ટામેટાની હરરાજી રૂ. 2500 સુધીમાં થઈ હતી. મતલબ કે, યાર્ડમાં ટમેટાનો જથ્થાબંધ ભાવ જ કિલોના રૂ. 125 બોલાયો હતો. અહીંથી છૂટક વેપારીઓ સુધી માલ પહોંચતા બગાડ, ટ્રાન્સપોર્ટેશન, મજુરી અને કમિશનનો ખર્ચ ચડતા હવે રાજકોટમાં પણ છૂટક ટમેટાનો ભાવ રૂા. 175થી 180 પહોંચી ગયો છે. અઠવાડિયામાં રૂા. 200 સુધી પહોંચી જવાની ધારણા છે. જોકે કૃષિ મંત્રી રાઘવજી પટેલે તો જાણે હાથ ઉંચા કર્યા હોય તેમ જવાબ આપ્યો હતો અને તેઓ રાજકોટ આવ્યા હતા ત્યારે તેમને ટામેટાના ભાવ વિશે સવાલ કરતા તમેણે કહ્યું હતું કે માંગ અને પુરવઠાનો નિયમ છે ભાવ ઘટાડો અમારા હાથમાં નથી

વરસાદ બાદ શાકભાજીમાં ભાવ વધારાનું ઝાપટું: ટામેટાં, આદું, લસણ, ઘાણાને ઘર  બતાવવું મોંઘું, જુઓ લેટેસ્ટ રેટ | A flurry of price hikes in vegetables  after rains: tomatoes ...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ