બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A public seminar program was organized by the Indian Medical Association in Rajkot

રાજકોટ / 'વેક્સિનના લીધે હાર્ટએટેકની માન્યતા ખોટી, આ કારણો જવાબદાર', પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ જણાવ્યું કેમ યુવાનોને આવે છે હાર્ટ એટેક, બચવું હોય તો જાણી લેજો

Dinesh

Last Updated: 05:37 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: યુવા અવસ્થામાં હાર્ટએટેકના વધતા કેસને લઈને રાજકોટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા જાહેર પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું

  • રાજકોટમાં IMA દ્વારા જાહેર પરિસંવાદ કાર્યક્રમ
  • પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ રહ્યા હાજર 
  • "હાર્ટએટેક માટે ઘણા બધા કારણો જવાબદાર"


 રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યાએ ચિંતા વધારી છે. હાર્ટ એટેકના બનાવો પહેલા પણ બનતા હતા, પરંતુ છેલ્લા 4-5 વર્ષમાં તો હાર્ટ એટેકના બનાવમાં ખૂબ જ વધારો થયો હોય તેમ કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ જોવા મળતા હતા, પરંતુ હવે નાના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યાં છે. ચિંતાનો વિષય એ છે કે આ હાર્ટ એટેકના બનાવોમાં ઓન ધ સ્પોટ મોત થાય છે જેથી સારવાર માટેનો સમય મળતો નથી. જે સમગ્ર વધતી ઘટનાઓને લઈ રાજકોટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા જાહેર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો છે.

'હાર્ટએટેકનો ટ્રેન્ડ વર્ષ 2000થી ચાલી રહ્યો છે'
યુવા અવસ્થામાં હાર્ટએટેકના વધતા કેસને લઈને રાજકોટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા જાહેર પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે પરિસંવાદ કાર્યક્રમમાં પદ્મ શ્રી ડૉ. તેજસ પટેલ હાજર  રહ્યા હતા. તેમણે કહ્યું કે, હાર્ટએટેક માટે ઘણા બધા કારણો જવાબદાર છે. યુવાનોમાં હાર્ટએટેકનો ટ્રેન્ડ વર્ષ 2000થી ચાલી રહ્યો છે. તેમણે સષ્ટતા કરતા કહ્યું કે, વેક્સિનના લીધે હાર્ટએટેકની માન્યતા ખોટી છે. 

હાર્ટના એક્સપર્ટ ડૉ.તેજસ પટેલનો ખુલાસો: હાર્ટઍટેક માટે સ્ટ્રેસ અને ખોરાકનો  ખરાબ પેટર્ન જવાબદાર, 70 ટકા કેસમાં પહેલેથી જ આવી જાય છે ખ્યાલ ...

'કોવિડ બાદ સૌની નજર પડી છે'
ડૉ. તેજસ પટેલએ જણાવ્યું કે, યુવા અવસ્થામાં હાર્ટ આવવાનો ટ્રેન્ડ 2000થી ચાલી રહ્યો છે પરંતુ કોવિડ બાદ આ ટ્રેન્ડ સૌની નજર સામે આવ્યો છે. વેક્સિનનાં લીધે એટેક આવે છે એ ખોટી માન્યતા છે. રોજ બરોજની જીવન શૈલી અને ખોરાક મહત્વનો રોલ ભજવે છે.

હાર્ટ એટેક પહેલા જોવા મળે છે આવા લક્ષણો, ભૂલથી પણ ન કરતા ઇગ્નોર નહીંતર  પસ્તાવાનો પાર નહીં રહે | know what are the symptoms that can be seen before heart  attack

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ