બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A Pakistani plane suddenly entered the Indian border, stopped a few times and left

હવાઈ ઉલ્લંઘન / ભારતની સરહદમાં અચાનક ઘુસી આવ્યું પાકિસ્તાની વિમાન, થોડી વાર રોકાઈને જતું રહ્યું, શું કારણ હતું

Vishal Khamar

Last Updated: 08:07 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Airlines Plane: એક પાકિસ્તાની વિમાન અચાનક ભારતીય હવાઈ સીમામાં ધુસી જતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આ પાકિસ્તાની વિમાન ભારતીય સીમામાં પ્રવેશતાની સાથે જ સેના એલર્ટ થઈ ગઈ હતી.

  • અચાનક પાકિસ્તાની વિમાન ભારતીય હવાઈ સીમામાં ધુસી જતા દોડધામ
  • 10 મિનિટ સુધી પાકિસ્તાની વિમાન ભારતીય હવાઈ સીમામાં ફરતું રહ્યું
  • ભારે વરસાદ અને ઓછી ઊંચાઈનાં કારણે વિમાન ભારતીય સીમામાં પ્રવેશ્યું

 પાકિસ્તાન એરલાઈન્સનું એક વિમાન અચાનક ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસી જતાં ભારતમાં દોડાદોડ મચી ગઈ હતી. આ પાકિસ્તાની વિમાન લગભગ દસ મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં રહ્યું હતું. વિમાન ભારતમાં પ્રવેશતાની સાથે જ સેનાને એલર્ટ કરી દેવામાં આવી હતી. જો કે કોઈ પણ પ્રકારની ઘટના બની ન હતી અને આ વિમાન ભારતના પંજાબમાં 120 કિલોમીટર ઉડાન ભરીને તેના દેશમાં પ્રવેશ્યું હતું.
લાહોર એરપોર્ટ પર ભારે વરસાદને કારણે એરક્રાફ્ટ લેન્ડ થઈ શક્યું ન હતું
પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર ભારે વરસાદને કારણે એરક્રાફ્ટ લેન્ડ થઈ શક્યું ન હતું. ત્યારબાદ પાકિસ્તાની એરક્રાફ્ટ ભૂલથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયું હતું. સ્થાનિક મીડિયાએ આ ઘટના અંગે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે જ્યારે પાકિસ્તાનની સરકારી એરલાઇનનું PK-248 વિમાન 4 મેના રોજ રાત્રે 8 વાગ્યે લેન્ડિંગ માટે લાહોર એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો હતો. આ પછી પાયલોટે તેને બીજે ક્યાંક ઉતારવાનું નક્કી કર્યું.
ભારે વરસાદ અને ઓછી ઊંચાઈનાં કારણે વિમાન ભારતીય સીમામાં પ્રવેશ્યું
પાયલોટે પ્લેનને અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે અહીં સફળ થયો નહોતો. જે બાદ પાયલટને ભારતીય સરહદ વિસ્તારમાં પ્રવેશવાની ફરજ પડી હતી.  એક અહેવાલ મુજબ, એટીસીના નિર્દેશો પર, પાયલટે ગો-અરાઉન્ડ  શરૂ કર્યું હતું. પરંતુ ભારે વરસાદ અને ઓછી ઊંચાઈનાં કારણે વિમાન ભારતીય સીમામાં પ્રવેશ્યું હતું. પરિણામે, વિમાન રાત્રે 8.11 વાગ્યે પંજાબના બધના પોલીસ સ્ટેશન નજીક ભારતીય સરહદમાં પ્રવેશ્યું. બધના અમૃતસરથી 37 કિલોમીટરના અંતરે આવેલું છે. રિપોર્ટ અનુસાર, પાઇલોટ્સ પ્લેનને ભારતીય હવાઈ ક્ષેત્રમાં 20,000 ફૂટની ઉંચાઈ પર લઈ ગયા હતા.

ભારતીય સરહદી વિસ્તારમાં લગભગ 10 મિનિટ સુધી ઉડાન ભર્યા બાદ પાકિસ્તાની વિમાન 8.22 મિનિટે તેના સરહદી વિસ્તારમાં પરત ફર્યું હતું. તે સમયે વિમાન 23,000 ફૂટની ઉંચાઈ પર હતું અને 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ