બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:42 PM, 10 January 2023
ગાંધીનગરના સેક્ટર-17 ખાતે બનશે નવા સદસ્ય નિવાસ
ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન બનાવવાની કામગીરી શરૂ
અંદાજે 200 કરોડથી વધુના ખર્ચે બનશે સદસ્ય નિવાસ
ADVERTISEMENT
ગાંધીનગરના સેક્ટર-17 ખાતે નવા સદસ્ય નિવાસ બનાવવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાનો સંપૂર્ણ વાતાનુકૂલિત હશે જેમાં ત્રણ બેડરૂમ, હોલ કિચન સાથે ક્વાર્ટરની પણ સુવિધા ઉપલબ્ધ હશે.
ADVERTISEMENT
સેક્ટર-17 ખાતે બનશે નવા સદસ્ય નિવાસ
ગાંધીનગરના સેક્ટર-17 ખાતે ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન બનાવવાની પૂરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. નવા નિવાસસ્થાનો સંપૂર્ણ વાતાનુકૂલિત હશે તેમજ ત્રણ બેડરૂમ, હોલ કિચન સાથે ક્વાર્ટરની તેમાં સુવિધા હશે. તમને જણાવી દઈએ કે, જેનો અંદાજે 200 કરોડથી વધુના ખર્ચે આ નિવાસ્થાનો તૈયાર થશે. આગામી 2 વર્ષમાં સદસ્ય નિવાસ બનીને તૈયાર થશે. તત્કાલિન નાયબ મુખ્યમંત્રી સદસ્ય નિવાસ બનાવવાની મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
સેકટર-17 ફરી હોટ ફવરિટ બનશે
ગાંધનગરનું સેક્ટર 17 શહેરની મધ્યમમાં આવેલું છે જેથી વિવિધ બાબતે સાનુકુળ ગણવામાં આવે છે, સેક્ટર-17થી સચિવાલયથી માંડી વિધાનસભા કે શહેરની મેઈન બજારમાં જવા માટે નજીકનું સ્થળ છે. સાથો સાથે શહેરની વચ્ચે આવેલું હોવાથી પહેલા અહીં ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ માટે હોટ ફેવરિટ સેક્ટર ગણાતું હતું. તમને જણાવી દઈએ કે, અહીં સૌથી પહેલા ધારાસભ્યોને રહેવા માટે ક્વોર્ટર આપવામાં આવ્યા હતા. સેક્ટર 17 સુરક્ષાની દ્રષ્ટીએ પણ યોગ્ય છે
ADVERTISEMENT
સેકટર 21માં વર્તમાનમાં ધારાસભ્યોના ક્વોર્ટર
ગાંધીનગરનાં સેકટર 21માં વર્તમાનમાં ધારાસભ્યોના ક્વોર્ટર આવેલા છે. જેમાં 14 બ્લોક છે અને આશરે 168 મકાન છે, ગત વર્ષની માહિતી મુજબ જેનું ધારાસભ્ય 37 રૂપિયા અને 50 પૈસા ભાડુ ચુકવતા હતા. આ ક્વાર્ટરમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રીજ, ટીવી સહિતની સુવિધા હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.