બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A heart attack can save a life if a bystander gives CPR See what a cardiologist advises

ગુજરાત / હાર્ટઍટેક આવે અને તરત જ આસપાસનો વ્યક્તિ CPR આપે તો જ જીવ બચાવી શકાય: હૃદય રોગના નિષ્ણાત ડોક્ટરે જુઓ શું સલાહ આપી

Dinesh

Last Updated: 03:59 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack : ઝાયડસ કન્સ્લટન્ટ સિનિયર ઇન્ટરવેન્શલ કાર્ડિયોલોજીસ્ટ ડૉ.ભાવેશ રોયએ જણાવ્યું કે, ડેટા પ્રમાણે જોઈએ તો મોતનો આંકડો સામે આવ્યો છે જેમાં અમદાવાદમાં દરરોજના 100 હ્રદય સંબંધિત રોગને કારણે ડેથ થાય છે

  • કાર્ડિયોલોજીસ્ટ ડૉ.ભાવેશ રોયનું નિવેદન   
  • 'અચાનક મોત થવું તેમાં મોટું કારણ હૃદયનાં વધુ ધબકારા'
  • 'દર્દીને CPR મળી રહે તો જીવ બચાવી શકાય'


રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે. ત્યારે આ બનાવના પગલે સૌ કોઈ ચિંતિત છે હર્દયને બંધ કરતો એટેક મામલે તમામ લોકો ગંભીર વિચાર મગ્ન છે ત્યારે આ મુદ્દે કેટલાક તબિબોના નિવેદનો સામે આવ્યા છે અને કેટલાક આંકડાઓ પણ સામે આવ્યા છે. તબીબોના મત મુજબ અમદાવાદમાં દરરોજના 100 હ્રદય સંબંધિત રોગને કારણે ડેથ થાય છે

 

'દરરોજના 100 હ્રદય સંબંધિત રોગને કારણે ડેથ થાય છે'
ઝાયડસ કન્સ્લટન્ટ સિનિયર ઇન્ટરવેન્શલ કાર્ડિયોલોજીસ્ટ ડૉ.ભાવેશ રોયએ જણાવ્યું કે, ડેટા પ્રમાણે જોઈએ તો મોતનો આંકડો સામે આવ્યો છે જેમાં અમદાવાદમાં દરરોજના 100 હ્રદય સંબંધિત રોગને કારણે ડેથ થાય છે. હાર્ટ અટેકમાં અચાનક મોત થવું તેમાં મોટું કારણ હૃદયનાં વધુ ધબકારા છે. દર્દી પાસે હાજર વ્યક્તી પહેલા CPR આપે તો જ દર્દીને બચાવી શકાય તેમ છે. 

કાર્ડિયાકને કારણે 2થી 3% લોકોનો જ જીવ જાય છે
હાર્ટએટેકના વધતા કેસ મુદ્દે કાર્ડિયાલોજિસ્ટ ડૉ. રાજેશ પોથિવાલાનું મોટું નિવેદન આપ્યું છે. વહેલી તકે હોસ્પિટલમાં પહોંચી જવાય તો જીવ બચી શકે છે. કાર્ડિયાકને કારણે 2થી 3% લોકોનો જ જીવ અચાનક જતો હોય છે. મસાજ કે સારવાર ન મળે તો 4 મિનિટમાં જીવ જતો હોય છે.  ડૉ.પોથીવાલા ઉમેર્યું કે, ગરબા રમતા,સ્કૂલમાં બાળકો, યુવાનો ક્રિકેટ રમતા હોય તેવા લોકોના મોત થયા અને મૃત્યુ પામે તેવા લોકોને શ્વાસ સહિત બીમારી જોવા મળતી હોય છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ