બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / A funny video of MS DHONI went viral, while eating cake he asked, 'Who is on diet?'

Viral Video / MS DHONIનો એક ફની વીડિયો થયો વાયરલ, કેક ખાતી વખતે પૂછ્યું, 'કોણ કોણ ડાયટ પર છે?'

Megha

Last Updated: 03:05 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni Viral Video: ધોનીનો વધુ એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેમાં માહી તેના જિમના મિત્રો સાથે કેકે કટ કરીને તેને ખાતા ખાતા મજાક પણ કરે છે. તેનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  • મહેન્દ્ર સિંહ ધોનીનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ 
  • માહી તેના જિમના મિત્રો સાથે કેકે કટ કરીને મજાક કરતાં જોવા મળ્યા 
  • જિમના મિત્રો સાથે ચેન્નાઈ સુપર કિંગ્સના પાંચમા ટાઈટલની ઉજવણી કરી 

MS Dhoni Viral Video: મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. સોશિયલ મીડિયાના યુગમાં ધોની તેનાથી દૂર રહે છે એવામાં તે કઈં પણ કરે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. એવામાં હવે ધોનીનો વધુ એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેમાં માહી તેના જિમના મિત્રો સાથે કેકે કટ કરીને તેને ખાતા ખાતા મજાક પણ કરે છે. તેનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કેક કટિંગ દરમિયાન ધોની મસ્તીના મૂડમાં દેખાયા 
વિડીયોમાં જોવા મળે છે કે ધોની જીમના મિત્રોને એક સવાલ પૂછે છે, જેના પર બધા હસવા લાગે છે. કહેવામાં આવી રહ્યું છે કે ધોનીનો આ વીડિયો રાંચીનો છે અને તેના જિમ મિત્રોએ કેક કાપીને ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) ના પાંચમા ટાઈટલની ઉજવણી કરી હતી .વીડિયોમાં જોઈ શકાય છે કે કેક કટિંગ દરમિયાન ધોની મસ્તીના મૂડમાં છે. કેક ખાતી વખતે તેણે પૂછ્યું, "અમે ખવડાવીશું, કોણ કોણ ખાશે અને કોણ કોણ ડાઈટિંગ પર છે એ કહી દો..' 

માહી ભાઈનું સેલિબ્રેશન આખું વર્ષ ચાલે છે
ધોનીના આ વીડિયો પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે જ ધોનીના સેન્સ ઓફ હ્યુમરની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું, "માહી ભાઈનું સેલિબ્રેશન આખું વર્ષ ચાલે છે, પછી નવી IPLની સિઝન આવી જશે અને તે ફરીથી જીતે જશે."સેલિબ્રેશન લૂપ હૈ યે.” અન્ય યુઝરે કોમેન્ટ કરી, “ધોની ઈમોશન છે.” નોંધનીય છે કે ધોનીની આગેવાની હેઠળની CSK એ ગુજરાત ટાઇટન્સને હરાવીને IPL 2023નો ખિતાબ જીત્યો હતો.CSKનું આ પાંચમું ટાઈટલ હતું અને એ સાથે જ CSK એ સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલામાં મુંબઇ ઇન્ડિયન્સની બરાબરી કરી હતી.

ધોનીના ઘૂંટણનું ઓપરેશન થયું હતું
ઉલ્લેખનીય છે કે, IPLની 16મી સિઝન પૂરી થયા બાદ ધોનીના ઘૂંટણનું ઓપરેશન થયું હતું. તેણે મુંબઈમાં સર્જરી કરાવી અને રાંચીમાં રિહેબ કરી રહ્યા છે. ધોની આવતા વર્ષે આઈપીએલમાં રમે તેવી શક્યતા છે. પાંચમું ટાઈટલ જીત્યા બાદ ધોનીએ કહ્યું હતું કે ચાહકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે તે તેમને મારી ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે તેના માટે મારે પણ કંઈક કરવું જોઈએ. મહત્વનું છે કે ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ