બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / A diamond merchant from Surat openly challenged Baba Dhirendra Shastri

ખુલ્લો પડકાર / જો આવું કરી બતાવે તો પોણા બે કરોડના હીરા બાબા બાગેશ્વરને આપી દઇશ: સુરતના હીરા વેપારીની ઓપન ચેલેન્જ

Malay

Last Updated: 09:25 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bageshwar Dham Sarkar: સુરતના હીરાના વેપારીએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સાથે જ તેમણે જો બાબા સત્ય જણાવે તો 1.75 કરોડના હીરા તેમના ચરણોમાં અર્પણ કરવા જણાવ્યું છે.

  • સુરતમાં દિવ્ય દરબાર પહેલા વિરોધ
  • રાજકોટ,અમદાવાદ બાદ સુરતમાં વિરોધ
  • બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર

ગુજરાતના અલગ અલગ શહેરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. જેને લઈ રાજકોટ, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ બાબાના કાર્યક્રમને લઇ વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતના હીરાના વેપારી અને અંધશ્રદ્ધા નિવારણનું કામ કરતા જનક બાબરીયાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. મહત્વનું છે કે આ પહેલા અમદાવાદ અને રાજકોટમાંથી પણ બાગેશ્વર બાબાને ચેલેન્જ આપવામાં આવી છે. 

હિન્દુઓને ટારગેટ કરવાનું કામ... ' રામચરિતમાનસ વિવાદ પર બાબા બાગેશ્વરે  આપ્યું મોટું નિવેદન I Bageshwar dham baba said on ramcharitmanas controversy

સુરતમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ
સુરતના હીરાના વેપારી જનક બાબરીયાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી છે. તેમણે જણાવ્યું છે કે, ''હું બાબાને ચેલેન્જ કરું છું કે 26, 27 મેના દિવસે જે દરબાર ભરવાનો છે તેમાં મને સ્ટેજ પર બોલાવીને ચમત્કાર/પરચા દેખાડે. હું સ્ટેજ પર 500થી 700 કેરેટ પોલિશ્ડ હીરાનું પેકેટ લઈને જઈશ. એમાં કેટલા નંગ (પીસ) હીરા છે એ પરચા દ્વારા બાબા જણાવી આપે તો બાબાની દિવ્ય શક્તિનો સ્વીકાર કરી પેકેટ બાબાનાં ચરણોમાં અર્પણ કરીશ"

જનક બાબરીયા

અમારી ટીમ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવશેઃ જનક બાબરીયા 
જનક બાબરીયાએ જણાવ્યું કે, 26 અને 27 મેના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સુરતમાં દરબાર ભરાવાનો છે. જે દિવ્ય દરબારની અંદર ચમત્કાર, અંધશ્રદ્ધા અને દિવ્ય શક્તિની વાતો કરતા હોય છે એમનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ. 26 અને 27 તારીખે અમે અમારી ટીમ દ્વારા તેમનો વિરોધ કરવાના છીએ. અમે સરકારને પણ પત્ર લખવાની છીએ. અમે કલેક્ટરને પણ આ કાર્યક્રમને મંજૂરી ન આપવા આવેદન પત્ર આપવાના છીએ. અમે આગામી સોમવારના રોજ આખા ગુજરાતમાં આવેદન પત્રો આપવાના છીએ. 

'ગુજરાતમાં આવા ઘણા બાબા આવી ગયા'
ગુજરાતની પ્રજા ક્યારેય આવા અંધશ્રદ્ધા અને દિવ્ય ચમત્કારને સ્વિકારશે નહીં. ગુજરાતમાં આવા ઘણા બાબા આવી ગયા. થોડા સમય પહેલા ઢબુડી માં એક નામ ગુજરાતમાં ચર્ચામાં આવેલું, આશારામનું નામ પણ ચર્ચામાં આવેલું ત્યારે લોકોએ તેમને વખોડી કાઢ્યા છે. ગુજરાતીઓ બજરંગદાસ બાપા અને જલારામ બાપાને આદર્શ સંત તરીકે સ્વીકાર્યા છે, કારણ કે બજરંગદાસ બાપા અને જલારામ બાપાને ક્યારેય "દિવ્ય દરબાર" ભરવાની જરૂર નથી પડી. 

...તો ધીરેન્દ્ર શાસ્ત્રીને મારી ખુલ્લી ચેલેન્જઃ જનક બાબરીયા
જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારમાં ચમત્કારની વાતો કરતા હોય તો પણ હું તેમને ચેલેન્જ આપું છું કે તેમના દ્વારા અમને આમંત્રણ આપવામાં આવે, હું તેમના દરબારમાં 500થી 700 કરેટે પોલીસ ડાયમંડનું પેકેટ લઈને જઈશ અને હીરાને લઈને કેટલાક પ્રશ્નો પૂછીશ. જો તેઓ જવાબ આપી શકે તો હું આ ડાયમંડનું પેકેટ તેમના ચરણોમાં અર્પણ કરી દઈશ.   

રાજકોટ અને અમદાવાદમાંથી બાબને પડકાર 
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ અને અમદાવાદમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર મળ્યો છે. અમદાવાદમાં ડોક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી કહ્યું કે, 'જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે કોઈ શક્તિ હોય તો તેઓ હોસ્પિટલમાં કેન્સર અને કિડનીના દર્દીઓના દુ:ખ કરે.' તો રાજકોટના સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ ડ્રગ્સ મુદ્દે બાબા બાગેશ્વરને પડકાર ફેંક્યો છે અને રૂપિયા 5 લાખના ઈનામની જાહેરાત પણ કરી છે.


   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ