બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A case of superstition in Surendranagar: 10-month-old girl dies during treatment

હે ભગવાન! / શરદી-ઉધરસ મટાડવા 10 મહિનાની બાળકીને ધગઘગતા ડામ દીધા, સારવાર દરમિયાન મોત, સુરેન્દ્રનગરનો હચમચાવી મૂકે તેવો કિસ્સો

Malay

Last Updated: 04:02 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Suredranagar News: અંધશ્રદ્ધાએ લીધો વિરમગામની 10 મહિનાની માસુમ બાળકીનો જીવ, શરદી-ઉધરસ દૂર કરવા બાળકીને અપાયા હતા ગરમ-ગરમ સોયના ડામ.

  • સુરેન્દ્રનગર જિલ્લામાં અંધશ્રદ્ધાનો કિસ્સો આવ્યો સામે 
  • બાળકીને શરદી-ઉધરસ મટાડવા આપ્યા હતા ડામ!
  • શરદી-ઉધરસ મટાડવા મંદિરમાં અપાયા હતા ડામ
  • 5 તારીખથી બાળકી હતી સારવાર હેઠળ

વિરમગામની 10 મહિનાની માસુમ બાળકીને શરદી ઉધરસ થતાં હોસ્પિટલ લઈ જવાને બદલે માતા-પિતા બાળકીને સુરેન્દ્રનગરના વડગામના મંદિરે લઈ ગયા હતા. જ્યાં તેને ગરમ-ગરમ સોયના ડામ દેવામાં આવ્યા હતા. જે બાદ બાળકીની તબિયત લથડતા તેને રાજકોટની કે.ટી શેઠ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં 4 દિવસની સારવાર બાદ આજે બાળકીનું મૃત્યુ નિપજ્યું છે. અંધશ્રદ્ધાએ 10 મહિનાની માસુમનો ભોગ લીધો છે.  

કંપારી છૂટી જાય તેવો કિસ્સો આવ્યો હતો સામે
આજનો સમય ખૂબ જ આધુનિક બની ગયો છે, પરંતુ હજુ પણ ઘણી જગ્યાએથી અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજના આધુનિક સમયમાં પણ  ગુજરાતની અંદર અંધશ્રદ્ધાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગરના વડગામમાં કાળજુ કંપાવી દે તેવો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો હતો. વિરમગામમાં રહેતા એક પરિવારની 10 મહિનાની માસુમ બાળકીને શરદી ઉધરસ થતાં તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે સુરેન્દ્રનગરના વડગામમાં માતાજીના મંદિરે લઈ જવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીને પેટના ભાગે ગરમ ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ગરમ ગરમ સોઈના ડામ આપવાથી બાળકીની હાલત વધુ ગંભીર બની હતી. 

મૃતકના માતા-પિતા

તબીયત બગડતા ખસેડાઈ હતી હોસ્પિટલમાં
જેથી તેને 5 ઓગસ્ટે સારવાર અર્થે રાજકોટની કે.ટી શેઠ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબો દ્વારા માસુમ બાળકીની સારવાર કરવામાં આવી રહી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસુમ બાળકીએ દમ તોડ્યો છે. આજે સારવાર દરમિયાન માસુમ બાળકીનું મૃત્યુ નિપજ્યું છે. 

અગાઉ કચ્છમાં પણ બન્યો હતો આવો જ બનાવ
આપને જણાવી દઈએ કે, અગાઉ આવો જ બનાવ કચ્છમાં પણ બન્યો હતો. ગાંધીધામના એરપોર્ટ ચોકડી નજીકના અંબાજી ચાર રસ્તા પાસે રહેતી 11 વર્ષની બાળકીને કમળો થયો હતો. જે બાદ પરિવારે બાળકીને હોસ્પિટલ ભેગી કરવાને બદલે અંધશ્રદ્ધા તરફ દોરાઈ ભચાઉ ભુવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભૂવાએ અગરબત્તી વડે ડામ દેતા બાળકીની હાલત ગંભીર થઇ હતી આથી તેણીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં હતી. જ્યાં 2 દિવસની ટૂંકી સારવાર બાદ દીકરીએ જીવ ગુમાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ