બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / A case of alleged employment of relatives in Baroda Dairy

ઈનામદારનું અલ્ટિમેટમ / 'ગુરુવાર સુઘી રાહ જોઇશ ન્યાય નહીં મળે તો પશુપાલકો સાથે બરોડા ડેરી સામે ઉગ્ર આંદોલન કરીશ કાલે પુરાવાઓ રજુ કરીશ'

Dinesh

Last Updated: 05:28 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરોડા ડેરીમાં સગા સંબંધીઓને નોકરી પર રખાયાના આક્ષેપને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું કે, કોઇપણ કસૂરવારને નહીં છોડું.

  • બરોડા ડેરીમાં સગાઓને નોકરી આપવાના આક્ષેપનો મામલો
  • ડિરેક્ટરના સગા સંબંધીઓને નોકરી આપ્યાનો લગાવ્યો આરોપ
  • કોઇપણ કસૂરવારને નહીં છોડું: કેતન ઇનામદાર

બરોડા ડેરીના વહીવટમાં ગેરરીતિની રાવને લઇને વખતો વખત ડેરી ચર્ચામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એકવાર બરોડા ડેરી ચર્ચામાં આવી છે. ડેરીમાં સગાઓને નોકરી આપવાના આક્ષેપનો મામલો સામે આવ્યો છે. સાવલીના ધારાસભ્યની રજૂઆત બાદ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તપાસના આદેશ હાથ ધરાયો છે. 

ન્યાય નહીં મળે તો પશુપાલકો સાથે ઉગ્ર આંદોલન કરીશ: કેતન ઇનામદાર
સાવલીના ધારાસભ્યની રજૂઆત બાદ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તપાસના આદેશ હાથ ધરાયા છે. ભ્રષ્ટાચાર મામલે સહકાર મંત્રીને રજૂઆત કરાઇ હતી. ડિરેક્ટરના સગા સંબંધીઓને નોકરી આપ્યાનો આરોપ લગાવ્યો હતો. તપાસના આદેશ બાદ કેતન ઇનામદારે વીટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકારે મારી રજૂઆતના આધારે તપાસ શરૂ કરાવી છે. તેમણે જણાવ્યું કે, ગુરુવાર સુધી હું રાહ જોઇશ અને ન્યાય નહીં મળે તો પશુપાલકો સાથે બરોડા ડેરી સામે ઉગ્ર આંદોલન કરીશ. ઇનામદારે જણાવ્યું કે, કોઇપણ કસૂરવારને નહીં છોડું અને આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયા સમક્ષ ભ્રષ્ટાચારના પુરાવા મુકીશ. તપાસ કરીને આખુ નિયામક મંડળ દૂર કરવા માગ કરી છે.

ધારાસભ્ય કેતન ઈમાનદાર

કેતન ઈમાનદારની 19 મુદ્દાની રજૂઆત
કેતન ઈમાનદારે કહ્યું કે, સંસ્થાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે તેમને છોડવામાં નહી આવે અને વહેલી તકે તપાસ પૂરી થાય તેવી આશા છે તેમજ પારદર્શક્તાથી તપાસ થવી પણ જોઈએ કેમ કે, બરોડા ડેરી સાથે લાખો પશુપાલકો સંકળાયેલા છે. તેમણે બરોડા ડેરીને લઈ 19 મુદ્દાની રજૂઆત કરી છે.

ભ્રષ્ટાચારના આક્ષેપ
બરોડા ડેરી પર ફરી એક વાર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે ડેરી વહીવટ અંગે પોતાના લેટરપેડ ઉપર નામ જોગ રજુઆત કરી થોડા દિવસ અગાઉ પણ તપાસની માંગ ઉઠાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ડેરીના વહીવટદારોએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભત્રીજા, ભાણેજ સહિતનાઓને નોકરીએ લગાડી દીધાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. તેમણે કુલ 19 મુદ્દાને લઈને લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા છે. 

દિનેશ મામાએ આપ્યું હતું રાજીનામું
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશ મામાએ રાજીનામું આપ્યું હતું.તેઓએ સ્વેચ્છાએ અને રાજીખુશીથી હોદ્દા પરથી બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું આપ્યું હતું. જેમાં પોતાના કાર્યકાળ દરમિયાન સહકાર આપનાર લોકોનો આભાર માન્યો હતો. તેમણે અગાઉ પણ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતુ ત્યારબાદ પાદરા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ