બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / વડોદરા / A case like warning from such 'Valentine' in Vadodara is rape on Sagira in Bhavnagar

ત્રણ ઘટના / વડોદરામાં આવા 'વેલેન્ટાઇન'થી ચેતવા જેવો કિસ્સો તો ભાવનગરમાં સગીરા પર દુષ્કર્મ

Mehul

Last Updated: 09:14 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં પીડિતાની યોગ્ય ઉંમર થતાં આરોપી વિધર્મી યુવક તેના વાયદાથી ફરી ગયો એક વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ. ભાવનગર અને અમદાવાદમાં પણ સગીરા બની આવી જ ઘટનાઓનો ભોગ

  • ગુજરાતમાં દુષ્કર્મની ત્રણ ઘટનાઓ
  • વડોદરા,ભાવનગર,અમદાવાદમાં ઘટનાઓ 
  • બે કેસમાં વિધર્મી યુવકોની ધરપકડ 

દેશભરમાં ''વેલેન્ટાઇન ડે' મનાવાશે પરંતુ કેટલાક કિસ્સામાં આવા દિવસો છેતરામણા સાબિત થતા હોય છે. વિવિધ 'ડે' મનાવતા-મનાવતા યુવતીઓ કેવા ખુરાફાતી અને શાતીર લોકોના મોહપાશમાં ફસાતી હોય છે તેનો એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. એક વિધર્મી યુવકે પોતાની સગીર પ્રેમિકાને પ્રેમ અને લાગ્નાની લાલચમાં ફસાવી,સંબંધો આગળ વધાર્યા હતા. તરુણી લગ્નની વયની થતા જ વિધર્મી યુવકે તરુણીથી એક ઝાટકે મો ફેરવી લઇ લગ્ન માટે ઘસીને નાં પડી દીધી હતી. દરમિયાન તરુણી સાથે એક વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. આ અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. 

વડોદરાના હાથીખાનામાં રહેતા રજ્જાક શેખ નામના શખ્સ વિરૂદ્ધ આ મામલે આરોપ લાગ્યો છે. જેમાં પીડિતાની યોગ્ય ઉંમર થતાં આરોપી તેના વાયદાથી ફરી ગયો હતો. રજ્જાક શેખે લગ્નની મનાઈ કરી દેતા પીડિતાએ J.P.રોડ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં દુષ્કર્મ -વિધર્મી સહીત બેની ધરપકડ 

બીજી એક ઘટનામાં ભાવનગરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પહેલા આ સગીરાનુ અપહરણકર્યા બાદ દુષ્કર્મ આચરવામા આવ્યુ હતું. બનાવ અંગે ફરિયાદ નોંધતા પોલીસે ત્રણ શખ્સોની કરી ધરપકડ કરી છે. જીલ્લાની અલંગ પોલીસે એક વિધર્મી સહિત બે શખ્સોની  ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદમાં સગીરા સાથે દુષ્કર્મ 

દુષ્કર્મની વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. જેમાં કૃષ્ણનગરમાં 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરાયું હતું. પોલીસે આ ગુનામાં  3 આરોપીની ઘરપકડ કરી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ સગીરાના કાકા સાથે મિત્રતા હોવાના કારણે સગીરાના ઘરે આવતા જતા હતા. ત્યારબાદ સાગર નામના આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું..જયારે આ સમગ્ર વાતની જાણ સાગરના મિત્ર રાજ્ઞેશને થતાં તેને પણ સગીરાને બ્લેકમેઇલ કરી દુષ્ક્રમ આચર્યું હતું. સગીરાએ આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળીને પોતાના પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો..પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ  ગુનો નોંધી  આરોપીઓની ધરપકડ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ