બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A bumper crop of mangoes resulted in huge income for the Talala Marketing Yard

નિરાશા / 63 દિવસમાં તાલાલા માર્કેટિંગ યાર્ડને 1 લાખ 13 હજાર બોક્સની આવક, છતાં ગીર પંથકના ખેડૂતો કેમ નિરાશ, જાણો કારણ

Kishor

Last Updated: 06:08 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરીના પુષ્કળ પાકને પગલે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં મોટાપાયે આવક થઈ હતી. જેમાંથી 300 ટન જેટલી કેરીની નિકાસ વિદેશમાં નોંધાઈ છે.

  • ગીરસોમનાથ, કેરીની સીઝન સત્તાવાર રીતે પૂર્ણ 
  • 63 દિવસ ચાલી કેરીની સીઝન 
  • 1 લાખ 13 હજાર બોક્સની આવક 

આ વર્ષની કેરીની સીઝન સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. 63 દિવસ દરમિયાન 10 કિલોના 1,13,540 જેટલા બોક્સની આવક તાલાલા માર્કેટિંગ યાર્ડમાં થઈ હતી. 300 ટન જેટલી કેરીની નિકાસ વિદેશમાં નોંધાઈ છે. કમોસમી વરસાદ અને રોગ જીવાતની સાથે અન્ય પ્રતિકૂળ પરિસ્થિતીની વચ્ચે સારું ઉત્પાદન હોવા છતાં પણ ખેડૂતોને કેસર કેરીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ગીર પંથકનો ખેડૂત કેરીના ભાવને લઈને ચિંતીત બન્યો છે. જે કેરીની નિકાસ વિદેશમાં કરવામાં આવી છે તેના બજાર ભાવો પ્રમાણમાં ખૂબ સારા મળ્યા છે. જેને લઇને જે ખેડૂતોની કેરી વિદેશમાં નિકાસ થઈ છે. તે વર્ગમાં ખુશી જવા મળે છે પરંતુ સ્થાનિક બજારમાં કેરીના સરેરાશ બજાર ભાવ 425 ની આસપાસ જોવા મળ્યા છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે. તો કચ્છમાં વાવાઝોડાને લઈને કેરીના પાકનું કચ્ચરઘાણ નીકળ્યું છે.


300 ટન કેરી વિદેશ મોકલાઈ
આ વર્ષે આંબામાં મોર આવવાનું પ્રમાણ ત્રણ તબક્કામાં જોવા મળ્યુ હતું પ્રથમ અને બીજા તબક્કામાં આવેલા મોરને કમોસમી વરસાદ અને અન્ય પ્રતિકૂળતાને કારણે નુકસાન થયું હતું. જેને કારણે ત્રીજા તબક્કામાં આવેલા મોર પર કેરીનું આવરણ થયું હતું જેને કારણે કેરીની સીઝન 63 દિવસ સુધી લંબાયેલી જોવા મળી  આ વર્ષે કેરીની સીઝનની શરૂઆત એક  અઠવાડિયા વહેલી શરૂ કરવામાં આવી હતી.


પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂત ચિંતિત
આવકમાં બમ્પર વધારો પરંતુ સરેરાશ બજાર ભાવો નીચા જોવા મળતા પુષ્કળ ઉત્પાદનની વચ્ચે બજાર ભાવોને લઈને ખેડૂતોમાં કોઈ ખાસ વિશેષ ઉત્સાહ જોવા મળતો નથી. ઉત્પાદન વધવાની સાથે કમોસમી વરસાદ અને રોગ જીવાતની સાથે અન્ય પ્રતિકૂળ પરિસ્થિતીની વચ્ચે સારું ઉત્પાદન હોવા છતાં પણ ખેડૂતોને કેસર કેરીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ગીર પંથકનો ખેડૂત કેરીના ભાવને લઈને ચિંતીત બન્યો છે.

કમોસમી વરસાદની અસર વર્તાઈ

આ વર્ષે 300 ટન જેટલી કેસર કેરીની નિકાસ લંડન, કેનેડા સહિત યુરોપના દેશોમાં કરવામાં આવી છે જે પૈકી 100 ટન કેસર કેરીની નિકાસ તાલાલા માર્કેટિંગ યાર્ડ દ્વારા યુરોપના દેશોમાં કરવામાં આવી છે તો બીજી તરફ 200 ટન ની આસપાસ કેસર કેરીની નિકાસ ખેડૂતો દ્વારા એજન્સીઓના સહકારથી વિદેશમાં કરી છે જે કેરીની નિકાસ વિદેશમાં કરવામાં આવી છે તેના બજાર ભાવો પ્રમાણમાં ખૂબ સારા મળ્યા છે જેને લઇને જે ખેડૂતો ની કેરી વિદેશમાં નિકાસ થઈ છે તે વર્ગમાં ખુશી જવા મળે છે પરંતુ સ્થાનિક બજારમાં કેરીના સરેરાશ બજાર ભાવ 425 ની આસપાસ જોવા મળ્યા છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ