બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 6 New IPOs Opened Today, Know Details Before Investing

બિઝનેસ / આજે છે કમાવવાની તક! ખુલ્યા 6 નવા IPO, રોકાણ કરતા પહેલા જાણી લો વિગતો

Megha

Last Updated: 10:31 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મહિને ઘણી કંપનીઓના IPO ખુલ્યા છે અને ઘણામાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો તો સાથે જ કેટલાક IPO ને પણ નુકસાન થયું છે. એવામાં આજે 6 નવી કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે.

હોળી-ધૂળેટીની રજા પછી આજે શેરબજાર ખૂલ્યું છે. સોમવારે હોળીના કારણે શેરબજાર બંધ રહ્યું હતું અને આજે હવે IPOમાં પૈસા રોકનારાઓ માટે પણ સારા સમાચાર છે. આજે 6 નવી કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. તમે આ IPOમાં રોકાણ કરીને સારી આવક મેળવી શકો છો. 

કેશ હાથવગી રાખજો! માર્કેટમાં ધમાલ મચાવવા આવી રહ્યા છે 13 IPO, એક ક્લિકમાં  જાણો સમગ્ર વિગત | 13 IPOs are coming, big movement will be seen in the  market next week

હવે એ વાત તો જાણીતી જ છે કે આ મહિને તાજેતરમાં ઘણી કંપનીઓના IPO ખુલ્યા છે અને આમાંના ઘણામાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો હતો. સાથે જ કેટલાક IPO ને પણ નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, કોઈપણ IPOમાં રોકાણ કરતા પહેલા, તમારે એકવાર તમારા નાણાકીય સલાહકાર સાથે વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. 

આજે ખુલતા મેઇનબોર્ડ IPOમાં SRM કોન્ટ્રાક્ટર્સ લિમિટેડનો IPO સામેલ છે. જ્યારે SME સેગમેન્ટમાં, IPOમાં બ્લુ પેબલ લિમિટેડ, GCnest લોજિટેક અને સપ્લાય ચેઇન લિમિટેડ, વૃદ્ધિ એન્જિનિયરિંગ વર્ક્સ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. 

SRM કોન્ટ્રાક્ટર્સ IPO: આ IPOનું કદ રૂ. 130.20 કરોડ છે. ઈશ્યુ 26 માર્ચે ખુલશે અને 28 માર્ચે બંધ થશે. શેરનું લિસ્ટિંગ 3 એપ્રિલે BSE અને NSE પર થઈ શકે છે. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 200-210 પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 70 શેર છે.

Tag | VTV Gujarati

GConnectLogitech: આ એક SME IPO છે. કંપની IPO દ્વારા રૂ. 5.60 કરોડ એકત્ર કરવા માંગે છે. ઈશ્યુ માટે શેર દીઠ રૂ. 40ની પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી છે. આમાં રોકાણકારોએ ઓછામાં ઓછા ત્રણ હજાર શેર ખરીદવા પડશે. IPOનું લિસ્ટિંગ 3 એપ્રિલે થશે. 

ટ્રસ્ટ ફિનટેક IPO: 63.45 કરોડનો આ પબ્લિક ઈશ્યુ પણ 26 માર્ચે ખુલશે અને 28 માર્ચે બંધ થશે. NSE SME પર 4 એપ્રિલે શેરનું લિસ્ટિંગ થઈ શકે છે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ 95-101 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 1200 શેર છે.

વધુ વાંચો : હવે દીકરીના લગ્નનું ટેન્શન છોડો, બસ રોજના જમા કરો 121 રૂપિયા, ને લગ્નની ઉંમરે મેળવો રૂ. 27 લાખ

આ સિવાય આજે એસ્પાયર ઈનોવેટીવ એડવર્ટાઈઝીંગનો આઈપીઓ પણ ખુલવા જઈ રહ્યો છે. આમાં પણ 28મી માર્ચ સુધી રોકાણ કરવાની તક છે. આ IPOનું લિસ્ટિંગ 3 એપ્રિલે થશે. ઉપરાંત બ્લુ પેબલનો IPO 26 થી 28 માર્ચ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 159 થી 168 રૂપિયા રાખવામાં આવી છે. IPOનું લિસ્ટિંગ 3 એપ્રિલે થશે. 

અને છેલ્લે વૃદ્ધિ એન્જિનિયરિંગ વર્ક્સનો IPO પણ 26મી માર્ચે ખુલવા જઈ રહ્યો છે. IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 66 થી 70 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. તમારે ઓછામાં ઓછા 200 શેર ખરીદવા પડશે. 26 થી 28 માર્ચ દરમિયાન ટ્રસ્ટ ફિનટેકના IPOમાં રોકાણ કરવાની તક પણ છે. કંપનીએ ઇશ્યૂ માટે શેર દીઠ રૂ. 95-101ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ