બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4206 new corona cases in 6 days in Gujarat

મહાસંકટ / ગુજરાતમાં કોરોનાની રોકેટ ગતિ, ત્રીજી લહેરના સંકેત!, 6 દિવસમાં કોરોના 4000ને પાર, નિષ્ણાંત ડૉક્ટરોએ આપી આ ચેતવણી

Vishnu

Last Updated: 11:16 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થતાંની સાથે જ 2 ગણી ઝડપે કેસ વધી રહ્યા છે. અમદાવાદ બન્યું કોરોનાનું હોટસ્પોટ

  • ઓમિક્રોન સાથે ડેલ્ટાના વધી રહ્યા છે કેસ 
  • 6 દિવસમાં 4206 નવા કોરોનાના કેસ 
  • શું ફરી કોરોના સુનામી તરફ આગળ વધી રહ્યા છીએ?

ગુજરાતના લોકો હવે સાવધાન બની જજો... કારણ કે, જે કોરોનાની સંભવીત ત્રીજી લહેરની હવે ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે... કોરો ફરી તેની પીક પકડી રહ્યો છે.. જ્યારે બીજી તરફ સરકાર માત્ર લોકોને સાવધાની વરતવા કહી રહી છે.. પરંતુ જો આ ત્રીજી લહેર આવી તો ગુજરાતને બીજી લહેર કરતા પણ સંભીર પરિણામ ભોગવવા પડશે..


નિષ્ણાત ડોક્ટરોને ડર, રાજકીય મેળાવડા બંધ કરો
કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ ત્રીજી લહેર આવશે તેવી આશંકાઓ સેવાઈ રહી હતી.. પરંતુ તે સંભવિતતા હવે હકીકત બની ચૂકી છે.. કારણ કે, ગુજરાતમાં રોજ 2 ગણી ઝડપે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે...  અને જો આજ ગતિએ સંક્રમણ વધતું રહ્યું તો.. ગત એપ્રિલ જેવી જ સ્થિતિ ગુજરાતમાં સર્જાશે... નિષ્ણાત ડોક્ટરોને તો ડર છે કે, જો આગામી ફેબ્રુઆરી મહિના સુધી એટલે કે, 30 કે 40 દિવસો સુધી રાજકીય મેળાવડા અને સામાજીક પ્રસંગો બંધ ન રહ્યા તો.. ગુજરાતને બીજી લહેરમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ જેવા જ હાલાતમાંથી પસાર થવું પડશે. કારણ કે, હાલમાં ફરી એકવાર અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોર્ટ બની ચૂક્યું છે..નવા વર્ષના પ્રથમ દિવસે જ અમદાવાદમાં 559 કોરોનાના નવા કેસો નોંધાયા છે.. અને 2 જાન્યુઆરી એટલે કે આજના દિવસે 404 કેસ નોંધાયા છે. જોકે . હાલની સ્થિતિને જોતા આહનાના નિષ્ણાત ડોક્ટરનું શું કહેવું છે જરા તે પણ સાંભળો.. 

શાળા બંધ ક્યારે થશે?
મહત્વનું છે કે, હવે તો રાજ્યમાં આરોગ્ય મંત્રીએ પણ એ સ્વિકારી લીધું છે કે, રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે.. અને આ મામલે સરકાર ગંભીર રીતે પગલા પણ ભરી રહી છે.જોકે બીજી તરફ આરોગ્ય મંત્રીએ શાળાઓ મુદ્દે એવું જણાવ્યું કે, હાલ સરકાર શાળાઓ બંધ કરવાની દિશામાં કોઈ વિચારણા નથી કરી રહી.. જ્યાં કેસ આવે ત્યાં માત્ર વર્ગખંડ પુરતી જ શાળાઓ બંધ કરાય છે.જોકે લોકોની સુરક્ષાનો મુદ્દો આવ્યો ત્યારે આરોગ્ય મંત્રી જાણે પોતાની જવાબદારીઓમાંથી છટકતા હોય તેમ જનતા પર જ પોતાની સુરક્ષાનો ટોપલો ઢોળી દીધો.જાણે જનતા જ તાયફા કરતી હોય.

6 દિવસમાં 4206 કેસ
રાજ્યમાં કોરોના કેટલા પ્રમાણમાં વધી રહ્યો છે.. તેના પર નજર કરીએ તો છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 4206  કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 28 ડિસેમ્બરે 394 કેસ, 29 ડિસેમ્બરે 548 કેસ, 30 ડિસેમ્બરે 573 કેસ, 31 ડિસેમ્બરે 654 કેસ અને નવા વર્ષના પહેલા દિવસે એટલે કે, 1 જાન્યુઆરીએ 1069 કોરોનાના નવા કેસ નોંધાયા છે.. અને આજે 968 કેસ.. આ આંકડા પરથી જ અંદાજ લગાવી શકાય છે કે, રાજ્ય કેટલી ગંભીર સ્થિતિમાં પહોંચી ગયું છે.. કદાચ તમને એ વાત જાણીને ઝટકો લાગશે કે, 25 માર્ચ 2020માં ભારતમાં માત્ર 72 પોઝિટીવ કેસ હતા.. અને ત્યારે સમગ્ર ભારતમાં લોકડાઉન લગાવી દેવાયું હતું.. જ્યારે ગઈકાલે માત્ર ગુજરાતમાં માત્ર અમદાવાદમાં 559 કેસ અને આજે 404 કેસ નોંધાઈ ચૂક્યા છે.. ત્યારે પણ ગુજરાતની સરકાર કે, લોકો ગંભીર નથી.. આશા રાખીએ કે, આ અહેવાલ જોયા બાદ સરકાર ન જાગે તો પણ ગુજરાતની જનતા જાગૃત બનશે.. નહીંતર આવનાર સમયમાં દરેક ઘર સુધી કોરોના પહોંચતા વાર નહીં લાગે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ