બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / 400-year-old method of making firecrackers in Vadodara, know how fireworks were made centuries ago

ખાસ જાણો / ગુજરાતના આ શહેરમાં 400 વર્ષ જૂની ફટાકડા બનાવવાની કળા થઈ પુન : જીવિત, જાણો સદીઓ પહેલા આવી રીતે બનતા ફટાકડા

Kiran

Last Updated: 01:33 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા જિલ્લાના ફતેહપુરના કુમ્હારવાડામાં કેટલાક કારીગરો રહે છે જે માટીનો ઉપયોગ કરીને ચાર સદીઓ જુના ફટાકડા બનાવવામાં પુણતા ધરાવે છે

  • સદીઓ જૂની ફટાકડા બનાવવાની કળા પુનઃ જીવિત
  • કોઠી ફટાકડા બનાવવાની આ રીત 400 વર્ષ જૂની 
  • જૂની કલા ફરી જીવિત થતા અનેક આશાઓ જાગી

દિવાળી આવે એટલે ફટાકડાની યાદ આવે, નાના મોટા સૌ કોઈને ફટાકડા ફોટી દિવાળીના પર્વની ઉજવણી કરતા હોય છે. બજારમાં મળતા અવનવા ફટાકડાઓ ધ્વનિ પ્રદુષણમાં વધારો તો કરે છે સાથે એટલા હાનિકારક પણ હોય છે ત્યારે આપને જાણીને આનંદ થશે કે વડોદરામાં અંદાજીત 400 વર્ષ જુની ફડાકડાની કલાને પુનઃ જીવિત કરવામાં આવી છે, જેમાં વડોદરાના પ્રમુખ પરિવાર ફાઉન્ડેશ નામની એનજીઓએ ચાર સદીઓ જુની આ કલાને ફરી જીવિત કરવામાં મદદ કરી છે. 


સદીઓ જૂની ફટાકડા બનાવવાની કળા થઈ પુનઃ જીવિત

વડોદરા જિલ્લાના ફતેહપુરના કુમ્હારવાડામાં કેટલાક કારીગરો રહે છે જેઓ માટીનો ઉપયોગ કરીને ચાર સદીઓ જુના ફટાકડા બનાવવામાં પુણતા ધરાવે છે, આ પ્રકારના ફટાકડાઓ કોળી તરીકે ઓળખાય છે. માટીનો ઉપયોગ કરીને ફટાકડા બનાવવાની કલા એ 400 વર્ષ જૂની છે. પરતું બજારમાં મળતા ચાઈનીઝ ફટાકડા ભારતીય બજારોમાં છલકાઈ ગયા જેના કારણે લગભગ બે દાયકા સુધી આ ફટાકડાનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું પરતું હવે આ કળા ફરી જીવિત થઈ છે. વડાપ્રધાન મોદીના મંત્ર વોકલ ફોર લોકલના સુત્રને સાર્થક કરવા માટે પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન નામની એનજીઓએ વર્ષો જૂની કલાને ફરીથી જીવંત કરવા પ્રેરણા આપી, આ કળા ફરી જીવિત થતા નવી પેઢીઓ સમક્ષ સદીઓ પૂર્વ કેવા ફટાકડાનો ઉપયોગ થયો તે જાણી શકાશે, એટલું જ નહીં કેટલીક રોજગારીની તકોનું પણ સર્જન થશે. 

સદીઓ પહેલા આવી રીતે બનતા ફટાકડા

પ્રમુખ પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નીતલ ગાંધી જણાવે છે કે "આ ફટાકડા 100 ટકા સ્વદેશી છે. એક કુંભાર માટીનો ઉપયોગ કરીને કોઠીઓ માટીમાંથી બનાવે છે. આ કોઠીઓ ચક્રી કાગળ અને વાંસમાંથી બને છે. અમારો ઉદ્દેશ્ય વધુને વધુ આવા ફટાકડાઓ પ્રદાન કરવાનો છે. સ્થાનિક કલાકારોને રોજગાર તો મળશે જ સાથે આ ઇકો-ફ્રેન્ડલી છે જેથી પર્યવારણને પણ ફાયદો થશે, આ ફટાકડાઓનો ઉપયોગ કર્યા પછી તે પાણીમાં  ઓગળી જાય છે. ઉપરાંત, તે બાળકો માટે સલામત છે. કોઈપણ વ્યક્તિ આ ફટાકડાનો ઉપયોગ કરી શકે છે. અમારી થીમ 'વૉકલ ફોર લોકલ' છે.

ફટાકડા બનાવવાની આ રીતે 400 વર્ષ જૂની 

કોઠીઓ ફટાકડા બનાવવા માટે જાણકાર રમણ પ્રજાપતિ નામના કારીગરે તેને ફરી એકવાર કોઠીઓ બનાવે છે ત્યારે આ માટે એનજીઓને શ્રેય આપે છે કારીગરે કહ્યું કે આ ફટાકડા એ હદે સુરક્ષિત છે કે કોઈ તેને હાથમાં રાખીને તેને ફોડી શકે. ફટાકડા બનાવવાની આ રીતે 400 વર્ષ જૂની છે. મહત્વનું છે કે મોટી ઉંમરના લોકો કોઠીઓ બનાવતા હતા પરતું 20 વર્ષ પહેલા મેં ફટાકડા બનાવવાનું બંધ કરી દીધું કારણ કે તે નફાકારક નહોતું. પણ પછી પ્રમુખ પરિવાર ફાઉન્ડેશનના નીતલ ભાઈ આવ્યા અને મેં તેમને થોડી કોઠીઓના નમૂના બતાવ્યા. પછી મેં  માટીના 2 ટ્રેક્ટરો ગોઠવણ કરીને કોઠીઓ બનાવ્યા અને આ રીતે સદીઓ જૂની રીતે ફરી જીવિત થઈ, આ દિવાળી દરમિયાન મને કમાણી થઈ આ ફટાકડાને કારણે સારી કમાણી થઈ વધુમાં કારીગરે કહ્યું કે અમે 1-5 લાખ કોઠીઓ બનાવી શકીએ છીએ, આગામી વર્ષોમાં પણ આ કામ ચાલું જ રહેશે. 

જૂની કલા ફરી જીવિત થતા અનેક આશાઓ જાગી

આપને જણાવી દઈએ કે હાલ બજારમાં મળતા ફટાકડાને કારણે પ્રદુષણ વધ્યું છે. તેમજ પર્યાવરણને જોખમી પણ છે, ત્યારે ફટાકડા બનાવવાની  400 વર્ષ જૂની કલા ફરી જીવિત થતા અનેક આશાઓ જાગી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ