બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 400 workers including former president of Bharuch city Congress joined BJP

તડજોડ / ભરૂચ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું, પૂર્વ પ્રમુખ સહિત 400 કાર્યકરોએ કર્યા કેસરિયા, AAPના 2 તૂટયા

Vishnu

Last Updated: 08:20 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચ કોંગ્રેસમાં તાજેતરમાં જ રાજીમાનું આપનાર શહેર કોંગ્રેસના પ્રમુખ વિકી શોખી સહિત 400 જેટલા આગેવાન ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા

  • ભરૂચમાં કોંગ્રેસને ઝટકો
  • શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા
  • 400 કાર્યકરો સાથે કર્યો કેસરીયો

ફરી આજે કોંગ્રેસ માટે મુશ્કેલ સમાચાર આવ્યા, કોંગ્રેસના યુવા નેતા વિશ્વનાથ સિંહ વાઘેલાએ આજે કોંગ્રેસને રામ રામ કરી દીધું છે. આમ તો હાર્દિક પટેલ જ્યારે નારાજ થયા અને કોંગ્રેસ છોડી ત્યારે જ તેમની સાથે વિશ્વનાથસિંહ પણ કોંગ્રેસ છોડશે જ તેવો એક મત વ્યક્ત થયો હતો તે સમયે જોકે વિશ્વનાથસિંહે દાવો કર્યો હતો કે તે કોંગ્રેસમાં જ છે અને રહેવાના છે. પણ હવે વિશ્વનાથસિંહને આંતરિક જૂથવાદ નડવા લાગ્યો અને તેમણે કોંગ્રેસ પર અનેક આક્ષેપો સાથે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. તેમની જગ્યાએ 

કોણ કોણ જોડાયું ભાજપમાં?
તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપી દીધા હતા. ત્યારે આજે રવિવારે તેઓ સત્તાવાર જાહેરાત મુજબ વિધિવત ભાજપમાં જોડાઈ ગયા હતા. ભરૂચ ડિસ્ટ્રીકટ કો ઓ સહકારી બેંક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ,પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ધર્મેશ મિસ્ત્રી, સહિતના આગેવાનોની  ઉપસ્થિતિમાં કોંગ્રેસના 400 જેટલા હોદેદારો અને કાર્યકરો  ભાજપની વિચારધારાને પસંદ કરી હતી આ સાથે આમ આદમી પાર્ટીના 2 હોદેદારોને ભાજપમાં આવકાર આપી કેસરિયો ખેસ પહેરાવાયો હતો.
 
 

2થી3 કાર્યકરો વ્યક્તિગત પ્રશ્નને લઈ ભાજપમાં જોડાયા: પરિમલસિંહ રાણા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ
આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણાએ  પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે 2થી3 કાર્યકરો તેમના વ્યક્તિગત પ્રશ્નને લઈ ભાજપમાં જોડાયા છે પરંતુ 200થી400 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાત ખોટી છે

ચૂંટણી પહેલા કોંગ્રેસ સતત તૂટી રહી છે..!
એક તરફ આવતી કાલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, બીજી તરફ વિધાનસભાની ચૂંટણી સાવ નજીકમાં છે તેવામાં કોંગ્રેસના વધુ એક નેતાની નારાજગી કોંગ્રેસ માટે મુશ્કેલી વધારનારા બેશક બનશે. જોકે જ્યારે જ્યારે કોંગ્રેસના નેતાઓએ કોંગ્રસને અલવિદા કહી છે ત્યારે ત્યારે કોંગ્રેસના નેતાઓ એમ કહેતા જોવા મળ્યા છે કે કોંગ્રેસે એમને આપવામાં બાકી શું રાખ્યુ કે તેમણે આમ કર્યું? કે પછી કોઇના પણ જવાથી કોંગ્રેસને ફરક પડતો નથી. આવા નિવેદનો સામાન્ય રીતે સામે આવતા રહ્યા છે અને આજે પણ આવા જ નિવેદનો આવતા રહ્યા અને આવતા પણ રહેશે. આ તરફ જે કોંગ્રેસના નેતાઓ વફાદારીની  કસમો ખાતા હતા તેમને અચાનક સમય સમયે જૂથવાદ, કકળાટ, અપમાન બધુજ એક સાથે  દેખાવા લાગે છે. સમયે સમયે નેતાઓને બ્રહ્મજ્ઞાન પણ થતુ હોય છે. સવાલ એ છે કે આ રીતે પડતા રાજીનામાથી રાજકીય પક્ષોને શું લાભ ગેરલાભ આખરે? કોંગ્રેસ તૂટી રહી છે તો તેને બચાવવા માટે શુ પરિવર્તન આવશ્યક છે? જો હા તો કયા અને સૌથી મોટો સવાલ કે એ પરિવર્તનો કોંગ્રેસ સ્વીકારી શકે કે અપનાવી શકે ખરી? 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ