બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 30-years of India-Israel friendship: PM Modi says 'time to set new goals' to take forward ties

30 વર્ષનો સંબંધ / દેશમાં પેગાસસ વિવાદની વચ્ચે ઈઝરાઈલને લઈને 3 મિનિટનું ભાષણ આપ્યું PM મોદીએ, જાણો શું બોલ્યાં

Hiralal

Last Updated: 10:12 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પેગાસસ વિવાદની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ તેમના સાડા ત્રણ મિનિટના ભાષણમાં ઈઝરાઈલના સંબંધોને વધારે મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો

  • ભારત-ઈઝરાયલના સંબંધોના 30 વર્ષ પૂર્ણ
  • પ્રધાનમંત્રી મોદીએ આપ્યું સાડા ત્રણ મિનિટનું ભાષણ
  • ઈઝરાઈલના સંબંધોને વધારે મજબૂત બનાવવાનો સંકલ્પ

ભારત સરકારે ઈઝરાયલ પાસેથી પેગાસસ ખરીદ્યું હોવાના એક વિદેશી અખબારના રિપોર્ટ બાદ દેશમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે. પેગાસસ પર મચેલા રાજકીય ઘમાસાણની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ઈઝરાઈલ સાથે સાડા ત્રણ મિનિટ સંવાદ સાધ્યો. આજે ભારત અને ઈઝરાઈલ વચ્ચેના સંબંધોને 30 વર્ષ પૂર્ણ થયા આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ સાડા ત્રણ મિનિટનું ભાષણ આપ્યું પણ તેમાં પેગાસસનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નહોતો. 

યહૂદી સમુદાયે ભારતીય સમાજમાં ઘણું યોગદાન આપ્યું 
મોદીએ કહ્યું હતું કે, આજે આપણા સંબંધોમાં એક વિશેષ દિવસ છે. 30 વર્ષ પહેલા આજના જ દિવસે આપણી વચ્ચે રાજદ્વારી સંબંધો સંપૂર્ણપણે સ્થાપિત થયા હતા. બંને દેશો વચ્ચે એક નવા અધ્યાયની શરૂઆત થઈ. આપણા લોકો વચ્ચે સદીઓથી ગાઢ સંબંધ રહ્યો છે કારણ કે ભારતનું મૂલ્ય પ્રકૃતિ છે કે સેંકડો વર્ષોથી આપણો યહૂદી સમુદાય ભારતીય સમાજમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના સુમેળભર્યા વાતાવરણમાં રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "અત્યારે જ્યારે દુનિયામાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યાં છે. ભારત અને ઇઝરાયલના સંબંધોનું મહત્વ વધુ વધ્યું છે. પારસ્પરિક સહકાર માટે નવા લક્ષ્યાંકો નક્કી કરવાની આનાથી વધુ સારી તક કઈ હોઈ શકે? મને વિશ્વાસ છે કે ભારત-ઇઝરાયલની મિત્રતા આવનારા દાયકાઓમાં પરસ્પર સહયોગના નવા રેકોર્ડ સર્જતી રહેશે.

આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે સહકાર વધશે.

30 વર્ષ પહેલા આજના જ દિવસે ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધો સંપૂર્ણપણે સ્થાપિત થયા હતા. ભારતે 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ઇઝરાયલને માન્યતા આપી હતી. જો કે 29 જાન્યુઆરી, 1992ના રોજ બંને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા. ત્યારથી, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બહુઆયામી વ્યૂહાત્મક ભાગીદારીમાં વિકસિત થયા છે. 

ઈઝરાયલી જાસૂસી સોફ્ટવેર પેગાસસ ફરી ચર્ચામાં
અમેરિકી અખબારના રિપોર્ટ બાદ દેશની રાજનીતિ ગરમઈ છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સનો રિપોર્ટ છે કે ભારતે 2017માં ઈઝરાઈલની સાથે 15 હજાર કરોડ રુપિયમાં પેગાસસ જાસૂસી સોફ્ટવેર અને બીજા રક્ષા સોદા કર્યાં હતા. ત્યારે મોદી ઈઝરાયલ ગયા હતા. જોકે આજના  ભાષણમાં પીએમ મોદીએ પેગાસસનો કોઈ ઉલ્લેખ ન કર્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ