બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / 287 houses in dilapidated condition along Ahmedabad Rath Yatra route

સર્વે / અમદાવાદના માથે મંડરાતો ખતરો! રથયાત્રાના રૂટમાં 287 મકાનો ભયજનક સ્થિતિમાં, AMCની નોટિસ

Malay

Last Updated: 09:12 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC Survey: આગામી 20 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, ત્યારે AMCને રથયાત્રાનાં રૂટ પર આવતા ભયજનક મકાનો યાદ આવ્યા છે.

 

  • 20 જૂને નીકળશે જગન્નાથજીની 146મી રથયાત્રા
  • રથયાત્રાના રૂટમાં 287 મકાન જર્જરિત
  • AMCએ મકાન માલિકને ફટકારી નોટિસ 

જમાલપુર ખાતેના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરેથી દર વર્ષની અષાઢી બીજે અમદાવાદની અસ્મિતા સમાન રથયાત્રા ઠાઠમાઠથી નીકળતી આવી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે તે દિવસે લોકોનાં સુખ-દુઃખથી વાકેફ થવા નિજમંદિરથી બહાર નીકળી નગરચર્યાએ નીકળતાં હોય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓની ભીડ પ્રભુનાં દર્શનાર્થે સમગ્ર રથયાત્રાના રૂટ પર ઊમટી પડે છે.

File Photo

રથયાત્રા પહેલા કરાયો જોખમી મકાનોનો સર્વે
આ ઐતિહાસિક રથયાત્રા અગાઉ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા રૂટ પરનાં જોખમી મકાનોનો સર્વે કરવામાં આવે છે. આ પણ એક પરંપરાગત સર્વેની પ્રક્રિયા બની છે, જે મુજબ દર વર્ષે રૂટ પરનાં જોખમી મકાનોની સંખ્યામાં વધ-ઘટ થાય છે. આ વખતના સર્વેમાં તંત્રના ચોપડે કુલ 287 મકાન જર્જરિત હોવાનું નોંધાયું છે. જેમાં જમાલપુર, ખાડિયા, શાહપુર અને દરિયાપુર વિસ્તારનો સમાવેશ થાય છે. જેથી AMCએ તમામ મકાન ધારકોને નોટિસ ફટકારી છે. 

કોટ વિસ્તારમાં મોટા ભાગે જૂના મકાનો
સૌથી વધુ ભયજનક મકાન ખાડિયામાં છે. રથયાત્રા અમદાવાદના કોટ વિસ્તારમાં ફરે છે, જ્યાં મોટા ભાગે જૂના મકાનો છે. જેમાના કેટલાક જર્જરિત હાલતમાં છે. મકાનમા રિપેરિંગ કામકાજ કરવુ પડે તેમ છે પણ કેટલાક મકાનો ભાડે આપેલા હોવાથી તેઓ રિપેરિંગ કરાવવાની તસ્દી લેતા નથી. આવા મકાનોને કારણે રથયાત્રા વખતે કોઇ દુર્ઘટના થવાની સંભાવનાઓ વધી જાય છે. જેના માટે અમદાવાદ મહાનગરપાલિકાએ સર્વે કરી ભયજનક મકાનોને નોટિસ પાઠવી છે. 

દર વર્ષે આપવામાં આવે છે નોટિસ
ઉલ્લેખનીય છે કે, દરવર્ષે રથયાત્રા વખતે ભયજનક મકાનોને નોટિસ આપવામા આવે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામા આવતી નથી. જેના કારણે આવા મકાનોની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. આ જર્જરિત મકાનો ચાહે તે વપરાશી હોય કે બિનવપરાશી હોય, પરંતુ સત્તાવાળાઓ દ્વારા જે તે મકાનના જર્જરિત ભાગને તત્કાળ ઉતારી લેવાની નોટિસ પાઠવાય છે. જોકે, જે તે મકાનના માલિક અને ભાડુઆત વચ્ચેના ઝઘડાના કારણે તેના રિપેરિંગનો મામલો ટલ્લે ચઢતો રહે છે. પરિણામે વરસાદ બાદ ભયજનક મકાન આખેઆખું તૂટી પડીને જાન-માલને ગંભીર નુકસાન થાય તેવા કિસ્સા પણ નોંધાય છે.

જાણો ક્યા વોર્ડમાં કેટલા જર્જરિત મકાનો
રથયાત્રાના રૂટ પરના કયાં વોર્ડમાં કેટલા ભયજનક મકાનો આવેલા છે તેની પર જો નજર કરીએ તો જમાલપુરમાં 10 ભયજનક મકાનો આવેલા છે. જ્યારે ખાડિયામાં 148, ખાડિયા 2માં 32, દરિયાપુરમાં 109, શાહીબાગમાં 9 અને શાહપુરમાં 4 ભયજન મકાનો આવેલા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ