બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / 2019 Bajaj CT110 Unofficially Launched In India
Bajajએ કિક સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત 37997 અને સેલ્ફ સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત 44352 રૂપિયા છે. Bajaj CT 110ની આ કિંમત એક્સ શો રૂમની છે. CT 100થી અલગ લૂક આપવા માટે Bajajએ CT 110માં ઘણી અપડેટ્સ આપી છે.
ADVERTISEMENT

Bajaj CT 110માં ટેન્ક પેડ્સ અને નવા ગ્રાફિક આપવામાં આવ્યા છે. તેના એન્જિન, ગિયરબોક્સ, વ્હીલ, હેન્ડલબાર અને ગ્રેબ-રેબ્સ બ્લેક કલરમાં આપવામાં આવ્યા છે. Bajaj CT 110ની સીટ મોટી છે. ટેલેસ્કોપિક ફોકર્સ અને મિરર્સ માટે રબરના કવર આપવામાં આવ્યા છે. નવી બાઇકમાં પ્લેટિના 110માં આપવેલા આવેલુ 115CCનું એન્જિન છે. આ એન્જિન 8.6bhpનો પાવર અને 9.81Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.
ADVERTISEMENT
નવી બાઇક Bajaj CT 110 અને Bajaj Platina 110 ની વચ્ચેના સેગમેન્ટમાં ઉતારવામાં આવી છે. જોકે હજુ સુધી આ બાઇકની ડિલીવર ગ્રાહકોને કરવાની શરૂ થઇ નથી. કંપનીએ દેશભરમાં પોતાના ડિલરશિપ પર આ નવી બાઇક મોકલવાનું શરૂ કરી દીધુ છે.

ADVERTISEMENT
ફિચર્સની વાત કરવામાં આવે તો નવી Bajaj CT 110માં ટેલેસ્કોપિક ફોકર્સ અને રિયરમાં ટ્વિન શોર્ક અબ્ઝોર્બર્સ આપવામાં આવ્યા છે. બાઇકમાં ડિસ્ક બ્રેકને ઑપ્શન નથી. જોકે તેમાં એન્ટી સ્કિડ બ્રેક આપવામાં આવી છે, જે Bajajની કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ છે. Bajaj CT 110ની ટક્કરTVS Sport Vs Hero HF Deluxe જેવી બાઇક્સની સાથે થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.