2000 rs traffic challan if helmet strap not tied or not confirming
નવો નિયમ /
ખાલી હેલ્મેટ પહેરેલુ હોય તેનાથી નહીં ચાલે, આ કામ તો કરવું જ પડશે, નહીંતર લાગશે 2000 રૂપિયાનો દંડ
Team VTV05:34 PM, 18 May 22
| Updated: 05:41 PM, 18 May 22
નવા ટ્રાફિક નિયમ અનુસાર આપે હેલ્મેટ પહેર્યુ હશે તો પણ 2000 રૂપિયાનો દંડ લાગશે. આવું એટલા માટે કહી શકાય કેમ કે, આજે અમે તેના વિશે આપને જાણકારી આપવાના છીએ.
નવા ટ્રાફિક નિયમો જાણી લેજો
નહીંતર ભારે દંડાશો
આ નિયમ પાળવા ફરજિયાત છે
નવા ટ્રાફિક નિયમ અનુસાર આપે હેલ્મેટ પહેર્યુ હશે તો પણ 2000 રૂપિયાનો દંડ લાગશે. આવું એટલા માટે કહી શકાય કેમ કે, આજે અમે તેના વિશે આપને જાણકારી આપવાના છીએ. હકીકતમાં મોટર વ્હીકલ એક્ટ અનુસાર મોટરસાયકલ, સ્કૂટર ચલાવતી વખતે જો આપે હેલ્મેટની સ્ટ્રિપ નહીં બાંધી હોય તો, નિયમ 194D MVA અનુસાર આપને 1000 રૂપિયાનો દંડ લાગશો અને જો આપે BIS વગરનું હેલ્મેટ પહેર્યુ હશે તો, 194D MVA અનુસાર આપને 1000 રૂપિયો દંડ લાગશે.
20 હજારથી વધારેનું ચલણ કપાશે
આ ઉપરાંત નવા મોટર વ્હીકલ એક્ટ અનુસાર વાહનમાં ઓવરલોડિંગ કરવા પર આપને 20,000 હજાર રૂપિયાનો ભારેભરખમ દંડ ચુકવવો પડશે. આ ઉપરાંત આવું કરવા પર પ્રતિ ટન 2000 રૂપિયાનો વધારાનો દંડ પણ આપવો પડશે. આવું પહેલા પણ થઈ ચુક્યું છે. જો તમે પણ આવુ કરશો જો કેટલાય હજારનો દંડ આપે ભરવો પડશે.
ચલણ કપાયુ છે કે નહીં તે જાણવા માટે અહીં ક્લિક કરો
https://echallan.parivahan.gov.in વેબસાઈટ પર જાઓ અને ચલણનું સ્ટેટસ વિકલ્પ પસંદ કરો. આપે ચલણ નંબર, વાહન નંબર અને ડ્રાઈવિંગ લાયસંસ નંબરનું ઓપ્શન મળી જશે. વાહન નંબરનો ઓપ્શન પસંદ કરો. માગવામા આવેલી જાણકારી ભરો અને ગેટ ડિટેલ પર ક્લિક કરો. હવે ચલણનું સ્ટેટસ તમારી સામે આવી જશે.