બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 20 year old student dies of heart attack while preparing for police recruitment in Amreli

દુઃખદ / અમરેલીમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં 20 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, ગોપાલક સમાજમાં ઘેરો શોક, દુખાવો ઉપડ્યો અને..

Vishal Khamar

Last Updated: 10:57 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીનાં બાબરાનાં ગોપાલક છાત્રાલયમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થી બે દિવસ પહેલા જ ગામેથી અભ્યાસ અર્થે આવ્યો હતો. આ બાબતની જાણ પરિવારજનોને થતા શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

  • અમરેલીનાં બાબરાનાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત
  • 20 વર્ષનાં રવિ વકાતર નામનાં વિદ્યાર્થીનું મોત
  • યુવક પોલીસ ભરતીની તૈયારી કરતો હતો

 અમરેલીનાં બાબરાનાં ગોપાલક છાત્રાલયમાં રહી સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. 20 વર્ષનાં રવિ વકાતર નામનાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નિપજતા છાત્રાલયનાં વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઈ જવા પામી હતી. 

છાત્રાલયમાં અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો
છાત્રાલયમાં રહીને પોલીસ ભરતીની તૈયારી કરતો વિદ્યાર્થી રવિ વકાતર બે દિવસ પહેલા જ જસદણનાં કડુકા ગામેથી અભ્યાસ અર્થે આવ્યો હતો. ત્યારે છાત્રાલયમાં અચાનક રવિને છાતીમાં દુખાવો ઉપડતા છાત્રાલયનાં વિદ્યાર્થીએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરનાં ર્ડાક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.  રવિના મોતના સમાચાર તેનાં પરિવારજનો તેમજ તેનાં મિત્રોને થતા તમામ લોકોમાં શોક વ્યાપી ગયો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણો શું છે - 

1. કામનું પ્રેશર - 
આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે. 

2. ધૂમ્રપાન અથવા આલ્કોહોલ
કામના દબાણ અને તણાવને ઘટાડવા માટે આજના યુવાનો ઘણીવાર ધૂમ્રપાન અથવા દારૂ પીવા તરફ આકર્ષાય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ પણ બની શકે છે.

3. સ્થૂળતા
વધુ પડતી સ્થૂળતા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. આજના સમયમાં યુવાનોમાં જંક ફૂડ ખાવાની આદત છે. કસરતનો અભાવ, સ્ટ્રેસ, આ બધી બાબતો તેમને સ્થૂળતા તરફ લઈ જઈ શકે છે અને વધુ પડતી સ્થૂળતા હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

4. જંક અને ફાસ્ટ ફૂડ
આપણી ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતો આપણા આખા શરીર પર નકારાત્મક અસર કરે છે. યુવાનોમાં એવું જોવા મળે છે કે ફળો, શાકભાજી અને અનાજને બદલે તેઓ જંક ફૂડ, પેક્ડ ફૂડ અથવા રેડી ટુ ઈટ ફૂડ (ફાસ્ટ ફૂડ) પર વધુ આધાર રાખે છે. આ ખોરાક આપણા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેની સીધી અસર આપણા હૃદય પર પડી શકે છે.

5. તણાવ 
યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી સામાન્ય કારણ તણાવ છે. તણાવ શરીરને ઘણી રીતે અસર કરી શકે છે. તે હૃદયના ધબકારા પર અસર કરી શકે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ