બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 20-year-old dies of heart attack while playing cricket in Modasa, Aravalli

કરુણાંતિકા / ક્રિકેટ રમતા-રમતા વધુ એક મોતઃ 20 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક, મળ્યું મોત

Malay

Last Updated: 03:20 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart attack case: અરવલ્લીના મોડાસામાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા 20 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

  • અરવલ્લીમાં ક્રિકેટ રમતા રમતા 20 વર્ષીય યુવાનનું મૃત્યુ
  • ક્રિકેટ રમતી વખતે યુવાનને આવ્યો હતો હાર્ટએટેક
  • એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો યુવાન

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે અરવલ્લીમાં  વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. અરવલ્લી જિલ્લામાં ક્રિકેટ રમતા-રમતા હાર્ટએટેક આવતા 20 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. જે બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

મૃતક યુવક

ક્રિકેટ રમતી વખતે આવ્યો હાર્ટ એટેક
મળતી માહિતી અનુસાર, અરવલ્લીના મોડાસાનો પર્વ સોની નામનો યુવક મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. ક્રિકેટ રમતી વખતે 20 વર્ષીય પર્વ સોની અચાનક બેભાન થઈ ગયો હતો. જે બાદ મિત્રો તેને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સાથે જ યુવકના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 20 વર્ષીય પર્વ સોનીનું આટલી નાની ઉંમરે મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. 

ગુજરાતમાં હાર્ટ એટેક બન્યો જીવલેણ: 10 દિવસમાં જ 4 લોકોને કાળ ભરખી ગયો, 3  મોત તો ખાલી રાજકોટમાં | Deaths due to heart attack among the youth in the  state are continuously increasing

પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખને આવ્યો હતો એટેક
આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જ સુરેન્દ્રનગરના પાટડીમાં શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું. રાજુભાઈ ઠાકોરને હાથમાં દુઃખાવો થતો હોવાથી તેઓ બાઈક લઈને પાટડીની સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં તેમને હાર્ટએટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું. 

અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો
હાર્ટઅટેકના વધતા કેસ પર અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો સામે આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાર્ટઅટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી વધારો નોંધાયેલો છે તેમજ કોરોના બાદ હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું છે અને લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથી બંધાઈ છે તેમજ વેક્સિનના કારણે હાર્ટઅટેક આવતો નથી. વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી યુવાનોમાં હાર્ટઅટેકના કેસ જોવા મળે છે અને પહેલા 55થી 60 વર્ષે હાર્ટઅટેક આવતા હતા તેમજ સમય જતાં 50 વર્ષેના લોકોને હાર્ટઅટેક આવવા લાગ્યા છે. અત્યારે 30થી 35 વર્ષના લોકોને હાર્ટઅટેક આવે છે અને યુવાનોમાં સ્ટ્રેસ લેવલ 3થી 4 ગણુ વધી ગયું છે. ખોરાકની પેટર્ન સારી ન હોવાથી હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યુ છે તેમજ લોકોએ કસમયે ખોરાક લેવો ન જોઈએ. 50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ અગાઉથી આવી જાય છે. 30% લોકોને અગાઉથી હાર્ટઅટેક આવવાનો ખ્યાલ આવતો નથી. 

એમડી ડોક્ટર મયંક ઠક્કરે હોર્ટ એટેકને લઈ શું જણાવ્યું?
કોરોના સ્પેશિયાલિસ્ટ અને એમડી ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, લાંબો સમય કોરોના ચાલ્યો હોય તો લોહી ઘટ રહેતું હોય એવું બને તો હાર્ટ એટેક આવી શકે. અથવા વધુ પડતું ક્ષમતા બહારનું વર્ક કરો તો પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહે છે આનું એક જ સોલ્યુશન છે. છ કે બાર મહિને રિપોર્ટ કરાવી હેલ્થ ચેકઅપ કરતું રહેવું પડે. જેમાં ચરબીનું પ્રમાણ લોહીની ઘટ છે કે નહીં તે જોતું રહેવું પડે. રિપોર્ટ કરવાતું રહેવું તેની જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે.

હાર્ટ એટેક આવે તે પહેલાના સંકેતો
અચાનક બહુ જ ગરમી લાગવી અને પરસેવો થવો
જોર જોરથી નસકોરા બોલવા તેમજ ઘણીવાર ઊંઘ તૂટવી
છાતી પર દબાણ લાગવું અને છાતી પર કોઇએ અચાનક જ ભાર મૂકી દીધો તેવું ફીલ થવા લાગે
માથુ, પેટનો ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઇ પણ કારણ વિના સતત દર્દ અનુભવાય
ડાબી તરફથી પાંસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુઃખાવો થવો અને બાદમાં આપમેળે દુઃખાવો બંધ થઇ જવો
છાતીમાં અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ