બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / 2 dead, 30 missing, locals say vehicles skidded off road, fell into river

દુર્ઘટના / હિમાચલ ભૂસ્ખલન : 2 ના મોત, રસ્તો લપસણો હોવાથી વાહનો ખીણમાં ખાબક્યા, જુઓ VIDEO

Hiralal

Last Updated: 04:18 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલના કિન્નોર જિલ્લામાં થયેલી ભૂસ્ખલનની ઘટનામાં 2 લોકોના મોત થયા છે, કાટમાળમાં 30-40 લોકો દટાયા હોવાથી મોતનો આંકડો હજુ પણ વધશે.

  • હિમાચલના કિન્નોરમાં થયેલી ભૂસ્ખલનની મોટી ઘટના
  • કિન્નોરમા પહાડ તૂટ્યો, કાટમાળમાં દબાયા ઘણા વાહનો 
  • રસ્તો લપસણો હોવાથી ઘણા વાહનો ખીણમાં ખાબક્યા
  • અત્યાર સુધી 1 નું મોત, 30 લોકો હજુ પણ કાટમાળમાં 
  • ઘટનાનો ખોફનાક વીડિયો સામે આવ્યો

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આવેલ નિગુલસેરી નેશનલ હાઈવે-5 પર ચીલ જંગલ પાસે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જેના કારણે આખે આખા રસ્તા પડી રહ્યા છે. આ ઘટનામાં HRTCની એક બસ પણ આ ભૂસ્ખલનના ઝપેટમાં આવી ગઈ હોવાની માહિતી સામે આવી છે. સાથેજ કુલ 40 જેટલા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. 

રેસ્કયુની કામગીરી શરૂ 

પોલીસ અને તંત્ર દ્વારા રેસ્ક્યુની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને જે બસ કાટમાળ નીચે દબાઈ છે. તે બસ હરિદ્વાર રૂટની બસ હતી. માત્ર બસ નહી પરંતું ઘણા બધા વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા છે. સાથેજ બસમાં કેટલા મુસાફરો હતા તે મુદ્દે પણ હજું કોઈ માહિતી સામે નથી આવી. 

અગાઉ પણ આવો અકસ્માત સર્જાયો હતો 

ગત 25 જુલાઈએ પણ કિન્નોર જિલ્લામાં આવેલ બટરેસી વિસ્તારમાં સાંગલા-છિતકુલ માર્ગ પર ભૂસ્ખલનને કારણે એક વાહન કાટમાળ નીચે દબાઈ ગયું હતું. આ ઘટનામાં મુસાફરોનું કરૂણ મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહન 600 મીટર નીચે બાસ્પા નદીના કિનારે બીજા રસ્તા પર જઈને પડ્યું હતું. 

લોખંડનો પુલ ધરાશાયી 

અગાઉ જે અકસ્માત સર્જાયો હતો. તેમા છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દિલ્હીના મુસાફરો પણ હતા. કે જેઓ દિલ્હીથી એક પ્રાઈવેટ વાહન કરી પ્રવાસે આવ્યા હતા. આ ઘટનામાં બાસ્પા નદી પર આવેલ 120 મીટર લાંબો લોખંડનો પુલ પણ ધરાશાયી થઈ ગયો હતો. 

વાહનવ્યવહાર ખોરવાયો 

ઉલ્લેખનીય છે કે હાલ જે દુર્ઘટના ઘટી છે તેમા અનેક વાહનો ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે. જેમા કુલ 40 લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પહાડનો એક હિસ્સો ધરાશાયી થતા વાહનવ્યવહાર ખોરવાયો છે. તેમજ અનેક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે. જેથી NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ