બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / 2 days ago there were reports of murder, incriminating video released, brutal murder later, police caught up?

અમરેલી / 2 દિવસ પહેલા મર્ડર થવાના ભણકારા થયા, આરોપ કરતો વીડિયો ઉતાર્યો, બાદ થઈ ઘાતકી હત્યા, પોલીસે ભીનું સંકેલ્યું?

Vishal Khamar

Last Updated: 04:54 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીનાં સાવરકુંડલાનાં બગોયા ગામે યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં આક્ષેપ બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

 

  • અમરેલીના સાવરકુંડલાના બગોયા ગામે મૃતદેહ મળવાનો મામલો
  • અરવિંદ પરમાર નામના યુવકની ગામની સીમમાંથી મળી આવ્યો મૃતદેહ
  • પ્રાંત કલેક્ટરની નજર હેઠળ કરવામાં આવશે તપાસ

 અમરેલીનાં સાવરકુંડલાનાં બગોયા ગામની સીમમાંથી અરવિંદ પરમાર નામનાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં આક્ષેપ બાદ મૃતદેહને બહાર કઢાયો હતો. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મૃતદેહને બહાર કાઢી તેને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ મૃતકનું પીએમ પ્રાંત કલેક્ટરની નજર હેઠળ કરવામાં આવશે.

યુવકનાં મૃત્યું બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
યુવકનાં મૃત્યું બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં યુવક જણાવી રહ્યો છે કે મેં એસપી સાહેબ સાથે વાત કરેલી છે ચૂંટણી પછી અથવા ચૂંટણી પહેલા મારૂ મર્ડર થાય તેમ છે.  તેમજ રેકોર્ડીંગ તેમજ ઓડિયો મારી પાસે છે.  ત્યારે નનકુભાઈ દરબાર તેમજ અન્ય જ્ઞાતિનાં લોકો પણ છે તે તમામ લોકોની અરજી મેં આપેલી છે. તેમજ તેની ટપાલો પણ મારા ઘરે આવેલી છે. તેમજ મેં  આઠ જીલ્લાની પોલીસને જાણ કરી છે.  ત્યારે કોઈ પણ મારૂ મર્ડર કરે તો સૌથી પહેલા નનકુભા દરબારને પકડવાનો.  મારૂ મર્ડર થાય તેની જવાબદારી નનકુભાની છે. પણ મારૂ મર્ડર કરવું હોય તો વાહેથી વાર ન કરતા. અમે પાંચ પાંડવો છીએ હું એક જતો રહીશને તો કંઈ ફરક નહી પડે. 

અધિકારીઓની હાજરીમાં મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો
આ મામલે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટે જણાવ્યું હતું કે હાલ સીઆરપીસી 174 હેઠળ અકસ્માત મોત હેઠળનો બનાવ બનેલ છે. મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ હાલ પીએમની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. ત્યારે સમાજ કલ્યાણ અધિકારી, એફએસએલ અધિકારી,  મામલતદાર તેમજ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની  હાજરીમાં ડેડ બોડી કાઢી અમે પીએમ અર્થે મોકલી આપીએ છીએ.  ત્યારે મીડિયામાં સમાચાર વહેતા થતા કોઈ શંકાને સ્થાન રહે તે માટે સમગ્ર કાર્યવાહિ કરેલી છે. 

 સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ