બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 177 roads have been closed in the state due to heavy rains

જળમગ્ન / અહીંથી પસાર થતા પહેલાં આ જાણી લેજો, સાંબેલાધાર વરસાદના કારણે ગુજરાતના 177 રસ્તા, 3 નેશનલ તો 14 સ્ટેટ હાઈવે છે બંધ

Malay

Last Updated: 11:47 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદના કારણે 177 રસ્તાઓ કરાયા બંધ, 14 સ્ટેટ હાઈવે અને 3 નેશનલ હાઈવે પર પણ વાહન વ્યવહાર કરાયો બંધ.

  • ગુજરાતના અનેક વિસ્તારોમાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ
  • વરસાદને કારણે રાજ્યમાં કેટલાક રસ્તાઓ કરાયા બંધ
  • સુરક્ષાને ધ્યાને રાખીને 3 નેશનલ હાઈવે અને 14 સ્ટેટ હાઈવે બંધ

Gujarat Weather Update: બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 177 રસ્તાઓ બંધ થયા છે. જેમાં 3 નેશનલ હાઈવે અને 14 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. આ સાથે પંચાયત હસ્તકના 152 રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 

રસ્તાઓ પર મુસીબતના પાણી, વાહનો બંધ, ટ્રાફિક જામ, મધ્યે અમદાવાદ તો દક્ષિણે  સુરતમાં મેઘો મન મૂકીને વરસ્યો, જુઓ તસવીરો | Heavy rains in different areas  of ...

24 કલાકમાં 248 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો સાવ કોરેકોરો ગયા બાદ હવે સપ્ટેમ્બરના મધ્યમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જતા અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદરમાં નોંધાયો છે. વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં સવા 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

સુરતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી! બેઝમેન્ટ ફૂલ, વાહનચાલકો હેરાન, ભારે  ટ્રાફિકજામ, જાણો રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી | Surat city and district were  flooded due ...

177 રસ્તાઓ કરાયા બંધ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 177 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના 3 નેશનલ હાઈવે અને 14 સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યા છે. કચ્છ, છોટાઉદેપુર, ભરુચમાં એક-એક હાઈવે બંધ કરાયા છે. આ ઉપરાંત 152 પંચાયત હસ્તકના માર્ગો બંધ કરાયા છે. સૌથી વધુ ભરુચ જિલ્લામાં 69 માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પંચમહાલમાં 22, વડોદરા જિલ્લાના 20 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. 

રસ્તો છે કે નદી? સૌરાષ્ટ્રમાં મેઘો ધોધમાર વરસતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે  બંધ | Bhavnagar-Somnath National Highway closed

NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય
ભારે વરસાદના કારણે રાજ્યમાં ગઈકાલ સુધીમાં 12,444 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જ્યારે 617 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે લઈ જવાયા હતા. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા NDRFની 5 તેમજ SDRFની 13 ટીમ વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો એરફોર્સના હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ