બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 14.31 lakh fake currency notes seized from 17 banks in Ahmedabad

સાવધાન / ના હોય! અમદાવાદની 17 બેંકોમાંથી ઝડપાઇ 14.31 લાખની નકલી ચલણી નોટો, જુઓ લિસ્ટ

Malay

Last Updated: 08:35 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની બેંકોમાંથી રુ.20થી માંડીને રુ. 2000 સુધીની બનાવટી નોટો મળી આવી છે. શહેરની એક કે બે નહીં 17 બેંકોમાંથી 14.31 લાખની નકલી ચલણી નોટો મળી આવી છે. આ મામલે SOGની ટીમે તપાસ હાથ ધરી છે.

 

  • અમદાવાદની બેંકોમાં નકલી ચલણી નોટો થઇ જમાં 
  • 17 બેંકોમાંથી 14.31 લાખની બનાવટી ચલણી નોટો મળી 
  • દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનું કાવતરું

અમદાવાદની અલગ અલગ 17 બેંકમાંથી લાખો રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરની બેંકોમાંથી મળી આવેલી કેટલીક નોટો ફાટેલી, પટ્ટીવાળી તથા કાગળ ચોંટાડેલી, ધોવાઈ ગયેલી ચિલ્ડ્રન નોટો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, SOGની ટીમે 17 બેંકોમાંથી 14.31 લાખની બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "#Tamilnadu ના કોઈમ્બતુરમાં રૂ.1  કરોડની નકલી નોટો સાથે 1 યુવકની ધરપકડ બાઈક પર રૂ.2000ની નકલી નોટો લઈ જતા  ઝડપાયો, યુવક પાસેથી ...
ફાઈલ ફોટો

SOG દ્વારા તપાસ શરૂ
SOGની ટીમને 17 બેંકમાંથી 2000, 500, 100, 200, 50, 20, 10ના દરની કુલ 3574 નકલી નોટો મળી આવી છે. SOGએ આ નોટો જપ્ત કરી અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બજારો બાદ હવે બેંકમાં પણ નકલી નોટો આવી રહી છે ત્યારે સવાલ થાય છે કે જો બેંકમાં આટલી બધી ડુપ્લિકેટ ચલણી નોટો આવી જતી હોય તો સામાન્ય માણસના ખિસ્સામાં પણ જઇ શકે છે. હવે ચોક્સાઈ અને સાવધાન એક રસ્તો છે કોઈ પણ વ્યક્તિ સાથે આર્થિક વ્યવહાર કરતા પહેલા ચલણી નોટો અંગે તપાસ કરી લેવી જોઈએ. હાલ તો SOG દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.  

નકલી નોટ મામલે આરોપીએ કર્યો મોટો ખુલાસોઃ ગુજરાતમાં અલગ અલગ શહેરોમાંથી ઝડપાઈ  78 કરોડની ડુપ્લીકેટ નોટ | big revelation in the case of fake notes  Duplicate notes worth 78 crores
ફાઈલ ફોટો

કઈ બેંકમાંથી કેટલી નકલી નોટ મળી આવી?
- આઈસીઆઈસીઆઇ - 1252
- એચડીએફસી - 856
- એક્સિસ - 738
- કોટક મહિન્દ્રા - 384
- બેંક ઓફ બરોડા - 96
- આડીબીઆઇ - 80
- કાલુપુર કો.ઓ.બેંક -31
- એયુ સ્મોલ -  19
- આઇડીએફસી ફર્સ્ટ - 18
- ડીસીબી -  17
- યસ બેંક - 17
- એસબીઆઇ - 8 
- ગુજરાત સ્ટેટ કો.ઓ - 4 
- સારસ્વત - 4 
- અભ્યુદ - 3


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ