બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / 12 percent rise in sudden death rate, see shocking NCRB report on heart attack

શોકિંગ / બાપ રે! એકાએક થનારા મૃત્યુઆંકમાં 12 ટકાનો વધારો, જુઓ હાર્ટ એટેકને લઇને NCRBનો ચોંકાવનારો રિપોર્ટ

Megha

Last Updated: 03:25 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCRBના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2021નું તુલનામાં 2022માં હાર્ટઅટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે. 2022માં હાર્ટઅટેકને કારણે 32,457 લોકો મૃત્યુ પામ્યા..

  • વર્ષ 2022માં દેશભરમાં 56 હજાર 653 લોકોની અચાનક મૃત્યુ થઈ
  • 2022માં હાર્ટઅટેકને કારણે 32,457 લોકો મૃત્યુ પામ્યા
  • મહારાષ્ટ્રમાં હાર્ટઅટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સૌથી વધુ 

છેલ્લા એક વર્ષમાં અચાનક મૃત્યુ થવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કોઈ જિમમાં વર્કઆઉટ કરતાં કે કોઈ ડાન્સ કરતાં અચાનક ઢળી પડ્યા અને મૃત્યુ થઈ ગયું, આવા અચાનક મૃત્યુના સમાચાર છેલ્લા થોડા દિવસોથી સામે આવી રહ્યા છે. આ દરમિયાન અચાનક મૃત્યુને લઈને રાષ્ટ્રીય અપરાધ બ્યૂરો એટલે કે NCRBએ ચોંકાવનારા આંકડા બહાર પાડ્યા છે. 

હાર્ટ એટેક આવતા પહેલા હૈયું આ રીતે આપે છે સંકેત, આવા લક્ષણો દેખાય તો તરત જ  થઈ જાઓ એલર્ટ/ heart attack signs early symptoms that can strike months  before an attack

2022માં હાર્ટઅટેકને કારણે 32,457 લોકો મૃત્યુ પામ્યા
NCRBના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં દેશભરમાં 56 હજાર 653 લોકોની અચાનક મૃત્યુ થઈ છે. અંહિયા મહત્વનું છે કે આ આંકડા ગયા વર્ષની તુલનામાં 12 ટકા વધુ છે. આમાંથી 57 ટકા મૃત્યુ હાર્ટઅટેકને કારણે થયા છે. NCRBની જ એ રિપોર્ટ અનુસાર વર્ષ 2021નું તુલનામાં 2022માં હાર્ટઅટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે. આંકડાની વાત કરીએ તો 2022 હાર્ટઅટેકને કારણે 32,457 લોકો મૃત્યુ પામ્યા હતા જે 2021 માં સામે આવેલ 28,413 મૃત્યુના આંકડા કરતાં વધુ છે. 

મહારાષ્ટ્રમાં હાર્ટઅટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સૌથી વધુ 
વર્ષ 2022માં મહારાષ્ટ્રમાં હાર્ટઅટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સૌથી વધુ નોંધવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 12,591; કેરળમાં 3,993 અને ગુજરાતમાં 2,853 લોકો હાર્ટ અટેકને કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલા લોકોમાંથી 28,005 પુરુષો હતા જેમાંથી 22,000 લોકો 45-60 વર્ષની વય જૂથના હતા. 

Tag | VTV Gujarati

ઉપરાંત રિપોર્ટમાં એમ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે કોરોના બાદ હાર્ટઅટેકને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ઘણી રિસર્ચમાં પણ એવા ખુલાસા થયા છે કે કોરોના વાયરસને કારણે હ્રદયને ઘણું નુકસાન થયું છે અને હાર્ટ ફંક્શન ઘણું પ્રભાવિત થયું છે. 

આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ સલાહ આપી હતી કે જે લોકો કોરોના સંક્રમિત થયા હતા તેઓ વધુ કસરત કે વધુ મહેનત ન કરે. એવા લોકોએ માપમાં વર્કઆઉટ કરવું જોઇએ અને થોડા સમય માટે કોઈ સખત કામ ન કરવું જોઇએ. ICMR ના સ્ટડીને ધ્યાનમાં રાખીને એમને કહ્યું કે કોવિડ -19 ને કારણે ભૂતકાળમાં હોસ્પિટલમાં દાખલ થવું, અચાનક મૃત્યુનો પારિવારિક ઇતિહાસ અને જીવનશૈલીમાં ફેરફાર યુવાન લોકોમાં અચાનક મૃત્યુમાં વધારો કરવામાં ભૂમિકા ભજવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ