અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવ્યું છે. જેથી લોકોના જીવન અને મિલકતને દરિયાકિનારા પર આવતી આપત્તિથી સમયસર સુરક્ષિત રાખી શકાય.
નાસાના 3000 પાનાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતના 12 શહેરો સમુદ્રમાં ડૂબી જશે
ગુજરાતના કંડલા અને ભાવનગરનો સમાવેશ
આ ઓનલાઇન સાધન દ્વારા, કોઈ ભવિષ્યની આપત્તિની સ્થિતિ એટલે કે દરિયાનું સ્તર વધવું જાણી શકશે. આ સાધન વિશ્વના તમામ દેશોના દરિયાનું સ્તર માપી શકે છે, જે દરિયાકિનારો ધરાવે છે. જો કે, આ ટૂલ દ્વારા તાજેતરમાં જે જાણવા મળ્યું છે તે ગુજરાતીઓનું ટૅન્શન વધશે.
IPCCની ભયાનક રિપોર્ટ
નાસાએ ઈન્ટરગવર્નમેન્ટ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના રિપોર્ટનો હવાલો દેતા અનેક શહેરો સમુદ્રમાં ડૂબવાની ચેતવણી જાહેર કરી છે. IPCCનો આ છઠ્ઠો એસેસમેન્ટ રિપોર્ટ 9 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યો , જે જળવાયુ પ્રણાલી અને જળવાયુ પરિવર્તનની સ્થિતિને વધુ ઉત્તમ બનાવે છે.
ચિંતાજનક રિપોર્ટ
IPCC સન 1988થી વૈશ્વિક સ્તર પર જળવાયુ પરિવર્તનનું આકલન કરી રહ્યું છે. IPCC દર 5 થી 7 વર્ષમાં દુનિયાભરમાં પર્યાવરણની સ્થિતિનો રિપોર્ટ આપે છે. જો કે, આ વખતનો રિપોર્ટ ખૂબ જ ગંભીર અને ડરાવનારો છે.
લાલબત્તી સમાન રિપોર્ટ
ધરતી પર સતત પર્યાવરણના નિકળતા જતા નિકંદન સામે સંયુક્ત રાષ્ટ્રોની સમિતિએ લાલબત્તી ધરી છે, જળવાયુ પરિવર્તન પર નજર રાખતી યુનાઈટેડ નેશન્સની સમિતિએ ક્લાઈમેટ ચેન્જ અંગે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે, એ રિપોર્ટમાં ધરતી પર સતત વધી રહેલા તાપમાન અને તેની માનવજાત પર પડનારી ગંભીર અસર વિશે વાત કરવામાં આવી છે, આ ગંભીર અસરો એવા પ્રકારની હશે જેને ભરપાઈ કરવું માનવજાતના હાથની વાત નહીં હોય.
3000 પાનાંના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
234 વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ હાથ ધરાયા બાદ કરાયા બાદ સંયુક્ત રાષ્ટ્રની IPCC કમિટીએ પોતાના પોતાના 3000 પાનાંના રિપોર્ટમાં જે કહ્યું છે તે ચોંકવાનારું છે, તેમાં કહ્યું છે કે, સતત વધતા તાપમાનના કારણે સમુદ્રની જળસપાટી વધી રહી છે, અને બફરનો વ્યાપ સીમિત થઈ રહ્યો છે જેના કારણે ધરતી પર પ્રચંડ ગરમી અને લૂ માનવજાતે સહન કરવી પડશે, તો દુષ્કાળ, પૂર અને ભયંકર ઝંઝાવાત જેવી કુદરતી આફત મનુષ્યનું જીવવું હરામ કરી દેશે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા,તુર્કી અને કેલિફોર્નિયાના જંગલોમાં આગની ઘટનાઓ રોકવી મુશ્કેલ થઈ પડશે, ધરતીનું ઉષ્ણકટિબંધ વિસ્તાર પર ચક્રવાત અને ભારે વરસાદનું જોર વધારે રહેશે જ્યારે ગરમીના કારણે આર્કટિક સમુદ્ર બરફ પીગળી જશે અને પરિણામે જળસ્તર વધી જશે જે દરિયાકિનારાના વિસ્તારોને ડૂબાડવા માટે જવાબદાર બનશે
ભાવનગર અને કંડલા બંદર ડૂબી જવાની વાત
સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ પરની ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ એટલે IPCCએ આપેલી આ ચેતવણીને (હવે ઈમેજ નાસાનો શોટ તરીકે ઉપયોગ જરૂરી લાગે તો થોડી ટ્રીટમેન્ટ કરજો)અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ પણ સમર્થન આપ્યું છે, નાસાએ પોતાના સી લેવલ પ્રોજેક્શ ટૂલના માધ્યમથી સમગ્ર દુનિયાનો નકશો બતાવીને એ દર્શાવ્યું છે કે, ક્યા વર્ષે દુનિયાના કયા હિસ્સામાં કેટલી દરિયાયી જળસપાટી વધશે, જેમાં ભારતની પણ વાત કરવામાં આવી છે, જેમા કહેવાયુ છે કે,ઈ.સ.2100સુધીમાં ભારતના 12 શહેર અડધા ફૂટથી માંડી પોણા ત્રણ ફૂટ સુધી પાણીમાં ગરકાવ થઈ જશે, જેના પર શહેર વાઈઝ એક નજર કરીએ તો ભાવનગર 2.29 ફૂટ, કોચ્ચિ 2.32 ફૂટ, મોરમુગાઓ 2.06 ફૂટ, ઓખા 1.69 ફૂટ, તૂતિકોરીન 1.39 ફૂટ, પારાદીપ 1.93 ફૂટ, મુંબઈ 1.90 ફૂટ, ઓખા 1.87 ફૂટ, મૈંગલોર 1.87 ફૂટ, ચેન્નઈ 1.87 ફૂટ, વિશાખાપટ્ટનમ 1.77 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જશે
છેલ્લા 40 વર્ષમાં વધ્યો ગરમીનો પ્રકોપ
જળવાયું પરિવર્તનથી સર્જાનારી વિભિષકા સૌથી પહેલી આપણા અર્થતંત્ર પર વજ્રાઘાત કરશે, કેમ કે, ભારતના તમામ દરિયા કિનારા પર મુખ્ય બંદરો અને વેપારી કેન્દ્રો આવેલા છે, યુનોના IPCCના આ રિપોર્ટમાં શંશોધકોએ નોંધ્યું છે કે, 1850 બાદના ચાર દાયકમાં જેટલી ગરમી નથી વધી તેટલી ગરમી છેલ્લાં 40 વર્ષમાં વધી છે, ધરતી પર પ્રચંડ ગરમીનું મોજું પહેલા 50 વર્ષે આવતું હતું, હવે ગરમીનું પ્રચંડ મોજું દર દસ વર્ષે આવી રહ્યું છે, ધરતી ગરમ થવાની હવે શરૂઆત થઈ ગઈ છે આગામી 20 વર્ષમાં ધરતીનું તાપમાન 1.5 સેલ્સિયસ વધી જશે.