બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / zydus lifes pankaj patel from gujarat appointed as part time non official director in rbi central board

ગુજરાતનો ડંકો / ઝાયડસ લાઈફના ચેરમેન પંકજ પટેલની RBIમાં નોન-ઓફિશ્યલ ડિરેક્ટર તરીકે નિમણૂક

Mayur

Last Updated: 01:20 PM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માટે વધુ એક ગૌરવ લેવા જેવા સમાચાર છે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતનાં પંકજ પટેલની સેન્ટ્રલ બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે.

  • ગુજરાતીઓ માટે વધુ એક ગર્વ લેવા જેવી ઘટના 
  • ઝાયડસ લાઈફસાયન્સ લિમિટેડનાં પંકજ પટેલને મોટા પદે નિમણૂક 
  • RBI નાં સેન્ટ્રલ બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિમણૂક

RBI નાં સેન્ટ્રલ બોર્ડમાં મોટું પદ 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઝાયડસ લાઈફસાયન્સ લિમિટેડનાં પંકજ પટેલની RBI નાં સેન્ટ્રલ બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે.  

ચાર વર્ષ માટે ACC ની મંજૂરી 

અપોઇમેન્ટ કમીટી ઓફ કેબિનેટ (ACC) નાં દ્વારા આ નિમણૂકને ચાર વર્ષ માટે મંજૂરી પણ આપવામાં આવી છે. 

IIM અમદાવાદનાં બોર્ડ ઓફ ગવર્નર્સમાં સભ્ય

પંકજ પટેલ હાલ બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ સોસાયટી IIM ઉદયપુરનાં ચેરમેન છે અને  IIM અમદાવાદનાં બોર્ડ ઓફ ગવર્નર્સમાં સભ્ય પણ છે. 

તેઓ અન્ય ઘણી સંસ્થાઓમાં સભ્ય તેમજ પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર બિરાજમાન છે. ઇન્વેસ્ટ ઈન્ડિયા સંસ્થા સહિત, મિશન સ્ટિયરિંગ ગ્રુપ (MSG) અને સ્વાસ્થ્ય મંત્રાલયની ડ્રગ ટેકનિકલ અડવાઇઝરી કમિટીમાં પણ સદસ્ય છે. 

તેઓ ગુજરાત કેન્સર સોસાયતીનાં વાઇસ પ્રેસિડેન્ટ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં ચેરમેન પણ છે. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ચેઇન ઝાયડસનાં તેઓ ચેરમેન પદે રહેલા છે. 

કોણ છે પંકજ પટેલ?
અબજોપતિ બિઝનેસમેન પોતે ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તેમણે પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ