બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Your mobile is may the reason for frequent allergies research reveals many things

સાવધાન / શું વારંવાર થતી એલર્જીનું કારણ મોબાઈલ ફોન છે? રિસર્ચમાં થયેલા આ ખુલાસાઓ ઉડાવી દેશે તમારા હોંશ

Arohi

Last Updated: 12:03 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તેને માથાની બાજુમાં મુકીને સુવો છો તો આ તમારી સ્કિનમાં એલર્જીનું કારણ બની શકે છે.

  • તમે પણ કરો છો વધારો ફોનનો ઉપયોગ? 
  • તો થઈ શકે છે સ્કિનમાં એલર્જી 
  • જાણો તેના ગેરફાયદાઓ વિશે 

જો તમારા ચહેરા કે શરીરના કોઈ પણ ભાગમાં વારંવાર સ્કિન એલર્જી થઈ રહી છે તો તમારી આ સમસ્યાનું કારણ તમારા મોબાઈલ ફોનનો વધારો પ્રમાણમાં ઉપયોગ હોઈ શકે છે. ચહેરાની સ્કિન પર વારંવાર રેશિઝ થવા, કાનની આસ-પાસ લાલ ચકામા પડવા, ગળા પર અથવા આસ-પાસ બળતરા થવી આ મોબાઈલ ફોનના કારણે થઈ શકે છે. 

અનિદ્રાનો પણ થઈ શકો છો શિકાર 
આપણે મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ અને પછી તેને પોતાના માથાની બાજુમાં મુકીને સુઈ જઈએ છીએ તો આ તમારી સ્કીનમાં એલર્જીનું કારણ બની શકે છે સાથે જ તેના ઉપયોગથી અનિદ્રા જેવા રોગો પણ થઈ શકે છે. 

શું કહે છે રિસર્ચ? 
એક 18 વર્ષીય હાઈસ્કૂલના વિદ્યાર્થી 'હાના રૂરાન' દ્વારા કરવામાં આવેલી સ્ટડીમાં જાણકારી મળી કે આપણા મોબાઈલ ફોન કૂતરા અને બિલાડી જેવા જાનવરોના બેક્ટેરિયાથી ભરેલા હોય છે જે આપણી થતી સ્કિન એલર્જીનું એક મોટુ કારણ છે. 

હાના રૂરાન જણાવે છે કે મારો ફોન હંમેશા મારા હાથમાં રહે છે હું મારા ફોનને ખૂબ જ ઓછુ નીચે મુકુ છુ મારે કોઈ કામ પણ કરવું હોય તો ત્યારે મારો ફોન મારા હાથમાં રહે છે અને માને સ્કિન એલર્જીની ગંભીર સમસ્યા છે અને મારી જેમ આમ કરનાર ઘણા લોકો આ દુનિયામાં છે જે એલર્જીની એક ગંભીર સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. 

મોબાઈલને રાખો સાફ 
યુનિવર્સિટી ઓફ આયોવાના પ્રોફેસર થોનને કહ્યું છે કે જો તમે એલર્જી અને અસ્થમાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો અને મોબાઈલને હંમેશા પોતાની પાસે રાખો છો તો તમે પોતાના મોબાઈલની સંપૂર્ણ બોડીને દિવસમાં ઘણી વખત સારી રીતે સાફ કરતા રહો. 

રિસર્ચની રીત 
આ શોધ માટે 15 મોબાઈલ ફોનના મોડલ તૈયાર કરવામાં આવ્યા જે બિલકુલ નોર્મલ મોબાઈલ ફોન જેવા જ હતા 15 અલગ અલગ લોકોએ આ ફોનને લગબગ એક અઠવાડિયા સુધી ચલાવ્યો અને દિવસમાં ઘણા વખત ઈલેક્ટ્રોસ્ટેટિક વાઈપનો ઉપયોગ કરીને તેને સાફ કરી દીધો. 

વાઈપથી મળેલા નમુનાથી જ આ શોધના આંકડાને કાઠવામાં આવ્યા. વાઈપમાંથી મળેલા નમૂનાથી સંશોધકોને વીટા-ડી ગ્લૂકેન્સ બેક્ટેરિયાને શોધ્યા જે આપણા શરીરના વાયુમાર્ગને બંધ કરી દે છે. 

સ્મપલમાં મળ્યા બેક્ટેરિયા 
રૂરાન અને પ્રોફેસર થોન જણાવે છે કે પાલતુ જાનવરોના માલિકોના નમૂનામાંથી તો જાનવરો વાળા બેક્ટેરિયા મળે છે સાથે જ જે લોકોએ જાનવર નથી પાળ્યા તેમના નમૂનામાંથી પણ બેક્ટેરિયા મળ્યા જે ચોંકાવનારા છે.

સંશોધકોએ જણાવ્યું કે મોબાઈલને કોરા કપડાથી સાફ કરવાની જગ્યા પર આપણે ભુનું કપડુ અથવા કોઈ ખાસ પ્રકારના સર્ફેસ ક્લીનરથી સાફ કરવો જોઈએ. 

શું કહે છે નિષ્ણાંત?
ન્યૂયોર્ક શહેરમાં એલર્જી ચિકિત્સા નિષ્ણાંત ડૉ. પાયલ ગુપ્તા જણાવે છે કે જો હકીકતે તમે ગંભીર એલર્જીથી પીડિત છો તો તમે ઘરમાં આવતા જ સ્નાન કરી લો અને પોતાના વાળને સારી રીતે ઘોઈ લો જેનાથી એલર્જી તમારા બેડ સુધી ન જઈ શકે.

ડૉ ગુપ્તા કહે છે કે જો તમને ડસ્ટ એલર્જી છે તો તમારે કોરા કપડાની જગ્યા પર ભીના કપડાથી ધૂળ સાફ કરવી જોઈએ. ડસ્ટથી છુટકારો મેળવવા માટે તમે બેડ અને સોફાની ચાદરોને અઠવાડિયામાં એક વખત ગરમ પાણીથી ધોઈ લો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ