બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Yogi has visited Ayodhya 62 times since 2017

અયોધ્યા રામ મંદિર / રામજીની મૂર્તિ મળવાથી લઈને તાળાં તૂટવા સુધી...: ચાર પેઢી સાથે જોડાયેલો છે ગોરખનાથ પીઠનો નાતો

Pooja Khunti

Last Updated: 04:28 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યોગીએ 2017થી અત્યાર સુધીમાં 62 વખત અયોધ્યાની મુલાકાત લીધી છે. રાજ્યના વડા અને સાધુ હોવાને કારણે તેમને ભગવાન શ્રી રામના મંદિરમાં વિશેષ રસ હોય તે સ્વાભાવિક છે, પરંતુ ગોરખનાથ પીઠના ગુરુઓ સાથે પણ તેનું વિશેષ જોડાણ છે.

  • ગોરખનાથ પીઠના ગુરુઓ સાથે વિશેષ જોડાણ
  • યોગી આદિત્યનાથનાં દાદાગુરુ મહંત દિગ્વિજયનાથ 
  • યોગી આદિત્યનાથ મહંત અવેદ્યનાથનાં શિષ્ય

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઘણી વખત અયોધ્યા ગયા છે. યોગીએ 2017થી અત્યાર સુધીમાં 62 વખત અયોધ્યાની મુલાકાત લીધી છે. રાજ્યના વડા અને સાધુ હોવાને કારણે તેમને ભગવાન શ્રી રામના મંદિરમાં વિશેષ રસ હોય તે સ્વાભાવિક છે, પરંતુ ગોરખનાથ પીઠના ગુરુઓ સાથે પણ તેનું વિશેષ જોડાણ છે.

યોગી આદિત્ય નાથ અયોધ્યાની મુલાકાતે 
યોગી આદિત્ય નાથ માટે વારંવાર અયોધ્યા જવું અને રામ મંદિરને લઈને ચાલી રહેલી તૈયારીઓ પર વ્યક્તિગત રીતે નજર રાખવી ખુબજ ખાસ વાત છે. જ્યારે પણ યોગી આદિત્યનાથ અયોધ્યા જાય છે ત્યારે તેઓ સંત-મહાત્માઓની મુલાકાત લે છે.  પૂજા-પાઠ કરવાની સાથે-સાથે અયોધ્યામાં ક્યા-ક્યા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે તેના પર પણ વિશેષ ધ્યાન આપે છે. 

રામ મંદિરનું સપનું 
આ માત્ર રાજકારણ પૂરતું જ સીમિત નથી. યોગી આદિત્યનાથ ગોરખનાથ મઠનાં મહંત છે. ગોરખનાથ મઠની ચાર પેઠીઓનું રામ મંદિર સાથે વિશેષ જોડાણ છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવું ગોરખનાથ પીઠની ચાર પેઢીઓનું સપનું પૂર્ણ થવા જેવુ છે. આ પહેલા પણ ગોરખનાથ પીઠનાં મહંત રામ મંદિરનાં નિર્માણને લઈને સક્રિય રહ્યા છે. 

મહંત ગોપાલનાથ 
મહંત ગોપાલનાથ મહારાજ, જેઓ 1855-85માં ગોરક્ષપીઠના પીઠાધીશ્વર હતા. તેઓ રામ મંદિર આંદોલનને લઈ ખૂબ સક્રિય રહ્યા હતા. ચળવળમાં સક્રિય રહેલા ક્રાંતિકારી અમીર અલી અને બાબા રામચરણદાસ સાથેના વિવાદને ઉકેલવા માટે ગોપાલનાથ મહારાજે પહેલ કરી હતી. અમીરનું માનવું હતું કે જન્મસ્થળ હિંદુઓને સોંપી દેવી જોઈએ.

મહંત દિગ્વિજયનાથ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં દાદાગુરુ બ્રહ્મલિન મહંત દિગ્વિજયનાથે પણ રામ મંદિર નિર્માણને લઈને અવાજ ઉઠાવ્યો હતો.  તેમણે રામમંદિરની વાત ત્યારે કરી હતી જ્યારે ધર્મનિરપેક્ષતાનાં નારા વધી રહ્યા હતા.  તે સમયે હિન્દુત્વની વાત કરવી ખુબજ મુશ્કેલ હતી. પરંતુ તેઓ રામમંદિર આંદોલનના એક નિર્ભય અવાજ બન્યા અને આ આંદોલનને મજબૂત બનાવ્યું.

મહંત અવેદ્યનાથ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહંત અવેદ્યનાથનાં શિષ્ય છે. 1984 માં મહંત અવેદ્યનાથ શ્રી રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિનાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમના નેતૃત્વ હેઠળ, એક આંદોલનનો જન્મ થયો હતો.  જેણે સામાજિક-રાજકીય ક્રાંતિનું રણશિંગુ વગાડ્યું હતું. હવે, તેમના શિષ્ય યોગીના સમયમાં, બહુપ્રતિક્ષિત રામ મંદિરનું નિર્માણ થયું છે અને શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ