બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Yashasvi Jaiswal breaks Virat Kohli's big record, becoming the first player to do so in IPL

IPL 2023 / યશસ્વી જયસ્વાલે તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, IPLમાં આવું કરનાર બન્યો પહેલો ખેલાડી

Megha

Last Updated: 03:17 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યશસ્વી જયસ્વાલે KKR સામે રમાયેલી મેચમાં વિરાટનો એક રેકોર્ડ તોડ્યો, વર્ષ 2019માં રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ મેચના પહેલા બોલ પર બે સિક્સર ફટકારી હતી

  • રાજસ્થાનની જીતમાં યશસ્વી જયસ્વાલે મહત્વનું યોગદાન આપ્યું હતું
  • યશસ્વી જયસ્વાલે 98 રનની અણનમ ઇનિંગ રમી હતી
  • યશસ્વી જયસ્વાલે વિરાટનો રેકોર્ડ તોડ્યો છે

ગઇકાલે IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી અને આ મેચમાં કેકેઆરની 9 વિકેટે હાર થઈ હતી. જણાવી દઈએ કે રાજસ્થાનની જીતમાં યશસ્વી જયસ્વાલે મહત્વનું યોગદાન આપ્યું હતું અને આ મેચમાં યશસ્વી જયસ્વાલે 98 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ મેચની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલની બેટિંગે ઘણા રેકોર્ડ તોડ્યા હતા જે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. 

વાત એમ છે કે ઇનિંગ્સના પહેલા જ બોલથી જ યશસ્વી જયસ્વાલે KKRના બોલરો પર પ્રભુત્વ જમાવ્યું હતું. આ દરમિયાન તેણે વિરાટ કોહલીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ સાથે જ જણાવી દઈએ કે કોહલી IPLમાં આવું કરનાર દુનિયાનો એકમાત્ર બેટ્સમેન હતો પરંતુ હવે તેણે વિરાટ કોહલીના આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

યશસ્વી જયસ્વાલે KKR સામે રમાયેલી મેચમાં વિરાટનો એક રેકોર્ડ તોડ્યો, વર્ષ 2019માં રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ મેચના પહેલા બોલ પર બે સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન હતો. પણ હવે થયું એવું કે ગુરુવારે કેકેઆર સામે રમાયેલી મેચમાં યશસ્વી જયસ્વાલે પણ બે છગ્ગા સાથે ઇનિંગની શરૂઆત કરીને તેની બરાબરી કરી હતી. 

જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલ અહીં જ ન અટક્યો, તેણે ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. જ્યારે વિરાટે તે મેચમાં ત્રીજા બોલ પર સિંગલ લીધો હતો. એટલે એક રીતે જોઈએ તો યશસ્વી જયસ્વાલે વિરાટનો રેકોર્ડ તોડ્યો છે. તે IPLમાં પ્રથમ બે બોલમાં સિક્સર અને ત્રીજા બોલમાં ફોર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

KKR સામે યશસ્વી જયસ્વાલની ઈનિંગ જોઈને વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. યશસ્વી જયસ્વાલે આ મેચમાં માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જે IPL ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી છે. આ પહેલા કેએલ રાહુલે IPLમાં 14 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે આ મેચમાં પોતાની અડધી સદી પૂરી કરતાની સાથે જ વિરાટ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની સ્ટોરી પોસ્ટ કરી અને લખ્યું કે તેણે તાજેતરના સમયમાં આનાથી સારી ઈનિંગ્સ જોઈ નથી. 

યશસ્વી જયસ્વાલે આ મેચમાં માત્ર એક જ રેકોર્ડ બનાવ્યો નથી. તે IPLની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. તેણે પોતાની ઇનિંગની પહેલી જ ઓવરમાં 26 રન બનાવ્યા જે અત્યાર સુધીના સૌથી વધુ રન છે. આ સિવાય તે મેચના પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા સ્થાને આવી ગયો છે. તેણે આ મેચમાં પાવરપ્લેમાં 62 રન બનાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ