ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના કહેવા મુજબ ઓબેસિટીના લીધે બાળકોમાં મરણાંકનો દર 33 ટકા સુધી વધી શકે છે. સૌથી ઓછુ વજન ધરાવતા દેશની યાદીમાં ભારત અને ચીનનો ક્રમાંક પ્રથમ આવે છે. એજ રીતે વધુ વજન ધરાવતા દેશની યાદીમાં પણ ભારત અને ચીન વચ્ચે પ્રથમ ક્રમાંકે આવવા સ્પર્ધા ચાલતી હોય તેમ લાગે છે.
ADVERTISEMENT
ભારતમાં ઓવરવેઇટ લોકોની સંખ્યામા હનુમાન કુદકો જોવા મળી રહ્યો છે. 1895ની સાલમાં ભારતમાં જેટલા પુરુષો મેદસ્વીતાની કેટેગરીમાં આવતા તેનાથી અનેક ગણો વધારો આજે થઇ ગયો છે. સ્ત્રીઓએ તો જોરદાર બાજી મારી છે. સ્ત્રીઓ તો મોટી સંખ્યામાં ઓવરવેઇટ થઇ રહી છે.
ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યા 2.7 કરોડ છે. ચીનમાં આ સંખ્યા 6.2કરોડ છે. યુએસમાં આ સંખ્યા 1.7 કરોડ છે. 2020 સુધીમાં વિશ્વમાં 15.7 કરોડ બાળકો મેદસ્વી બની જવાનો અંદાજ છે. જ્યારે 2030 સુધીમાં આ આંકડો 25.4 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
ADVERTISEMENT
પોલીસ ખાતાને પણ વજન ઉતારવા માટે ઉપરી અધિકારીઓ તરફથી સુચનાઓ મળી રહી છે. કર્ણાટકમાં હાલમાં એક પોલીસ કર્મચારીને વજન ઘટાડવા માટે ત્રણ મહિનાનો સમય પણ આપવામાં આવ્યો હતો. જો ત્રણ મહિનામાં વજન ન ઘટે તો તેની પર કડક કાર્યવાહી થશે તેવા આદેશ પણ અપાયા હતા. કોર્પોરેટ ઇન્ડિયાના ફિટનેસ રિપોર્ટ પ્રમાણે દસમાંથી છ એક્ઝીક્યુટિવની પોસ્ટ પર કામ કરનાર વ્યક્તિ મેદસ્વીની કેટેગરીમાં આ છે.
આટલું કરો અને ધ્યાન રાખો
ઘી કે કેળાં એવી કોઇ પણ વસ્તુ ખાવાથી વજન વધે છે તેવી માન્યતા ભુલ ભરેલી છે. ઘરમાં બનાવેલી દરેક વસ્તુ થોડી થોડી ખાવી જરુરી છે. દરેક વસ્તુમાં વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. દરેક વ્યક્તિએ થોડુ ઘી ખાવું જોઇએ. વેજિટેબલ્સ, ફ્રુટ્સ, સિરિયલ્સ, આખા ધાન, ફાઇબરયુક્ત પદાર્થો અને ખુબ પાણી પીવું જોઇએ. ડાયેટમાં સમજુતી કરવાના બદલે દિવસમાં અડધો કલાકથી એક કલાક એક્સર્સાઇઝ અથવા વોકિંગ કે જોગિંગ કરવું જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો