બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / world cup 2023 team india players likely to get 2 3 day break after new zealand match in dharamsala rohit sharma virat kohli

ક્રિકેટ ન્યુઝ / World Cup 2023 : ચાલુ વર્લ્ડકપે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પોતાના ઘર તરફ કરશે પ્રયાણ, જાણો કારણ

Manisha Jogi

Last Updated: 11:15 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું છે, આ મેચમાં વિરાટ કોહલી 103 રન ફટકારીને અણનમ રહ્યા છે. ન્યુઝીલેન્ડ સામેની મેચ પછી ભારતીય ટીમના ખેલાડી 2-3 દિવસ બ્રેક પર રહેશે.

  • ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું
  • ભારતીય ટીમે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
  • ન્યુઝીલેન્ડ સામેની મેચ પછી ખેલાડી 2-3 દિવસ બ્રેક પર રહેશે

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું છે,  આ મેચમાં વિરાટ કોહલી 103 રન ફટકારીને અણનમ રહ્યા છે. કોહલીએ વનડે કરિઅરમાં 48મી સદી ફટકારી છે. ભારતીય ટીમ 22 ઓક્ટોબરના રોજ ધર્મશાળામાં ન્યુઝીલેન્ડ સામે ઉતરશે. આ બંને ટીમ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની એકપણ મેચ હારી નથી. ન્યુઝીલેન્ડની ટીમનો નેટ રનરેટ સારો હોવાને કારણે પોઈન્ટ ટેબલ પર પહેલા સ્થાને છે. 

ન્યુઝીલેન્ડ સામેની મેચ પછી ભારતીય ટીમના ખેલાડી 2-3 દિવસ બ્રેક પર રહેશે. મીડિયા રિપોર્ટ અનુસાર ન્યુઝીલેન્ડની મેચ પછી ખેલાડીઓ પાસે 2-3 દિવસ બ્રેક પર જવા માટેનો વિકલ્પ છે. ભારતીય ટીમ 22 ઓક્ટોબરના રોજ ન્યુઝીલેન્ડ સામે રમવા માટે ઉતરશે અને એક સપ્તાહ પછી 29 ઓક્ટોબરના રોજ લખનઉમાં ઈંગ્લેન્ડ સામે મેચ રમવા માટે ઉતરશે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ કોણ રમવા માટે ઉતરશે, તે બાબતે વિચારણાં કરવામાં આવી રહી છે. 

26 ઓક્ટોબરના પહોંચશે ખેલાડી
મીડિયા રિપોર્ટ અનુસાર 2 મેચમાં 7 દિવસનું અંતર હોવાથી ખેલાડીઓ પાસે પરિવારને મળવાનો મોકો છે. તમામ ખેલાડીઓ 26 ઓક્ટોબર સુધીમાં લખનઉ પહોંચી જશે. ખેલાડીઓએ મેચના 48 કલાક પહેલા પહોંચવું જરૂરી છે. ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે, જેણે રાઉન્ડ રોબિનની 9 મેચ 9 વેન્યૂ પર રમવાની રહેશે. હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા, તેમની પગની પાનીમાં ઈજા થઈ છે, જેના કારમે મેચ છોડીને મેદાનની બહાર જવું પડ્યું હતું. 

હાર્દિક પંડ્યાની ઈજા બાબતે રોહિત શર્મા જણાવે છે કે, આ ઈજા વધુ ગંભીર નતી. જેથી ન્યુઝીલેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડ્યાને આરામ મળી શકે છે. ફિટ થવા માટે 10 દિવસનો સમય લાગશે. હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્લેઈંગ-11માં આર.અશ્વિન અથવા મોહમ્મદ શમીને મોકો મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ