બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / women should eat these 5 nuts to remain energetic and iron

હેલ્થ ટિપ્સ / મહિલાઓએ રોજ ખાવ જોઇએ આ નટ્સ,દિવસ ભર રહેશે તાજગીને એનર્જી,આર્યનમાં સુધારો આવશે,જાણી લો

Bijal Vyas

Last Updated: 06:12 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુર્વેદિક એક્સપર્ટ મુજબ, આ નટ્સ મહિલાઓના અનેક પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે છે. તો આવો જાણીએ મહિલાઓ માટે ફાયદાકારક નટ્સ અને તેને ખાવાની યોગ્ય માત્રા વિશે...

  • નટ્સ મહિલાઓના અનેક પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે છે
  • કાળી દ્રાક્ષ ગર્ભાશય અને અંડાશયમાં બ્લડના ફ્લોમાં સુધાર કરે છે
  • નટ્સમાં 80 ટકા ફેટ હોય છે

પોતાની હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જ જરુરી છે પછી તે ગૃહિણી હોય કે વર્કિંગ વુમન હોય. પરિવારની સંભાળ લેવામાં પોતાનું ધ્યાન રાખવાનું મહિલાઓ ભૂલી જાય છે. જો તમને સતત થાકનો અનુભવ કરે છે અને તમે પોતાની સ્કિન-વાળની ક્વોલિટીથી પણ પરેશાન છો તો આયુર્વેદિક એક્સપર્ટ મુજબ, આ નટ્સ મહિલાઓના અનેક પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે છે. તો આવો જાણીએ મહિલાઓ માટે ફાયદાકારક નટ્સ અને તેને ખાવાની યોગ્ય માત્રા વિશે....

મહિલાઓની હેલ્થ માટે સૂકા મેવા 
1. કાળી દ્રાક્ષ 

કાળી દ્રાક્ષમાં નેચરલ એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ તત્વ સ્કિન અને વાળ માટે સારા હોય છે, તેમાં એલ-આર્જિનિન અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જો આયર્નથી ભરપુર હોય છે, આ ગર્ભાશય અને અંડાશયમાં બ્લડના ફ્લોમાં સુધાર કરે છે. 

Topic | VTV Gujarati

2. બદામ
હેલ્થ માટે બદામ ખૂબ જ ફાયદાકારક હોય છે, બદામ પ્રોટીન, ફાઇબર, વિટામિન ઇ, કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ અને રાઇબોફ્લેવિન, આયર્ન, પોટેશિયમ, ઝિંક અને બી વિટામિનથી ભરપુર હોય છે. આ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે. બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે, અને બ્લડ શુગરને બનાવી રાખે છે. સાથે કેન્સરને રોકે છે. 

3. ખજૂર
ખજૂરમાં પણ અનેક પ્રકારના પોષક તત્વ હોય છે. આ સેલેનિયમ,  મેગનિઝ, મેગ્નેશિયમ અને કોપરથી ભરપુર હોય છે. ખજૂર તમને તરત જ એનર્જી આપે છે. તેની સાથે તે સ્કિનમાં સુધાર કરે છે, જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે દૂધ સાથે ખજૂરનું સેવન કરવુ જોઇએ. 

4. પિસ્તા
પિસ્તામાં હેલ્દી ફેટ હોય છે. આ ફાયબર, પ્રોટીન, વિટામિન બી6 અને થાયમિનનો એક મોટો સ્ત્રોત છે. આ પેટના કેન્સરના જોખમને ઘટાડે છે. 

5.અખરોટ
મગજના આકારમાં દેખાતી અખરોટમાં અનેક હેલ્થ બેનિફિટ્સ હોય છે. આ એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. આ સોજાને ઘટાડે છે, તે સાથે આંતરડાને હેલ્દી રાખવામાં મદદ કરે છે. 

Health Tips: પુરૂષોએ પોતાના ડાયટમાં સામેલ કરવા જોઈએ આ ડ્રાય ફ્રૂટ્સ, વધી  જશે સ્ટેમિના | dry fruits for men health increase stamina eat dry dates  raisins

આ રીતે ખાવો નટ્સ?
આયુર્વેદનુ માનીએ તો મેવા પચવામાં ભારે હોય છે, કારણ કે તેમાં હેલ્દી ફેટ, પ્રોટીન અને ફાઇબરની સારી માત્રા હોય છે અને તે ગરમ પણ હોય છે. તે માટે જ્યારે તેને ખાઓ તે પહેલા 6-8 કલાક સુધી પલાળી રાખો. પલાળી રાખ્યા બાદ તેની ગરમી ઓછી થઇ જાય છે. જો તમે તેને સુકુ જ ક્રશ કરી લો અને પછી તેનુ સેવન કરો. 

નટ્સ ખાવાનો સૌથી સારો સમય?
સવારે સૌથી પહેલા કે સાંજે નાસ્તાના સમયે તમે નટ્સ ખાવાનો સમય વધુ યોગ્ય છે. 

મેવા કેટલી માત્રામાં ખાવુ?
જો તમારી પાચન ક્ષમતા સારી છે, તમે રોજ વ્યાયામ કરો છો, યોગ્ય માત્રામાં પાણી પીઓ છો અને કોઇ બીમારી નથી તો રોજ એક મુઠ્ઠી જેટલા મેવા(નટ્સ) ખાઇ શકો છો. 

ધ્યાન રાખો 
નટ્સ ખાવાથી અપચો, પેટ ભારે થવુ, ગરમીની સમસ્યા, ડાયરિયા, વજન વધવુ, ભૂખ ના લાગવી વગેરે થઇ શકે છે કારણ કે તેમાં 80 ટકા ફેટ હોય છે. તેથી તેને વધારે માત્રામાં ખાવાથી બચો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ