બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / wife thrashed her husband at the railway station video viral

કપલનો કંકાશ / VIDEO : પત્નીએ ધોળે દિવસે દેખાડ્યું નર્ક, રેલવે સ્ટેશન પર પતિની કરી ભયંકર પિટાઈ, નહીં જોયો હોય આવો ઝગડો

Hiralal

Last Updated: 04:55 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે સ્ટેશન પર કપલના ઝગડાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં પત્નીએ પગ પકડીને પતિને પટકી દીધો અને પછી તેની છાતી પર ચઢી બેસીને મુક્કા માર્યાં હતા.

  • રેલવે સ્ટેશન પર કપલ વચ્ચે ઝગડો
  • પત્નીએ પતિને બરાબરનો માર્યો
  • પગ પકડીને પટક્યો, છાતી પર ચઢી બેઠી 

કપલ્સ વચ્ચે ગમે તેટલો પ્રેમ હોય તો પણ તેમના માટે ઝઘડા થવા સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક તેઓ જાહેરમાં કોઈ શરમ રાખ્યા વગર એકબીજા પર તૂટી પડતાં હોય છે. રેલવે સ્ટેશન પર કપલના એક ભયંકર ઝગડાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં રેલવે સ્ટેશન પર એક કપલ વચ્ચે મારામારી થતી જોવા મળી રહી છે.

રેલવે સ્ટેશન પર કપલ વચ્ચે મારામારી 
વીડિયોમાં એક કપલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ટ્રેન આવીને અટકી જાય છે, પરંતુ આ સમયે એવું તો શું થયું કે પત્ની અચાનક ગુસ્સે થઈ ગઈ અને તેના પતિને માથા પર લાત  મારી જે પછી તેણે પગ પકડીને પતિને પ્લેટફોર્મ પર પછાડી દીધો અને તેની છાતી પર ચઢીને તેને લાતો-મુક્કા મારવા લાગી. પત્નીના હુમલાથી પતિ ખૂબ ડઘાઈ ગયો તેણે ઊભા થવાની કોશિશ કરી પરંતુ પત્ની મૂકે તેમ લાગતું નહોતું. ઘણો સમય સુધી આ ડ્રામા ચાલું રહ્યો હતો, આખરે પતિનો છૂટકારો થયો પરંતુ તેણે ખૂબ ધરાઈને માર ખાધી હતી. 

લોકોએ કહ્યું- આવી લડાઈ પહેલા નથી જોઈ
આ વીડિયોને જોનારા સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે, તેમણે આ પહેલા ક્યારેય આવી લડાઈ જોઈ નથી. એક યુઝરે કહ્યું, "તેને ઓલિમ્પિકમાં મોકલવી જોઈએ.  કેટલાકે કહ્યું, "નવી ડબ્લ્યુડબ્લ્યુઇ ચેમ્પિયનશિપ છે. લગ્નજીવનમાં ઝગડા થવા સામાન્ય છે પરંતુ આવી રીતે જાહેરમાં પતિને મારવો  અશોભનીય છે તેવું પણ લોકોએ કહ્યું. 

વાયરલ થયો વીડિયો
રેલવે સ્ટેશન પર પતિને મારી રહેલી પત્નીનો વીડિયો વાયરલ થયો છે. સરવાળે આ ઘટના લોકોને ગમી નથી અને ગમે તેવી પણ નથી, ગમે તેમ તો તે તેનો પતિ છે અને તેની સાથે આવો વ્યવહાર કરવો અયોગ્ય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ