બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Why Pan Masala and tobacco are sold separately, asked SC

સુનાવણી / પાન-મસાલા અને તમાકુને અલગ અલગ વેચવાની 'ચાલાકી' અંગે સુપ્રીમ કોર્ટમાં દલીલ, સરકારે કહ્યું, હવે પ્રતિબંધ કઈ રીતે લગાવીએ?

Vaidehi

Last Updated: 05:16 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાન-મસાલા અને તમાકૂને અલગ-અલગ શા માટે વેંચવામાં આવે છે- આ મુદો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો. તમિલનાડુ સરકાર અને કોર્ટ વચ્ચે આ મુદે અનેક દલીલો થઈ રહી છે.

  • પાન-મસાલા - ગુટકાને લઈ SC ભડકી
  • બંનેનાં અલગ-અલગ વેંચાણ પર ઊઠાવ્યો સવાલ
  • તમિલનાડુ સરકારે જણાવ્યું કારણ

પાન-મસાલા અને તમાકૂને અલગ-અલગ શા માટે વેંચવામાં આવે છે. તેને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન એ વાત સામે આવી કે કાયદાની નજરોમાંથી છટકવા માટે આ બંને વસ્તુઓને અલગ-અલગ વેંચવામાં આવે છે અને પછી લોકો બંનેને મિક્સ કરીને ગુટકા બનાવે છે.

SCમાં આ મુદે થઈ સુનાવણી
તમિલનાડુમાં ગુટકા-પાન મસાલાનાં વેંચાણ પર બેન લગાવવાનાં આદેશને પડકારતી અરજીની ચર્ચા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી. આ મામલા પર 13 એપ્રિલનાં રોજ SC માં સુનાવણી થઈ જે દરમિયાન જસ્ટિસ કે.એમ. જોસેફ અને જસ્ટિસ બી.વી.નાગરત્નાની પીઠએ તમિલનાડુ સરકારને કેટલાક પ્રશ્નો પૂછ્યાં.

પ્રશ્ન: અમૃત થોડી વેંચવામાં આવે છે, ગુટકાનાં વેંચાણ પર કાયમી પ્રતિબંધ કેમ નથી લાદતા.

જવાબ:
આ મુદે તમિલનાડુ સરકારે SCને જવાબ આપતાં જણાવ્યું કે તેના પર કાયમી પ્રતિબંધ ન લગાડી શકીએ કારણકે કંપનીઓ પાન-મસાલા અને તમાકૂનું અલગ-અલગ વેંચાણ કરે છે. લોકો અલગ પાઉચ ખરીદે છે અને તેને મિક્સ કરીને ગુટકા બનાવે છે. હવે તમે જ જણાવો કે તમાકૂ અને પાન-મસાલાનાં ખરીદ-વેંચાણ પર કઈરીતે પ્રતિબંધ લગાવીએ.?

ગુટકા નિર્માતાઓની તરફથી સી.એસ.વૈદ્યનાથને કહ્યું કે, 
માત્ર સ્વાસ્થ્ય કટોકટીનાં સમયમાં જ તેના ખરીદ વેંચાણ પર અસ્થાઈ પ્રતિબંધો લગાવી શકાય છે, સંપૂર્ણ પ્રતિબંધ હાલનાં કાયદાની ફ્રેમવર્ક અંતર્ગત શક્ય નથી.

સિબ્બલે કહ્યું કે દરવર્ષે આ જ દલીલ કરવી પણ યોગ્ય નથી કારણકે વર્ષ વિત્યા પછી પણ આ જનતાનાં આરોગ્ય માટે તેટલું જ હાનિકારક છે. શું વર્ષો વીતી ગયા પછી તેના સેવનથી કેન્સરનું જોખમ ટળી જાય છે? આ કેવી દલીલ કરવામાં આવી રહી છે? સિબ્બલે આગળ જણાવ્યું કે 2016માં રાજ્યમાં તમાકૂ પર બેન લગાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અમે નથી ઈચ્છતા કે હાઈકોર્ટ આ આદેશનાં માર્ગમાં અવરોધો ઊભા કરે.

જો કે પીઠે આ તમામ દલીલો બાદ અત્યારસુધી કોઈ આદેશ આપ્યો નથી. આ મામલાની આવતી સુનાવણી 18 એપ્રિલનાં થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ