બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Why does the ink applied on the finger during voting not fade away for many days? what is the specialty

લોકસભા ચૂંટણી 2024 / મતદાન વખતે આંગળી પર લગાવેલી શાહી કેમ અનેક દિવસો ભૂસાતી નથી? શું છે ખાસિયત

Published By: Vishal Dave

Last Updated: 09:06 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મતદારની આંગળી પર લગાવવામાં આવતી શાહીનું પણ ખુબ મહત્વ રહેલું છે..  શાહી મતદાન કર્યાની ઓળખછે. જે ભૂસાતા અનેક દિવસો લાગે છે

જે રીતે ચૂંટણીમાં એક-એક મતની કિંમત હોય છે.. તેવી રીતે ચૂંટણીમાં વપરાતી અને દરેક મતદારની આંગળી પર લગાવવામાં આવતી શાહીનું પણ ખુબ મહત્વ રહેલું છે.. કારણ કે, શાહી મતદાન કર્યાની એક ઓળખ હોય છે.. જેને ભૂસાતા અનેક દિવસો લાગી જાય છે.. આ શાહીનો હેતુ એક જ વ્યક્તિ દ્વારા બે વાર મતદાન અથવા તો બોગસ મતદાન અટકાવવાનો છે.. 

આ શાહી કઇ જગ્યાએ બને છે ?

ચૂંટણીમાં વપરાતી આ અવિલોપ્ય શાહી આપણા દેશમાં માત્ર એક જ જગ્યાએ બને છે. આ જગ્યા છે મૈસુર ..  મેસુરમાં  મૈસુર પેઇન્ટ અને વાર્નિશ લીમીટેડ નામની સરકારી કંપની આવેલી છે. જે આ અવિલોપ્ય શાહી બનાવે છે. હાલના ડેટા પ્રમાણે આ લોકસભા ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલનો વપરાશ થશે. 

આ કંપની  25 જેટલા અલગ અલગ દેશોમાં શાહી પુરી પાડે છે

આ કંપની માત્ર ભારતીય ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ વિશ્વના 25 જેટલા અલગ અલગ દેશમાં શાહી પુરી પાડે છે. આ અવિલોપ્ય શાહીની વિશેષતા અંગે વાત કરીએ તો.. આ શાહીમાં એક સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે, જે કોઈપણ અલ્ટ્રા વાયોલેટ લાઈટ અથવા સન લાઈટની સાથે રિએક્ટ કરે છે. આ અવિલોપ્ય શાહીની અસર બે થી ચાર અઠવાડિયા સુધી રહે છે. જેથી મતદાન બોગસ મતદાન કરવા જાય તો પકડાય જાય છે.. 

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીની તબિયત બગડી, રાંચીમાં ઈન્ડી એલાયન્સ રેલીમાં નહીં થાય સામેલ, મધ્યપ્રદેશ પ્રવાસ પણ રદ

ચૂંટણી કામગીરીમાં 300 જેટલી સ્ટેશનરીની વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે

આ શાહી સાથે ચૂંટણી કામગીરીમાં દોરા, રબર બેન્ડ, પેન, પેન્સિલ, પેપર, માચીસ, સ્ટેમ્પ,  ઈન્ક પેડ, મીણબત્તી,  મશીન સીલ કરવા ઉપયોગમાં લેવાતી લાખ સહિત નાની મોટી થઈને 300 જેટલી સ્ટેશનરીની વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે. જેમાં આ શાહીની એક વિશેષ ખાસિયત અને મુખ્ય મહત્વ રહેલું છે જે તેને અન્ય વસ્તુ કરતા અલગ પાડે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Election Government Voting indispensable Ink mysore voter loksabha election 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ