બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Why didn't the court give a prison sentence after killing the boyfriend by drinking ganja?

કેલિફોર્નિયા / ગાંજો પીને બોયફ્રેન્ડની કરી હત્યા, 108 વખત ચપ્પુના ઘા માર્યા: છતાં કોર્ટે જેલની સજા કેમ ન આપી?

Priyakant

Last Updated: 02:51 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

California Crime Latest News: ચુકાદો આપતી વખતે ન્યાયાધીશે કહ્યું કે, જ્યારે મહિલાએ પુરુષને ચાકુ માર્યું ત્યારે તે નશાની હાલતમાં હતી અને તેની ક્રિયા પર તેનું નિયંત્રણ નહોતું

  • કેલિફોર્નિયામાં મહિલાએ ગાંજો પી બોયફ્રેન્ડની કરી હત્યા 
  • 108 વખત ચપ્પુના ઘા માર્યા છતાં કોર્ટે જેલની સજા ન આપી 
  • વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે, તેણી નશાની હાલતને કારણે હત્યા માટે જવાબદાર નથી

કેલિફોર્નિયામાં એક હત્યા કેસની ખૂબ ચર્ચા થઈ રહી છે. વાત જાણે એમ છે કે, ત્યાંની એક મહિલા પર તેના બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. જેમાં મહિલાએ તેના બોયફ્રેન્ડને ઢોર માર માર્યો, મહિલાને દોષી પણ ઠેરવવામાં આવી હતી. પરંતુ ચુકાદો આપતી વખતે ન્યાયાધીશે કહ્યું કે, જ્યારે મહિલાએ પુરુષને ચાકુ માર્યું ત્યારે તે નશાની હાલતમાં હતી અને તેની ક્રિયા પર તેનું નિયંત્રણ નહોતું.  દોષિત મહિલાને જેલ પણ કરવામાં આવી ન હતી.

અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના મે 2018નો છે. બ્રિઆના સ્પેજચર નામની મહિલાએ તેના બોયફ્રેન્ડ ચાડ ઓ'મેલિયાના એપાર્ટમેન્ટમાં ગાંજો પીધો અને પછી અચાનક તેના પર છરી વડે હુમલો કર્યો. એકવાર નહીં પરંતુ 108 વખત. તેણે પોતાની જાતને પણ ઘણી વાર ચાકુ માર્યું હતું. આ બંનેની ઘટનાના થોડા અઠવાડિયા પહેલા જ મુલાકાત થઈ હતી. વેન્ચુરા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીએ અગાઉ સ્પીચર પર હત્યાનો આરોપ મૂક્યો હતો. ત્યારપછી ચાર્જ અનૈચ્છિક હત્યામાં બદલાઈ ગયો. તો પણ ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા થાય. પણ સુનાવણી દરમિયાન સ્પેજચરના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે, તેણી નશાની હાલતને કારણે હત્યા માટે જવાબદાર નથી. 

શું  સજા આપી કોર્ટે ? 
આ પછી 23 જાન્યુઆરીએ વેન્ચુરા કાઉન્ટી સુપિરિયર કોર્ટના જજ ડેવિડ વર્લીએ તેને બે વર્ષની પ્રોબેશન અને 100 કલાકની સામુદાયિક સેવાની સજા સંભળાવી. ન્યાયાધીશે કોઈપણ પ્રકારની જેલની સજા આપવાનો ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે, સામુદાયિક સેવાની સજા હેઠળ દોષિતને પગાર વિના ચોક્કસ સમયગાળા માટે બિન-લાભકારી અથવા કર સહાયક એજન્સીઓ સાથે કામ કરવું પડે છે. અમેરિકા, યુકે, સ્વીડન જેવા ઘણા વિકસિત દેશોમાં આ પ્રકારની સજા આપવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારત સરકારે નાના ગુનાઓ માટે પણ સામુદાયિક સેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 

વધુ વાંચો: ઑસ્ટ્રેલિયામાં ચાર ભારતીયોના નિધન: રજાઓ માણવા ફિલિપ આઇલેન્ડ પહોંચ્યો હતો પરિવાર

શું કહ્યુ મૃતકના પિતાએ ? 
મૃતકના પિતાએ ચુકાદો સંભળાવનાર ન્યાયાધીશને ચેતવણી આપી હતી કે, આરોપીને આ સજા આપીને તેણે નશાને 'હત્યાના લાયસન્સ' તરીકે સ્થાપિત કર્યો છે. તેમણે કહ્યું કે, જો તમે કોઈને 108 વાર છરા મારવાથી બચી શકશો તો આપણી પાસે અરાજકતા સિવાય કંઈ જ બચશે નહીં. તેમણે કહ્યું કે, તેમના પુત્રએ છોકરી સાથે કંઈ કર્યું નથી પરંતુ આરોપીને હત્યા કરવા માટે છૂટ આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ