બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Australia 4 Indian Died In Drowning At Victoria Philip Island

મોટા સમાચાર / ઑસ્ટ્રેલિયામાં ચાર ભારતીયોના નિધન: રજાઓ માણવા ફિલિપ આઇલેન્ડ પહોંચ્યો હતો પરિવાર

Priyakant

Last Updated: 10:57 AM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Australia Latest News: ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઈ કમિશને આપી માહિતી, વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ પર ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના

  • ઓસ્ટ્રેલિયાથી ખૂબ જ દુઃખદ સમાચાર, ડૂબી જવાથી 4 ભારતીયના મોત
  • ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઈ કમિશને આપી માહિતી
  • મૃતકો એક જ પરિવારના અને ફિલિપ આઇલેન્ડ પર રજાઓ ગાળવા આવ્યા હતા

Australia News : ઓસ્ટ્રેલિયાથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઓસ્ટ્રેલિયામાં ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતા અને ફિલિપ આઇલેન્ડ પર રજાઓ ગાળવા આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઈ કમિશને આ માહિતી આપી છે. મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ લોકોની ઉંમર 20 વર્ષની આસપાસ હતી જ્યારે એક મહિલાની ઉંમર 40 વર્ષની આસપાસ હતી.

શું કહ્યુ ભારતીય હાઈ કમિશને  ? 
ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ઓસ્ટ્રેલિયામાં હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ પર ચાર ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના. હાઈ કમિશન પીડિત પરિવારના સંપર્કમાં છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. 

મહત્વનું છે કે, આ ઘટના 24મી જાન્યુઆરીની છે. પોલીસે જણાવ્યું કે તેમને લગભગ 3.30 વાગ્યે ફિલિપ આઇલેન્ડ પર લોકોના ડૂબવાની માહિતી મળી હતી. માહિતી મળતા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણ મહિલાઓ અને એક યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી તમામને CPR આપીને ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્રણને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં બે મહિલા અને એક યુવકની ઉંમર 20 વર્ષની આસપાસ અને એક મહિલા 40 વર્ષની હતી. બધા એક જ પરિવારના છે. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક મહિલા બેભાન હતી જેને એરલિફ્ટ કરીને મેલબોર્નની આલ્ફ્રેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, મૃતકોમાંથી ત્રણ ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, જ્યારે 40 વર્ષીય મહિલા રજાઓ ગાળવા ઓસ્ટ્રેલિયા આવી હતી.

વધુ વાંચો: સાઉદી અરેબિયામાં ખુલશે પહેલી દારૂની દુકાન: જાણો કોને કોને મળશે પીવાની છૂટ, 1950થી હતી બેન

ફિલિપ આઈલેન્ડ દરિયાઈ ગુફાઓ માટે પ્રખ્યાત
વિક્ટોરિયાનો ફિલિપ આઇલેન્ડ તેના ગુફાવાળા દરિયાકિનારા માટે પ્રખ્યાત છે. અહીં દરિયાની નીચે ગુફાઓ છે, પરંતુ સ્થાનિક લોકો તેને ખતરનાક માને છે કારણ કે અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી અને અહીં લાઈફગાર્ડ પેટ્રોલિંગની કોઈ વ્યવસ્થા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ