બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Who can challenge PM Modi says survey

મતદારોનો મિજાજ / PM મોદીને કોણ આપી શકે છે ટક્કર? પબ્લિકે રાહુલ ગાંધી નહીં આ નેતાનું લીધું નામ: સર્વે

Khyati

Last Updated: 05:54 PM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં વિવિધ રાજ્યોની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યાપરે ખાનગી સંસ્થા દ્વારા મતદારોનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  • ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો સરવે
  • ચૂંટણી બાદ કોની સરકાર બનશે ?
  • પીએમ મોદીને વિપક્ષમાં કોણ આપી શકે છે ટક્કર

હાલ દેશમાં ચૂંટણીને લઇને તૈયારીઓ ચાલી રહી છે. આવનારા ટૂંક સમયમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે તેવામાં  જો ચૂંટણી થાય તો કોની સરકાર બનશે.. કોને કેટલા મત મળશે ? આ તમામને લઇને લોકોનો શું મિજાજ છે તે જાણવાનો એક ખાનગી સંસ્થાએ પ્રયાસ કર્યો છે.  આ વચ્ચે એ પણ જાણવાની કોશિશ કરવામાં આવી કે જનતાની નજરમાં હાલમાં વિપક્ષમાંથી કોણ સૌથી મોટો ચહેરો છે જે પીએમ મોદીને ટક્કર આપે છે.

પીએમ મોદી સામે વિપક્ષમાં કોણ આપી શકે ટક્કર

આ સરવેમાં મોદી સરકાર સામે વિપક્ષની ભૂમિકામાં કોને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા છે . આ અંગે સરવે કરવામાં આવતા રસપ્રદ પરિણામ મળ્યુ. પીએમ મોદી મોદી સામે ટક્કર આપનારા નેતાઓમાં સૌથી પહેલી પસંદ તરીકે 17 ટકા સાથે પ.બંગાળની મમતા બેનરજી છે જ્યારે બીજા નંબર પર 16 ટકા સાથે અરવિંદ કેજરીવાલ છે. ત્યાં 11 ટકા એવુ માને છે કે રાહુલ ગાંધી ત્રીજા નંબર પર પીએમ મોદીને ટક્કર આપનારા નેતા તરીકે જનતાની લિસ્ટમાં છે.

પીએમ મોદી બાદ બીજેપીમાં ઉત્તરાધિકારી કોણ ? 

આ ઉપરાંત જ્યારે પીએમ મોદી પછી બીજેપીના ઉત્તરાધિકારી કોણ હોઇ શકે તે અંગે સરવે કરવામાં આવ્યો તો તેનો જવાબ પણ ઘણો જ રોચક હતો. 24 ટકા લોકોએ પીએમ મોદી બાદ અમિત શાહ પર પસંદગી ઉતારી છે જ્યારે 23 ટકા લોકોનું માનવુ છે કે યોગી આદિત્યનાથ જનતાની બીજી પસંદ છે. તો આ સરવેમાં પીએમ તરીકે જનતાની પસંદગીની યાદીમાં ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીનો પણ સમાવેશ થાય છે. ગડકરીને 11 ટકા લોકો પસંદ કરે છે.

પીએમના કામને લઇને શું છે મત ?

સર્વેમાં હાજર પીએમ મોદીના કામને લઈને મતદાતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં 35 ટકા લોકો પીએમ મોદીના કામથી ઘણા સંતુષ્ટ છે અને તેમના કહેવા પ્રમાણે પીએમનું કામ 'ખૂબ સારું'ની શ્રેણીમાં આવે છે. સર્વેમાં 38 ટકા લોકોએ પીએમના કામને 'સારું' ગણાવ્યું છે. આ સિવાય 15 ટકા લોકોએ પીએમના કામને 'સરેરાશ' કહ્યું, 08 ટકા લોકોએ 'ખરાબ' તો 12 ટકાએ 'ખૂબ ખરાબ' ગણાવ્યુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ