બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / What the DEO said on the Clorex School prayer dispute in Ghatlodia

સ્પષ્ટતા / 'ભવિષ્યમાં શાળાને આવાં કાર્યક્રમોથી દૂર રહેવા તાકીદ', ઘાટલોડિયાની ક્લોરેક્સ સ્કૂલના નમાજ વિવાદ મુદ્દે DEOએ શું કહ્યું

Vishal Khamar

Last Updated: 11:08 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ક્લોરેક્સ શાળામાં નમાઝ વિવાદનો મામલે શિક્ષણાધિકારીએ સ્પષ્ટતા કરી છે. આ બાબતે ડીઈઓની ટીમે આજે શાળાની મુલાકાત લીધી હતી. આ બાબતે શાળાનાં પ્રિન્સિપાલે પ્રતિક્રિયા આપી હત કે, અમારી શાળામાં દરેક તહેારની નિયમિત ઉજવણી કરીએ છીએ. અમારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ન હતો.

 

  • અમદાવાદ ક્લોરેક્સ શાળામા નમાઝ વિવાદનો મામલો
  • વાયરલ થયેલ વીડિયો બાબતે શિક્ષણ અધિકારીએ કરી સ્પષ્ટતા
  • DEOની ટીમે આજે શાળાની મુલાકાત લીધી

ગત રોજ અમદાવાદની ક્લોરેક્સ શાળામાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ વાલીઓ તેમજ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ સમગ્ર મામલે ડીઈઓ દ્વારા તપાસનાં આદેશ આપ્યા હતા. આજે ડીઈઓની ટીમ દ્વારા શાળાની મુલાકાત લીધી હતી. આ બાબતે શાળાનાં પ્રિન્સિપાલ નિરાલી ડગલીએ પ્રતિક્રિયા આપી હતી કે, અમારી શાળા દરેક તહેવારની નિયમિત રીતે ઉજવણી કરીએ છીએ. અધિકારીઓ દ્વારા કાર્યક્રમનાં વીડિયો તેમજ ફોટો પણ માંગવામાં આવ્યા હતા.  તેમજ અમારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ન હતો કે કોઈ ધર્મને પ્રમોટ કરવાનો આશય નથી. 

વીડિયો વાયરલ થતા જ અમે શાળાને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો હતોઃ આર.એમ.ચૌધરી (જીલ્લા શિક્ષણાધિકારી)
આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરીઓ જણાવ્યું હતું કે,  કેલોરેક્સ શાળા ઘાટલોડિયામાં આવેલી છે.  તા. 27.9.2023 નાં રોજ ઈદે મિલાદનાં તહેવાર નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેની એક બાબત ધ્યાન ઉપર આવી જેનો વીડિયો ગઈકાલે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેવી ઘટનાં ધ્યાન ઉપર આવી તેવી તરત જ અમે શાળાને નોટીસ ફટકારી હતી. અને તેનો ખુલાસો માંગ્યો હતો.  જે ખુલાસો શાળા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.  જેનાં ભાગરૂપે આજે અમારી ટીમ શાળા કક્ષાએ ગઈ હતી. અને ખાસ હકીકત લક્ષી અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. 

આર.એમ ચૌધરી (DEO અમદાવાદ)

સ્કૂલ દ્વારા કોઈ બદ ઈરાદાથી આ કાર્યક્રમ કર્યો હોય તેવું નથી જણાતુંઃ આર.એમ.ચૌધરી (જીલ્લા શિક્ષણાધિકારી)
જે અહેવાલ રજૂ થયો છે તેમાં એક બાબત ચોક્કસ છે કે એક બાળક જે છે તે મુસ્લિમ સમાજનું છે જે નમાઝ પઢી રહ્યો છે.  તેની સાથે બીજા જે બાળકો હતો તેઓ હિન્દુ હોવા છતાં તેઓને આ પ્રવૃતિમાં ભાગ લેવડાવ્યો હતો. શાળા આ બાબતે એવું કહે છે કે સર્વ ધર્મ સમભાવનાં ભાગરૂપે અમે આ પ્રવૃતિ કરાવવામાં આવી હતી.  ત્યારે સર્વધર્મ સમભાવની ભાવનાથી કાર્યક્રમનાં ભાગરૂપે જો કાર્યક્રમ થાય તો વાલીઓની સંમતિ જરૂરી છે.  ક્યાંય પણ ધાર્મિક લાગણી ન દુભાય તે પણ જોવું જોઈએ.  તે પ્રકારે જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તપાસનાં અહેવાલમાં આમ સ્પષ્ટ જણાતુ નથી.  કે તેમનો ઈરાદો આ પ્રકારનો હોઈ શકે. સ્કૂલ દ્વારા કોઈ બદ ઈરાદાથી આ કાર્યક્રમ કર્યો હોય તેવું નથી જણાતું.  આવા કાર્યક્રમોથી ધાર્મિક લાગણી દુભાઈ શકે તેવા કાર્યક્રમોથી શાળાએ દૂર રહેવું તેવી તાકીદ આપીશું.  આ અહેવાલને અમે આગળ મોકલાવીશું તેમજ વડી કચેરી તરફથી અમને જે કોઈ આદેશ મળશે.  તેનું પાલન કરીશું. અને શાળાને સખ્ત શબ્દોમાં કોઈની લાગણી દુભાય તેવા કાર્યક્રમો ન કરવાની તાકીદ કરીશું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ