બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / What Indian Users watch on smartphone most of the time, research provided the report of over 2000 samples

સર્વે / સ્માર્ટફોન પર સૌથી વધુ ભારતીયો શું જુએ છે? રિપોર્ટમાં થયો હચમચાવી દે તેવો ખુલાસો, મગજ ચકરાવી મૂકે તેવા આંકડા

Vaidehi

Last Updated: 06:58 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારતીયો સ્માર્ટફોન પર સૌથી વધુ સોશિયલ મીડિયા પર સમય વ્યતિત કરે છે .

  • સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં ભારતીયો પર રિસર્ચ
  • ભારતીયો ફોનમાં શું સૌથી વધુ જુએ છે તે અંગે ખુલાસા
  • રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર યૂઝર વિતાવે છે વધુ સમય

સ્માર્ટફોન આપણાં જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. ફોન પર વાત કરવી હોય, મેસેજ કરવો હોય કે પછી ઈન્ટરનેટનો ઉપયોગ કરવો હોય-તમામ કાર્ય માટે ફોનનો ઉપયોગ થતો હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે ફોન પર દિવસનાં કેટલા કલાકો વિતાવીએ છીએ? રિસર્ચમાં ભારતીયો ફોન પર સૌથી વધુ શું જુએ છે અને કેટલો સમય જુએ છે તે અંગેનો રિપોર્ટ રજૂ થયો છે.

સૌથી વધુ સમય સોશિયલ મીડિયા પર
ભારતીય યૂઝર્સ પ્રતિદિન આશરે 3 કલાકથી વધારેનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે જ્યારે ઓનલાઈન ગેમિંગ પર 45 મિનીટથી વધારેનો સમય વ્યતિત કરે છે. રિપોર્ટમાં સોશિયલ મીડિયા આ લિસ્ટમાં ટોપમાં સ્થાન ધરાવે છે. દરરોજ 194 મિનીટથી વધારે સોશિયલ મીડિયા જ્યારે OTT પર 44 મિનીટ અને ઓનલાઈન ગેમિંગમાં 46 મિનીટનો સમય નોંધાયો છે.

કેટલો ખર્ચો કરે છે યૂઝર?
1% યૂઝર ઓનલાઈન ગેમિંગ પર પ્રતિમાહ 100 રૂપિયાથી ઓછો અને દરરોજ એક કલાકનો સમય ખર્ચ કરે છે. OTT પર યૂઝર 200-400 રૂપિયા ખર્ચ કરે છે. આ સર્વે 2000 લોકો પર કરવામાં આવ્યો છે અને 143 મોબાઈલ એપ્લિકેશનનાં 20.6 લાખથી વધારે યૂઝર્સનાં ઈન-એપ ડેટાનાં આધાર પર આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

ભાવ વધારાની શું અસર?
આ સિવાય યૂઝર્સે કહ્યું કે ઓનલાઈન ગેમનાં પ્રાઈસમાં 30%નો વધારો થવાને લીધે 71% સંખ્યામાં ઘટાડો આવી શકે છે જે હાઈ-પ્રાઈસ સેંસિટિવિટીને દર્શાવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે OTT માટે આ સંખ્યા માત્ર 17% જ રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ