બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / What Ganguly said after India's win caused a stir, Rahul Dravid also reacted
Last Updated: 04:37 PM, 6 February 2024
ADVERTISEMENT
ઇંડિયન ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર જીત મળી છે. બંને ટીમોએ શ્રેણીમાં એક-એક મેચ જીતી છે. આ 5 મેચની શ્રેણીની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ જીત્યું હતું. તે પછીની બીજી મેચ ભારતે જીતી છે. ઇંડિયન ટીમની જીત બાદ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે ચર્ચાનો વિષય બની છે. આ વાત પર કોચ રાહુલ દ્રવિડે પણ પોતાની પ્રતિક્રિયા જણાવી છે.
એક મેચ ઈંગ્લેન્ડ જીત્યું છે અને એક મેચ ભારત જીત્યું છે
ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં, એક મેચ ઈંગ્લેન્ડ જીત્યું છે અને એક મેચ ભારત જીત્યું છે. બંને ટીમો 1-1 મેચથી એકબીજાની બરાબરીમાં આવી ગઈ છે. હવે બાકીની રહેલી 3 મેચમાં જે વધુ મેચ જીતશે તે ટ્રોફી જીતશે. ભારત કોઈ પણ કારણોસર ટેસ્ટ શ્રેણી ડ્રો કરવા નથી માંગતુ. હૈદરાબાદ રમાયેલી ટેસ્ટમાં હારી ગયા બાદ ભારત 106 રને જીત્યું હતું. ત્યારબાદ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ સોશિયલ મીડિયા પર ટીમના બોલરોના વખાણ કરતા એક પોસ્ટ કરી હતી. જે ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality…
— Sourav Ganguly (@SGanguly99) February 3, 2024
ADVERTISEMENT
બેટિંગનું સ્તર ઘણું નીચે ગયું છે
ઈંગ્લેન્ડ સામે ભારતની જીત બાદ સૌરવ ગાંગુલીએ લખ્યું હતું કે જ્યારે હું બુમરાહ, સિરાજ અને મુકેશ કુમારને બોલિંગ કરતા જોઉં છું, ત્યારે મને લાગે છે કે ભારતમાં ટર્નિંગ ટ્રેક તૈયાર કરવાની શું જરૂર છે. સારી વિકેટ પર મેચ રમવાની મારી ઈચ્છા દરેક મેચ સાથે પ્રબળ થઈ જાય છે. આ બોલરો કોઈપણ સપાટી પર તમારા માટે 20 વિકેટ લઈ શકે છે. તેને કુલદીપ અને અક્ષર જેવા બોલરોના સમર્થનની જરૂર છે. પીચને કારણે ઘરઆંગણે જ છેલ્લા 6-7 વર્ષમાં બેટિંગનું સ્તર ઘણું નીચે ગયું છે.
રાહુલ દ્રવિડ
જ્યારે સૌરવ ગાંગુલીએ ટર્નિંગ ટ્રેકની વાત કરી હતી ત્યારે બીજી ટેસ્ટ બાદ ભારતીય કોચ રાહુલ દ્રવિડે પણ આ વિષય પર પ્રતિક્રિયા આપી છે. દ્રવિડે કહ્યું હતું કે "ક્યુરેટર પીચ તૈયાર કરે છે". 'અમે 'રેન્ક ટર્નર' માટે પૂછતા નથી. સમજી શકાય કે બોલ ભારતની પીચો પર ટર્ન થશે. પણ બોલ કેટલો ટર્ન લેશે 'હું નિષ્ણાત નથી'.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.