બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / West Bengal couple gave 9-year-old child the image of God

પશ્વિમ બંગાળ / આ રામલલાની મૂર્તિ નથી, મેકઅપની કમાલ, કપલે 9 વર્ષના બાળકને આપ્યું ભગવાનનું રુપ

Ajit Jadeja

Last Updated: 11:57 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકોને બંનેનું કામ ગમ્યું તો કેટલાકે બાળક સાથે આવું કરવા બદલ કપલની ટીકા કરી છે

પશ્વિમ બંગાળનું મેકઅપ આર્ટિસ્ટ કપલ આજકાલ ખુબ ચર્ચામાં છે. તેમણે બાળકને પોતાની કલાથી અનોખું સજાવી અને ભગવાન શ્રીરામજીની મૂર્તિજેવું રૂપ આપ્યું જેનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થયા બાદ કપલ ચર્ચામાં આવ્યુ છે.

દંપતી મેકઅપ આર્ટિસ્ટ છે

પશ્ચિમ બંગાળના આસનસોલના રહેવાસી આશિષ કુંડુ અને રૂબીએ 9 વર્ષના બાળકને મેક-અપ દ્વારા અયોધ્યામાં રામ મંદિરની પ્રખ્યાત રામ લલ્લાની મૂર્તિના જીવંત મૂર્તિ સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું છે. આશિષ અને રૂબી બંને મેકઅપ આર્ટિસ્ટ છે અને આસનસોલમાં બ્યુટી પાર્લર ચલાવે છે. રામલલાનું રૂપ ધારણ કરનાર બાળક અબીર આસનસોલના મોહિસેલા વિસ્તારનો રહેવાસી છે. અહેવાલો અનુસાર આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ્યારે રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. રુબીનું કહેવું છે કે રામલલાની સ્થાપના બાદથી જ કુંડુ દંપતી રામલલા સાથે સંબંધિત કંઈક એવું કરવાનો પ્રયાસ કરતા હતા જે દુનિયાની નજરમાં આવે. રૂબી કહે છે કે તેને આ કરવામાં લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો.

આ પણ વાંચો ઃ 'ચૂંટણી પછી પધારો મ્હારે દેશ' 'પ્રભાવિત' બે દુશ્મન દેશોએ PM મોદીને આપ્યું આમંત્રણ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીર

કુંડુ દંપતીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મોટાભાગના લોકોને બંનેનું કામ ગમ્યું તો કેટલાકે બાળક સાથે આવું કરવા બદલ કપલની ટીકા કરી છે. આ સોશિયલ મીડિયા પોસ્ટ 19 માર્ચે પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટને હજારો લોકોએ જોઈ અને શેર કરી છે. એક યુઝરે કહ્યું, "એક ક્ષણ માટે એવું લાગે છે કે તે એક મૂર્તિ છે, પછી બીજી તસવીર સ્પષ્ટ કરે છે કે તે બાળક છે. આ દંપતીએ પોતાની કલાને ઉજાગર કરી અને બાળકને મેક-અપ કરીને ભગવાન રામલલ્લાની મૂર્તિના રૂપમાં રૂપાતરિંત કરી હતી. આજે સમગ્ર દેશમાં આ દંપતીની કલાની સરાહના થઇ રહી છે. પરિવારજનો આ માટે સંમત થયા અને પછી રૂબી અને આશિષે તૈયારીઓ શરૂ કરી દીધી. બંને બ્યુટી પાર્લર ચલાવે છે. આવી સ્થિતિમાં, તે દિવસે પાર્લરનું કામ જોતો અને રાત્રે તે અબીરને રામલલામાં પરિવર્તિત કરવાની તૈયારી કરતો. લગભગ એક મહિનામાં બંનેએ બાળકને તૈયાર કર્યું અને મેક-અપ કરીને તેને રામલલાનો ચોક્કસ દેખાવ આપવામાં સફળ થયા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ