બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Water problem in Manavdar MLA's hometown itself

હાલાકી / માણાવદરના ધારાસભ્યના હોમટાઉનમાં જ પાણીની સમસ્યા, ગામના લોકોને 7 કિમીનો પડે છે ધક્કો

Vishal Khamar

Last Updated: 03:42 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માણાવદરથી 14 કિમી દૂર આવેલ ગામમાં અંદાજે 2000 જેટલી વસ્તી આવેલી છે. ત્યારે ઉનાળા ના પ્રારંભે જ પીવા લાયક પાણીનો વિકાસ પ્રશ્નો ઉભો થયો છે. ત્યારે મજૂર વર્ગ તેમજ ગ્રામજનોને પાણી મેળવવા માટે રીતસરના ફાંફા મારવા પડે છે.

  • ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીનો પ્રશ્ન ઉભો થયો
  • મજૂર વર્ગ તેમજ ગ્રામજનોને પાણી મેળવવા માટે ફાંફા મારવા પડે છે
  • સૌની યોજનામાં માણાવદર તાલુકાના ડેમો ભરાય : ધારાસભ્ય

 એક તરફ છેવાડાના ગામ સુધી અને નલ સે જલ યોજના ની મોટી મોટી જાહેરાત ગુલબાંગો વચ્ચે માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના ગામમાં જ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ છે. ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન આ ગામમાં ફરતે પાણી પાણી હોય છે અને ઉનાળાના પ્રારંભમાં પીવાનું પાણી હોતું નથી. ગામમાં પાણી તો છે પરંતુ ખારું અને મોરુ પાણી હોવાથી ગામ લોકોને પીવા માટેનું પાણી મેળવવા આજુબાજુ વિસ્તારમાં કે સાત કિમી આવેલું બાંટવા ગામમાં લેવા જવું પડે છે. આ અંગે પાણીનું સેમ્પલ લઈને ચકાસણી કરાતા 190000 TDSનું પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે ખરેખર જે પાણી પીવા લાયક હોતું નથી.

પીવાના પાણી માટે બાંટવા કે વાડી વિસ્તારમાં પણ જવું પડે છે: ગ્રામજનો
આ અંગે ગામના કોડવાવ ગામના કમલેશભાઈ પરમાર એ જણાવ્યું હતું કે અમારા ગામમાં મીઠા પાણીનો કોઇ સ્ત્રોત ન હોવાથી વાડી વિસ્તારમાં કે બાંટવા ગામે રિક્ષા લઈને પાણી ભરવા જવું પડે છે. ત્યારે આ પાણી મેળવવા માટે અમારે રિક્ષાભાડાના 200 જેવો ચાર્જ પણ ચૂકવવો પડે છે એક બાજુ સવારે મજૂરી કરીએ છીએ અમે અને સાંજે પાણી માટે જવું પડે છે.

અનેકવાર રજૂઆત કરી છે: મહિલા
આ અંગે ગામના મહિલા સીમાબેન મગરાએ જણાવ્યું હતું કે મીઠા પાણી માટે સરપંચને અનેક વાર રજૂઆત કરી છે પરંતુ કોઈ જવાબ આપતા નથી અમે મજૂર વર્ગ હોઈ મજૂરી કરીએ કે પાણી ભરવા જઈએ.

સૌની યોજનામાં માણાવદર તાલુકાના ડેમો ભરાય : ધારાસભ્ય
માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે માણાવદર પંથકના પાણીના તળ ખૂબ જ નબળા હોય જેના કારણે અમારા ગામના પાણીના તળમાં ભળી ગયા છે. આ બાબતે સરકારને પણ ગંભીરતા લેવી જોઈએ અને સૌની યોજનામાં માણાવદર - વંથલી તાલુકાના નાના મોટા ડેમો ભરાય એવી માંગણી કરીશું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ