બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Vishal Tyagi arrested by Gujarat ATS
Last Updated: 10:47 PM, 4 December 2022
ADVERTISEMENT
જામનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગીની અટકાયત કરવામાં આવી છે. વિશાલ ત્યાગીની રાજસ્થાન ખાતેથી ગુજરાત ATS દ્વારા અટકાયત કરવામાં આવી છે. પાપ્ત માહિતી અનુસાર ત્યાગી રાજ્સ્થાન પોતાના દિકરાની માનતા પૂરૂ કરવા ત્યાં ગયો હતો અને તેને ત્યાંગી ATS અટકાયત કરી છે.
ADVERTISEMENT
AAP ઉમેદવાર વિશાલ ત્યાગીની અટકાયત
જામનગરમાં દક્ષિણ બેઠક પર તેઓ ચૂંટણી લડી છે તેમને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર છેતરપિંડીના કેસમાં વિશાલ ત્યાગી ફરાર હતો. અને તેને રાજસ્થાનથી ગુજરાત ATSએ અટકાયત કરી છે.
ADVERTISEMENT
છેતરપિંડીના કેસમાં વિશાલ ત્યાગીની અટકાયત
વિશાલ ત્યાગી સામે સાડા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભાવીન નકુમ નામના વ્યકિતએ ફરીયાદ નોંધાવી હતી કે, વિશાલ ત્યાગીના કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ફ્લાવર લગાવવાનું કામ રાખ્યું હતું, જે કામ કર્યા બાદ વિશાલ ત્યાગીએ કામના 25 હજાર રૂપિયા અને ત્રણ લાખના આર્ટિફિશિયલ ફ્લાવર પરત ન આપવાની જે બાબતે તેની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.